બાબા રામદેવની ભવિષ્યવાણી, પાકિસ્તાનના 4 ટુકડા થશે, PoK ભારતમાં આવી જશે

PC: zeenews.india.com

યોગ ગુરુ બાબા રામદેવે પાકિસ્તાન માટે ભવિષ્યવાણી કરી છે, જેની સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. બાબા રામદેવે કહ્યું કે ટુંક સમયમાં જ પાકિસ્તાનનના 4 ટુકડાં થઇ જશે અને દુનિયાના નકશા પરથી નામોનિશામ મટી જશે. બાબા રામદેવે દાવો કર્યો કે બલૂચિસ્તાન, પંજાબ, સિંધ અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (POK) ભારતમાં ભળી જશે અને ભારત એક શક્તિશાળી દેશ બની જશે અને ભારત વિરોધી પાકિસ્તાન એક નાનકડો દેશ બનીને રહી જશે. બાબા રામદેવે પ્રજાસત્તાક દિવસે સંકલ્પ લેવાની પણ વાત કરી હતી.

પતંજલિ યોગપીઠ ખાતે ગુરુવારે પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગ રૂપે યોજાયેલા એક કાર્યક્રમ પછી બાબા રામદેવે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે પાકિસ્તાનના 4 ટુકડાં થઇ જશે. બલૂચિસ્તાન,POK અને પાકિસ્તાનનું પંજાબ એક અલગ રાષ્ટ્ર બનશે અને પછી ભારતમાં ભળી જશે.

બાબા રામદેવે દાવો કરતા કહ્યુ કે પાકિસ્તાનમાંથી બલૂચિસ્તાન અને પંજાબ છુટા પડી જશે અને એક અલગ રાષ્ટ્ર બનશે. તેમણે કહ્યું કે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર છે તે ભારતમાં વિલય થશે અને તે પછી બલૂચિસ્તાન સામેથી આવીને ભારતને  કહેશે કે અમને ભારતમાં સમાવી લો. ભારતમ શરણમ ગચ્છામિ, કારણ કે પંજાબ સિંધ એ બધા હિંદના સાથી હશે.

બાબા રામદેવે કહ્યું કે આવનારા સમયની પોકાર છે કે ભારત મહાશક્તિ બનશે અને મારી ધારણા છે કે ટુંક સમયમાં જ ભારત મહાશક્તિ બની જશે.

દેશમાં ધાર્મિક આતંકવાદ ચાલી રહ્યો છે. હિન્દુ સનાતન ધર્મને નીચો બતાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જે લોકો ધાર્મિક ગ્રંથોનો આશ્રય લઈ રહ્યા છે અથવા મહાપુરુષોના ચરિત્રની નિંદા કરી રહ્યા છે, તેઓ કાં તો ભારતવિરોધી અને આંતરરાષ્ટ્રીય શક્તિઓના ઈશારે આવું કરી રહ્યા છે અથવા તેઓ તેમની બીમાર માનસિકતાના કારણે આમ કરી રહ્યા છે. ભારતના લોકોએ આનો પુરી રીતે વિરોધ કરવો જોઇએ. રામદેવે કહ્યુ કે ભારત ભૌતિક સત્યનું સન્માન કરે છે. જો ભૌતિક વિજ્ઞાન છે તો સાથે આધ્યાત્મિક વિજ્ઞાન પણ છે.

આ ઉપરાંત યોગ ગુરુએ કહ્યું કે 74માં પ્રજાસત્તાક દિને આપણે સંકલ્પ લેવો જોઈએ કે દેશને આર્થિક ગુલામી, શિક્ષણ અને તબીબી લૂંટ અને ગરીબીમાંથી મુક્ત કરાવવાનો છે અને આપણા સાંસ્કૃતિક ગૌરવને આગળ વધારતા આપણે ગુલામીની નિશાનીને મિટાવી દેવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp