UPમા રોડ પર વાંચી નમાજ, 1700 પર FIR, સરકારી કામમાં બાધા નાખવાનો આરોપ

PC: bhaskar.com

કાનપુરમાં ઈદની નમાજ રોડ પર વાંચવા પર 1700 લોકો વિરુદ્ધ 3 પોલીસ સ્ટેશનોમાં FIR નોંધવામાં આવી છે. પોલીસનો આરોપ છે કે, રોક છતા 2 એપ્રિલના રોજ જાજમઉ, બાબુપુરવા આ બડી ઈદગાહ બેનાઝાબર બહાર રોડ પર નમાજ વાંચવામાં આવી. જાજમઉમાં 200-300, બાબુપુરવામાં 40-50, બજરિયામાં 1500 નમાજીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. તેમાં ઈદગાહ કમિટીના સભ્ય પણ સામેલ છે. બેગમપુરવા પોલીસ સ્ટેશનના પ્રભારી વૃજેશ કુમારે જણાવ્યું હતું કે, ઈદ અગાઉ પીસ કમિટીની બેઠક થઈ હતી.

તેમાં વિસ્તારના લોકોને જણાવ્યું હતું કે, રોડ પર નમાજ વાંચવામાં નહીં આવે. ઈદની નમાજ માત્ર ઈદગાહ અને મસ્જિદની અંદર જ વાંચવામાં આવશે. એમ પણ કહેવામાં આવ્યું હતું કે, જો ભીડ થવાના કારણે કોઈ નમાજીની નમાજ છૂટી જાય છે તો તેની નમાજ ફરી વંચાવવાની વ્યવસ્થા પોલીસ તરફથી કરવામાં આવશે. 22 એપ્રિલના રોજ ઈદના દિવસે સવારે 8:00 વાગ્યે ઈદગાહમાં નમાજ શરૂ થવા અગાઉ અચાનક હજારોની ભીડ ઈદગાહ સામે રોડ પર જમા થઈ ગઇ. રોક છતા બધાએ રોડ પર ચાદર પાથરીને નમાજ વાંચવાની શરૂ કરી દીધી.

પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ પણ તેઓ ન માન્યા. આ દરમિયાન જિલ્લામાં કલમ-144 પણ લાગૂ હતી. તેના કારણે પોલીસ સ્ટેશનના પ્રભારીની ફરિયાદ પર પોલીસે ઈદગાહ કમિટીના સભ્યો અને ત્યાં નમાજ વાંચનારાઓ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ FIR નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. CCTV ફૂટેજથી રોડ પર નમાજ વાંચનારાઓની ઓળખ કરવામાં આવી રહી છે. બાબુપુરવા પોલીસે નમાજીઓ વિરુદ્ધ કલમ-186 (સરકારી કામમાં બાધા નાખવી), કલમ 188 (કલમ-144નું ઉલ્લંઘન કરીને ભીડ એકત્ર કરવી), કલમ-283 (ભીડ ભેગી કરીને રસ્તો રોકવો), કલમ-341 (સદોષ અવરોધ) અને લોક સેવામાં બાધા નાખવી અને કલમ-353 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

FIR પર ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ (AIMPLB)એ નારાજગી વ્યક્ત કરી છે. બોર્ડના સભ્ય મો. સુલેમાને કહ્યું કે, એક સંપ્રદાય વિશેષને ટારગેટ કરવામાં આવી રહ્યો છે. એમ લાગે છે કે રાષ્ટ્ર કોઈ એક ધર્મનું થઈ ગયું છે. મસ્જિદ અને ઈદગાહમાં કેમ્પસની અંદર જ નમાજ થઈ છે. બાબુપુરવામાં એટલી મોટી ઈદગાહ નથી. 10 મિનિટ માટે જો જગ્યા મળતી નથી તો નમાજી રોડ પર નમાજ વાંચી લે છે. બાબુપુરવામાં પણ આ પ્રકારે રોડ પર નમાજ થઈ, પરંતુ બાબુપુરવાના અધિકારીએ FIR કરાવી દીધી.

કમનસીબી એ છે કે કેસ રોડ પર નમાજ વાંચવાની નથી થઈ, પરંતુ લોકસેવામાં બાધા નાખવી, જે ગંભીર ગુનો છે અને બીજી મહામારી અધિનિયમની કલમ લગાવવામાં આવી છે. આ મહામારી સરકારનું માઇન્ડસેટ છે જેના પર આ પ્રકારના ઉત્સાહિત પોલીસકર્મીઓ કામ કરી રહ્યા છે. આ નિંદનીય છે. સમાજ માટે સારું નથી. આમારો સમાજ સંવિધાનથી ચાલે છે. સંવિધાનનું આર્ટિકલ-19 બધા સમુદાયોની ધાર્મિક આસ્થા અને સાંસ્કૃતિક વસ્તુઓનું સંરક્ષણ કરે છે, પરંતુ આ સરકાર તો સંવિધાનથી ચાલી જ રહી નથી.

યોગી સરકાર સંવિધાનના ધજાગરા ઉડાવી રહી છે. સરકાર એવા એવા કામ કરી રહી છે કે પોલીસ કસ્ટડીમાં લોકોને મારી દેવામાં આવે છે. પોલીસવાળા જોતા રહ્યા. મારનારાઓ પર ગોળી ન ચલાવી, આ બધુ થઈ રહ્યું છે. ફર્રૂખાબાદમાં પ્લેટફોર્મ પર લોકોએ નમાજ વાંચી લીધી તો ક્યાં અશાંતિ ફેલાઈ ગઈ. જનતાએ કંઈ ન કર્યું, પોલીસવાળાએ કર્યું. મુરાદાબાદમાં છત પર તરાવીહ  વાંચી લીધી, તો FIR થઈ ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp