2024 અગાઉ લાગૂ થાય યુનિફોર્મ સિવિલ કોડ, વસ્તી નિયંત્રણ કાયદો પણ બને: રામદેવ

PC: outlookindia.com

યોગગુરુ બાબા રામદેવે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અને વસ્તી નિયંત્રણ કાયદા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર પાસે માગ કરી છે. તેમણે કહ્યું કે, સરકારે વહેલી તકે આ તરફ પ્રભાવી પગલું ઉઠાવીને આ કાયદો વર્ષ 2024 અગાઉ લાગૂ કરી દેવો જોઈએ. યોગગુરુ બાબા રામદેવનું કહેવું હતું કે, લોકોનું સપનું હતું કે ભવ્ય રામ મંદિરનું નિર્માણ તેમની આંખો સામે થઈ જવું જોઈએ. એ ખૂબ જ ખુશીની વાત છે કે, આગામી વર્ષે જાન્યુઆરીમાં રામ મંદિરનું લોકાર્પણ થઈ જશે. દેશમાં કલમ 370 પણ હટી ગઈ. હવે માત્ર 2 કામ બાકી રહી ગયા છે.

તેમણે કહ્યું કે, સરકાર પાસે આશા છે કે યુનિફોર્મ સિવિલ કોડ અને વસ્તી નિયંત્રણ કાયદો બનાવવાનું કામ પણ વર્ષ 2024 અગાઉ થઈ જશે. આ વાતો યોગગુરુ બાબા રામદેવે 9 દિવસીય સંન્યાસ દીક્ષા મહોત્સવના શુભારંભ દરમિયાન કહી. પતંજલિ સંન્યાસાશ્રમ પાસે ઋષિગ્રામમાં યોગગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલાકૃષ્ણના સાંનિધ્યમાં 9 દિવસીય દીક્ષા મહોત્સવનો શુભારંભ કરાવવામાં આવશે.

આ દરમિયાન યોગગુરુ બાબા રામદેવે કહ્યું કે, રામ મંદિરની પ્રતિષ્ઠા હશે. રામ મંદિર સાથે આ દેશનું રાષ્ટ્ર મંદિર પણ બને. સાથે જ ચરિત્રનું નિમણ થાય, વ્યક્તિત્વનું નિર્માણ થાય અને દિવ્ય નેતૃત્વનું નિર્માણ થાય. જે આકાંક્ષાઓ સાથે લાખો લોકોએ પોતાના પ્રાણોની આહુતિ આપી. તેમના સપનાઓનું ભારત બનાવવાનું કાર્ય થઈ રહ્યું છે. તે સનાતનની પ્રતિષ્ઠા અને ગૌરવનું કાર્ય થઈ રહ્યું છે. જે લોકો રામ વિરોધી છે, રાષ્ટ્ર વિરોધી છે, તેમાં હાહાકાર મચી ગયો છે કે આ સનાતનનું ગૌરવ ક્યાં જઈને રોકાશે.

રામ મંદિર પોતાની વૈશ્વિક પ્રતિષ્ઠા સાથે પોતાની પૂર્ણતાને પ્રાપ્ત કરશે. રામદેવે કહ્યું કે, પતંજલિમાં સનાતન ધર્મને વિશ્વ ધર્મના રૂપમાં, યુગ ધર્મના રૂપમાં પ્રતિષ્ઠિત કરવા માટે સંન્યાસી દીક્ષિત થઈ રહ્યું છે. સંન્યાસ મેળવનારા યુવક-યુવતીઓ માટે ઋષિગ્રામને વસાવવામાં આવ્યું છે. 9 દિવસ સુધી દીક્ષા ગ્રહણ કરનારા યુવક અને યુવતીઓ ઋષિગ્રામમાં ઉપવાસ અને ઉપાસના કરાશે. 4 વેદોનું અનુષ્ઠાન કરવામાં આવશે. બધા યુવક-યુવતીઓ 9 દિવસ ઋષિગ્રામમાં રહેશે. દીક્ષા મહોત્સવમાં ઋષિઓના વંશધરને તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ સંન્યાસી ઋષિઓના પ્રતિનિધિ, ઉત્તરાધિકારી હશે. એ સંન્યાસી સનાતન ધર્મની પતાકા, સંન્યાસીનો ઝંડો દુનિયામાં ગાડશે. આ સંન્યાસી પતંજલિના પણ ઉત્તરાધિકારી બનશે.

રામદેવે કહ્યું કે, પતંજલિ ઋષિગ્રામમાં 60 યુવક અને 40 યુવતીઓ સંન્યાસની દીક્ષા લેશે. સ્વામી રામદેવ બધાને સંન્યાસની દીક્ષા આપશે. તો 500 યુવક અને યુવતીઓને મહોત્સવમાં બ્રહ્મચર્યની દીક્ષા આપવામાં આવશે. આચાર્ય બાલકૃષ્ણ આ 500 યુવક-યુવતીઓને બ્રહ્મચર્યની દીક્ષા આપશે. રામદેવે જણાવ્યું કે, સંન્યાસ દીક્ષા મહોત્સવમાં બધા સમાજના યુવક-યુવતીઓને દીક્ષિત કરવામાં આવી રહ્યા છે. RSS પ્રમુખ મોહન ભાગવત, ગૃહ મંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આચાર્ય મહામંડળેશ્વર અવધેશાનન્દ ગિરિ, સ્વામી ગુરુશરણાનંદ સહિત અન્ય કેટલાક મોટા રાજનેતાઓ અને બુદ્ધિજીવીઓ સંન્યાસીઓને આશીર્વાદ આપવા માટે મહોત્સવના પૂર્ણાહુતિ સમારોહ પર પતંજલિ પહોંચશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp