26th January selfie contest

હવે નવા બાબા આવ્યા, ગરમ તવા પર બેસીને આપે છે ભક્તોને આશીર્વાદ

PC: aajtak.in

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બાદ હવે એક નવો બાબા ચર્ચામાં આવ્યા છે. કોઈ બાબો ગંભીરથી ગંભીર બીમારી સારી કરવાનો દાવો કરે છે તો કોઈ બાબા કોઈક બીજો જ દાવો કરે છે. હવે એવા જ એક અન્ય બાબા ચર્ચામાં આવ્યા છે. આ બાબો સળગતા ચૂલા પર તવા પર બેસીને ભક્તોને આશીર્વાદ આપી રહ્યો છે. તો જો કોઈ ભક્ત ભૂલથી તેની પાસે ચપ્પલ પહેરીને પહોંચી જાય તો સળગતા ચૂલા પર બેઠેલા બાબા તેમને ગાળો પણ આપી દે છે. મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં બાબા ખાસ અંદાજમાં સફેદ કપડાં પહેરીને ગરમ તવા પર બેસે છે.

બાબા તવા પર બેઠા છે, એક ભક્ત ચૂલામાં લાકડીઓ નાખે છે, તો કેટલાક લોકો ભૂલથી ચપ્પલ પહેરીને પહોંચી જાય છે તો બાબા તેમને ગાળો આપી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ, આ બાબાનો આશ્રમ તિવસા તાલુકાના માર્ડી કારલા માર્ગ પર છે. બાબાનું નામ સચ્ચિદાનંદ ગુરુ દાસ બાબા છે. સાર્વજનિક કાર્યક્રમોમાં રોટલી બનાવવા માટે સળગાવવામાં આવેલો ચૂલો અને તેના પર રાખેલા તવા પર બાબાને બેસવાનું સારું લાગે છે. તેના ભક્તોને આ તેની સાધના લાગે છે. તો અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ વીડિયોના આધાર પર ફરિયાદ કરી છે. પોલીસે તેની તપાસ શરૂ કરી દીધી છે.

એક ન્યૂઝ ચેનલે વાયરલ વીડિયોના સંબંધે તેની સાથે વાત કરી તો તેણે કહ્યું કે, હું કોઈ ચમત્કારિક બાબા નથી અને ન હું અંધશ્રદ્ધા પર ભરોસો કરું છું. મહાશિવરાત્રિના દિવસે આશ્રમમાં ભંડારો હતો. એ સમયે તવા પર બેઠો હતો અને નીચે લાકડીઓ સળગી રહી હતી. કોઈ ભક્તે વીડિયો બનાવી લીધો અને તે વાયરલ થયો છે. તે આગળ કહે છે કે હું કોઈ ચમત્કાર નથી, હું આશ્રમમાં વ્યસન મુક્તિનું કામ કરું છું. જ્યારે મારામાં કોઈ દૈવી શક્તિ આવી જાય છે તો મને ખબર પડતી નથી કે હું શું કરી રહ્યો છે અને ક્યાં બેઠો છું અને ન તો મને કોઈ બાબા કહે, ન મહારાજ કહો. હું તેના માટે તેના માટે કામ કરતો નથી. તેનો તવા પર બેઠો હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેને રોકી દેવામાં આવે. બાબાએ હાથ જોડીને વિનંતી કરી.

તો બાબાના વીડિયો પર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના સચિવ હરીશ કેદારનું કહેવું છે કે આ કોઈ ચમત્કાર નથી. માટી અને ઈંટ પર રાખેલો તવો ગરમ થવામાં 30-40 મિનિટનો સમય લાગે છે. આગ લગાવ્યા બાદ પહેલા માટી અને ઈંટ ગરમ થાય છે. માટી ભીની હોવાના કારણે ગરમ થવામાં સમય લે છે. વ્યક્તિમાં 108 ડિગ્રી ફેરનહિટ સુધી ગરમી સહન કરવાની શક્તિ હોય છે, તેમાં કોઈ ચમત્કાર નથી.

બાબાને પડકાર આપતા તેમણે કહ્યું કે, અમે જે પ્લેટ પર બેસાડીશું બાબા એ પ્લેટ પર બેસીને બતાવે. જો તેમાં બાબાને કોઈ પરેશાની થાય છે કે પછી કોઈ ઇજા થાય છે તો તે તેની જવાબદારી રહેશે. અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદા હેઠળ સ્થાનિક સ્થાનિક પોલીસ અધિકારી જે આ સમિતિના સચિવ હોય છે, તેમણે એવી અંધશ્રદ્ધા ફેલાવનારા બાબા પર કાર્યવાહી કરવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp