ભારતના સ્વાગતથી ખુશ પણ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે આ પરેશાની જણાવી

PC: Wisden.com

વર્લ્ડ કપ 2023માં બાબર આઝમની પાકિસ્તાન ટીમે પોતાના અભિયાનની શરૂઆત શુક્રવારે 6 ઓક્ટોબરના રોજ નેધરલેન્ડ્સની સામે કરવાની છે. નેધરલેન્ડ્સની તુલનામાં પાકિસ્તાનની ટીમ મજબૂત માનવામાં આવી રહી છે અને બાબરની ટીમ નિશ્ચિત પણે જીતની સાથે આ ટૂર્નામેન્ટની શરૂઆત કરવા માગશે. વર્લ્ડ કપ પહેલા, બધા કેપ્ટનોની મીટિંગ દરમિયાન બાબરે ભારતમાં તેમની ટીમ માટે થયેલા સ્વાગત પર ખુશી જાહેર કરી. તેની સાથે જ તે આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાની ફેન્સની કમી પર પણ અફસોસ જાહેર કરવાનું ચૂક્યો નહીં. જણાવીએ કે, પાકિસ્તાન અને નેધરલેન્ડ્સની ટીમ અત્યાર સુધીમાં 6 વાર વનડેમાં સામ-સામે આવી છે અને દર વખતે જીત પાકિસ્તાન ટીમને મળી છે.

બાબર આઝમે કહ્યું કે, ભારતમાં અને વધુ સંખ્યામાં પાકિસ્તાન ટીમના સમર્થકોને જોવાનું પસંદ કરે છે. રાજકીય કારણોને લીધે ભારત અને પાકિસ્તાન ક્રિકેટ સંબંધમાં ઘણો પ્રભાવ પડ્યો છે. ભારતીય ટીમ, લાંબા સમયથી પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સીરિઝ રમી રહી નથી. પણ એશિયા કપ, વનડે અને ટી20 વર્લ્ડ કપ તથા ચેમ્પિયંસ ટ્રોફી જેવી ટૂર્નામેન્ટમાં ભારત પાકિસ્તાન સામે રમે છે.

પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ 2023 પહેલા છેલ્લીવાર વર્ષ 2016માં ટી20 વર્લ્ડ કપ રમવા ભારત આવી હતી. વર્લ્ડ કપ જેવા અગત્યના ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનના ક્રિકેટપ્રેમીઓને વીઝા આપવામાં પણ ભારત ખાસ ધ્યાન આપી રહ્યું છે. જાણકારી અનુસાર, સીમિત સંખ્યામાં જ પાકિસ્તાની ફેન્સને ભારત આવવા માટે વીઝા આપવામાં આવશે. કેપ્ટનોની મીટિંગ દરમિયાન બાબરે આ વાત બાજુ ઈશારો કર્યો.

ભારતની ચિર પ્રતિદ્ધંદ્ધી પાકિસ્તાન સામે વર્લ્ડ કપની પહેલી મેચ 14 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં રમાશે. આ મેચ દરમિયાન લાખો પ્રેક્ષકોની ક્ષમતાવાળા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ભરાયેલું રહેશે. PCBની એ ફરિયાદ રહી છે કે, વર્લ્ડ કપમાં પાકિસ્તાન ટીમની મેચોને જોવા માટે તેમને ત્યાંથી ઘણાં ઓછા ક્રિકેટ ફેન્સને ભારત આવવા માટે વીઝા આપવામાં આવી રહ્યા છે. એવામાં મેદાન પર સમર્થન માટે પાકિસ્તાનના ઓછા ફેન્સ મોજૂદ રહેશે.

વર્લ્ડ કપમાં પાકિસ્તાનની પહેલી મેચ 6 ઓક્ટોબરના રોજ નેધરલેન્ડ્સ સામે છે. ત્યાર બાદ 10 ઓક્ટોબરના રોજ શ્રીલંકા સામે, 14 ઓક્ટોબરના રોજ ભારત સામે, 20 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા સામે, 23 ઓક્ટોબરના રોજ અફગાનિસ્તાન સામે, 27 ઓક્ટોબરે સાઉથ આફ્રિકા સામે, 31 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે, 4 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ અને 11 નવેમ્બરે ઈંગ્લેન્ડ સામે રમવાની છે. વર્લ્ડ કપની સેમીફાઇનલ મેચ 15 અને 16 નવેમ્બરના રોજ રમાશે. જ્યારે ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદમાં રમાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp