વૃજભૂષણ શરણ સિંહ સામે આપેલા નિવેદન પર બાબા રામદેવનું યુ-ટર્ન, જાણો શું કહ્યું

PC: hindustantimes.com

યૌન ઉત્પીડનના આરોપ ઝીલી રહેલા કુશ્તી મહાસંઘના અધ્યક્ષ વૃજભૂષણ શરણ સિંહને લઈને આપવામાં આવેલા પોતાના નિવેદન પર સફાઇ આપી છે. બાબા રામદેવના નિવેદનને રાજપૂત સમાજનું અપમાન બતાવવામાં આવી રહ્યું હતું, ત્યારબાદ કરણી સેનાએ તેમની વિરુદ્ધ મોરચો ખોલી દીધો હતો. તો હવે તેમણે તેને લઈને સફાઇ રજૂ કરવામાં આવી. બાબા રામદેવ 3 દિવસીય શિબિરમાં ભીલવાડા પહોંચ્યા છે.

આ દરમિયાન તેમણે મીડિયા સામે દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલી મહિલા પહેલવાનોનું સમર્થન કરતા કુશ્તી મહાસંઘના અધ્યક્ષ વૃજભૂષણની ધરપક કરવાની માગ કરી હતી. આ નિવેદન બાદ ભીલવાડામાં કરણી સૈનિકોમાં નારાજગી હતી. વિવાદ વધતો જોઈને બાબા રામદેવે કરણી સેનાના પ્રતિનિધિઓઑ સાથે મુલાકાત કરી અને પોતાના નિવેદનથી યુ-ટર્ન લઈ લીધું છે. તેમણે કહ્યું કે, તેઓ રાજપૂત સમાજના શૌર્ય અને વીરતાની કદર કરે છે, મેં રાજપૂત સમાજનું કોઇ અપમાન કર્યું નથી.

વૃજભૂષણ પર પર આપવામાં આવેલા નિવેદનને લઈને તેઓ બચતા નજરે પડ્યા. તેમણે કહ્યું કે, અમે સારું કરી લઈશું અને ઉકેલી લઈશું. ભીલવાડામાં બાબા રામદેવે કહ્યું હતું કે, ‘એ ખૂબ જ શરમજનક વાત છે કે દેશના પહેલવાન જંતર-મંતર પર ધરણાં પર બેઠા છે અને કુશ્તી સંઘના અધ્યક્ષ વૃજભૂષણ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવી રહ્યા છે. એવા વ્યક્તિની તાત્કાલિક ધરપકડ કરીને જેલના સળિયા પાછળ મોકલી દેવા જોઈએ.

તેઓ મોટા ભાગે મા, બહેન અને દીકરીઓ બાબતે ફાલતુની વાતો કરે છે. તે અત્યંત નિંદનીયા અને દુષ્ટ કાર્ય છે. કરણી સેનાના રાષ્ટ્રીય કાર્યસમિતિના સભ્ય વિશ્વબંધુ સિંહ રાઠોડે વીડિયો જાહેર કરીને બાબા રામદેવના નિવેદનોનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, બાબા રામદેવ તો ન્યાયાધીશ બની ગયા છે. તમે કેવી રીતે કહી શકો છો કે વૃજભૂષણ સિંહની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ નાખી દો. જ્યારે તેમનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે અને તેઓ પોતાની વાત કહેવા સંઘર્ષ કરી રહ્યા છે. વિશ્વબંધુ રાઠોડ દ્વારા વૃજભૂષણ પર આપેલા નિવેદનને લઈને બાબા રામદેવ પાસે સ્પષ્ટીકરણ માગવામાં આવ્યું હતું, નહિતર ભિલવાડામાં કાર્યક્રમ ન થવા દેવાની ધમકી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp