બાબા રામદેવે ભાજપના આ સાંસદની તાત્કાલીક ધરપકડ કરવાની માગ કરી
ભારતીય કુશ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ વૃજભૂષણ શરણ સિંહની ધરપકડની માગને લઇને પહેલવાન છેલ્લા એક મહિનાથી જંતર-મંતર પર ધરણાં પ્રદર્શન કરી રહ્યા છે. પહેલવાનોના સમર્થનમાં વિભિન્ન રાજનૈતિક પાર્ટીઓ, સંગઠનો અને ખેલાડી સતત આગળ આવી રહ્યા છે. આ દરમિયાન યોગગુરુ બાબા રામદેવે પણ યૌન શોષણના આરોપી વૃજભૂષણ શરણ સિંહનું નામ લીધા વિના જોરદાર પ્રહાર કર્યો છે. તેમણે પહેલવાનોના ધરણા પ્રદર્શનનું સમર્થન કરતા કહ્યું કે, કુશ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ પર દુરાચાર, વ્યાભિચારના આરોપો લગાવવા ખૂબ જ શરમજનક વાત છે.
રાજસ્થાનના ભીલવાડા પહોંચેલા સ્વામી બાબા રામદેવે કહ્યું કે, દેશના પહેલવાનોનું જંતર-મંતર પર બેસવું અને કુશ્તી સંઘના અધ્યક્ષ પર દુરાચાર વ્યભિચારના આરોપ લગાવવા ખૂબ જ શરમજનક છે. એવા વ્યક્તિની તાત્કાલિક ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ. તેઓ રોજ મોઢું ઉઠાવીને મા-બહેન-દીકરીઓના બકવાસ કરી રહ્યા છે તે ખૂબ જ નિંદનીય છે કે કૃકૃત્ય છે અને આરોપ છે. તો હનુમાન બેનીવાલની રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP) પણ પહેલવાનોના સમર્થનમાં આવી ગઈ છે અને તેણે સંસદના નવા ભવનના લોકાર્પણ કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.
28 मई को दिल्ली में संसद के नए भवन के लोकार्पण कार्यक्रम का दिल्ली में जंतर मंतर पर आंदोलित पहलवानों के समर्थन में और पहलवानों के सम्मान में बहिष्कार करता हूं ,मुझे अफसोस के साथ यह कहना पड़ रहा है कि आज हमारे देश के विख्यात पहलवान जिन्होंने अंतरराष्ट्रीय मंच पर भारत का नाम रोशन… pic.twitter.com/MERVBLLZPp
— HANUMAN BENIWAL (@hanumanbeniwal) May 26, 2023
બેનીવાલે ટ્વીટ કરતા કહ્યું કે, 28 મેના રોજ દિલ્હીની સંસદના નવા ભવનના લોકાર્પણ કાર્યક્રમનો દિલ્હીમાં જંતર-મંતર પર આંદોલિત પહેલવાનોના સમર્થનમાં અને પહેલવાનોના સન્માનમાં બહિષ્કાર કરું છું. મને અફસોસ સાથે કહેવું પડી રહ્યું છે કે આજે આપણાં દેશના વિખ્યાત પહેલવાન જેમણે ઇન્ટરનેશનલ મંચ પર ભારતનું નામ રોશન કર્યું અને પદ્મ એવોર્ડ અને અર્જૂન એવોર્ડ જેવા મહત્ત્વપૂર્ણ સન્માનોથી સરકારોએ નવાજ્યા. તેમને જળજબરીપૂર્વક એક મહિનાથી વધુ સમયથી દેશની રાજધાનીમાં ન્યાયની માગને લઈને આંદોલન કરવું પડ્યું છે કેમ કે આખી કેન્દ્ર સરકાર એક બાહુલબલી સાંસદ આગળ નતમસ્તક છે.
તેમણે આગળ કહ્યું કે, પ્રધાનમંત્રીજી એ સંસદના નવા ભવનના લોકાર્પણ અગાઉ પહેલવાનોના અંદલોન તરફ ધ્યાન આપતા બહુબલી સંસદ વિરુદ્ધ કાર્યવાહી કરવાની જરૂરિયાત છે, પરંતુ તેમણે કર્ણાટક ચૂંટણીમાં મળેલી નિરાશાનજક હાર અને પહેલવાનોના આંદોલનથી દેશનું ધ્યાન ભટવવા માટે ઉતાવળમાં સંસદના નવા ભવનનું લોકાર્પણ કાર્યક્રમ રાખી દીધો. વૃજભૂષણની ધરપકડની માગ પડે આડેલા પહેલવાન હવે પોતાના આંદોલનને ધાર આપવામાં લાગ્યા છે.
23 મેના રોજ દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પર કેન્ડલ માર્ચ કાઢ્યા બાદ મહિલા પંચાયતની તૈયારી તેજ કરી દીધી છે. જે દિવસે નવા સંસદનું ઉદ્દઘાટન થશે, પહેલવાન એ જ દિવસે સંસદ બહાર મહિલા મહાપંચાયત આયોજિત કરશે એટલે કે 28 મેના રોજ દિલ્હીમાં પહેલવાનોના સમર્થનમાં મોટા જમાવડાની તૈયારી છે. આ અગાઉ દિલ્હીના જંતર-મંતર પર 7 મેના રોજ ખાપ પંચાયત પણ થઇ હતી, જેમાં સરકારને વૃજભૂષણની ધરપકડ માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. ખાપ પંચાયતમાં સરકારને 21 મે સુધી પહેલવાનોના મુદ્દા પર એક્શન લેવાનું અલ્ટિમેટમ આપતા કહ્યું હતું કે કોઈ કાર્યવાહી થઈ ન થઈ તો ત્યારબાદ મોટું આંદોલન કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp