બસ નમાઝ વાંચો, પછી જે કરવાનું હોય તે કરો, મુસ્લિમોને એ જ શીખવવામાં આવે છે:રામદેવ

બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે જોડાયેલો વિવાદ અત્યારે પણ થોભ્યો નથી. આ દરમિયાન યોગગુરુ બાબા રામદેવનું ઇસ્લામ અને મુસ્લિમો પર આપવામાં આવેલું નિવેદન અત્યારે ચર્ચામાં આવી ગયું છે. તેમાં બાબા રામદેવ નમાજ પર વાત કરી રહ્યા છે અને આગળ ઇસાઇ ધર્મ પર પણ પ્રહાર કરી રહ્યા છે. બાબા રામદેવે આ વાતો રાજસ્થાનના બાડમેરમાં એક ધર્મ સભા દરમિયાન કહી હતી. તેઓ પનોણિયોના તલા ગામમાં બ્રહ્મલીન તપસ્વી સંત ધર્મપુરી મહારાજના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠના કાર્યક્રમમાં પહોંચ્યા હતા.

બાબા રામદેવે કહ્યું કે, મુસ્લિમ ધર્મ મતલબ માત્ર નમાજ વાંચવનો છે. મુસ્લિમો માટે માત્ર નમાજ વાંચવા જરૂરી છે અને નમાજ વાંચ્યા બાદ કંઇ પણ કરો, બધુ યોગ્ય છે. પછી હિન્દુઓની છોકરી ઉઠાવો, પછી જિહાદના નામ પર આતંકવાદી બનીને જે મનમાં આવે તે કરો. બાબા રામદેવે ઇસાઇ ધર્મ પર બોલતા કહ્યું કે, દિવસમાં ચર્ચ જઇને મીણબત્તી સળગાવો, બધા પાપ ધોવાઇ જશે, પરંતુ હિન્દુ ધર્મમાં એમ થતું નથી. બાબા રામદેવ અહીં જ ન રોકાયા. ત્યારબાદ તેમણે કહ્યું કે, તેમના જન્નત (સ્વર્ગ)નો અર્થ છે કે ઘૂંટી ઉપર પાયજામો પહેરો, મૂછ કપાવી દો, ટોપી પહેરી લો.

તેમણે કહ્યું કે, આ હું કહી રહ્યો નથી, પરંતુ આ લોકો એમ કરી રહ્યા છે. પછી કહે છે કે જન્નતમાં પોતાની જગ્યા પાક્કી થઇ ગઇ છે. ત્યાં હૂર મળશે અને મદિરાનું પાન કરવા મળશે. એવું જન્નત તો જહાન્નુમથી બેકાર છે. પછી લોકો મૂછો કપાવી રહ્યા છે અને ટોપી પહેરી રહ્યા છે. આ ગાંડપણ છે. લોકો આ ચક્કરમાં પડ્યા છે કે આખી જમાતને ઇસ્લામમાં બદલવાનો છે. ત્યારબાદ રામદેવે સફાઇ આપતા કહ્યું કે, ‘હું કોઇની નિંદા કરી રહ્યો નથી, પરંતુ લોકો આ ચક્કરમાં પડ્યા છે. કોઇ ઇચ્છે છે કે આખી દુનિયા ઇસ્લામમાં બદલી દેશે. તો કોઇ કહે છે કે આખી દુનિયાને ઇસાઇમાં બદલી દઇશું, પરંતુ બદલવાનો કોઇ એજન્ડા તેમની પાસે નથી.

રામદેવે કહ્યું કે, સનાતન ધર્મમાં એવું નથી. સનાતન ધર્મ બાબતે કહેવામાં આવ્યું છે. બ્રહ્મ મુહૂર્તમાં જાગો, ઇશ્વરને યાદ કરો, યોગ, ધ્યાન અને સેવા કરો. આ જ સનાતન ધર્મ છે. ભગવાને માત્ર મનુષ્ય જાતિ બનાવી છે. બાકી જાતિઓ તો આપણે બધાએ બનાવી છે. હિન્દુ ધર્મને અનેકો જાતિઓમાં વહેચી દેવામાં આવી છે. એટલે પોતાના ધર્મ પ્રત્યે જાગ્રત રહો અને ધર્મ ગુરુઓના આહ્વાન પર હંમેશાં તત્પર રહો. ધર્મગુરુ જ્યાં કહે ત્યાં ઊભા થઇ જાઓ.

ઉલ્લેખનીય છે કે બાડમેર શહેરથી લગભગ 40 કિલોમીટર દૂર પનોણિયોના તલા ગામમાં બ્રહ્મલીન તપસ્વી ધર્મપુરી મહારાજના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને તેમના શિષ્ય જગરમપુરી મહારાજના ભંડારાનો 5 દિવસીય કાર્યક્રમ ચાલી રહ્યો છે. તેમાં હિસ્સો લેવા રામદેવ અને જૂના અખાડા મહામંડળેશ્વર અવધેશાનન્દ મહારાજ ગુરુવારે પહોંચ્યા. અહીં મહંત પ્રતાપપુરી, મહંત જગરામપુરી સહિત આસપાસના સાધુ સંતો અને અનુયાયીઓએ તેમનું જોરદાર સ્વગત કર્યું.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.