ઓરિસ્સા અકસ્માતમાં ટ્રેન ડ્રાઇવરની ભૂલ હતી? આખરે સામે આવી તેણે આપ્યો જવાબ

PC: livemint.com

ઓરિસ્સામાં બાલાસોરમાં શુક્રવારે સાંજે થયેલા ખૂબ જ ભીષણ રેલ અકસ્માતમાં ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયેલા કોરોમંડળ એક્સપ્રેસના ડ્રાઇવરે જણાવ્યું છે કે તેણે ન તો કોઈ સિગ્નલ જમ્પ કર્યું હતું અને ન તો ટ્રેન ઓવર સ્પીડમાં હતી. ગ્રીન સિગ્નલ મળ્યા બાદ જ ટ્રેન આગળ વધી હતી. ઓપરેશન એન્ડ બિઝનેસ ડેવલપમેન્ટ રેલવે બોર્ડના સભ્ય જયા વર્મા સિંહાએ રવિવારે આ જાણકારી આપી હતી. તેમણે ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, સુરક્ષા રેલવેની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

જયા વર્મા સિંહે કહ્યું કે, ‘અમે એ સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે પુરાવાઓ સાથે છેડછાડ ન થાય અને કોઈ પણ સાક્ષી પ્રભાવિત ન થાય. એ ખોટી જાણકારી છે કે, રેલવે પોતાની સેફ્ટી પર ધ્યાન આપી રહ્યું નથી. એવી વાતો કહેવામાં આવી છે કે રેલવે માત્ર વંદેભારત પર ફોકસ કરી રહ્યું છે કે બસ કોઈ ખાસ સ્ટેશન પર સુવિધા વધારવામાં લાગ્યું છે. એક એકદમ ખોટી જાણકારી છે, જેને હું કરેક્ટ કરવા માગીશ. રેલવે એક ખૂબ મોટી સંસ્થા છે જ્યાં આપણે બધી વાતો પર એક સમય પર ધ્યાન આપવામાં સક્ષમ છીએ. જયા સિંહાએ કહ્યું કે, દેશમાં લગભગ 18 હજાર ટ્રેન રોજ દોડે છે. તેમાંથી કેટલી ક્ષતિગ્રસ્ત થાય છે, તેને લઈને પારખવી જોઈએ.

આપણે એક ઘટનાને લઈને અગ્રેસીવ ન થઈએ. જ્યાં આ અકસ્માત થયો છે, ત્યાં ટ્રેનની સ્પીડ લિમિટ 130 કિલોમીટર પ્રતિ કલાક છે. દરેક ટ્રેનમાં સ્પીડોમીટર હોય છે અને એ જોઈ શકાય છે કે, કયા સમયે કઈ ટ્રેન કઈ ગતિથી ચાલી રહી છે. ટ્રેન અકસ્માત રોકવા માટે બનાવેલ કવચને લઈને જયા વર્માએ કહ્યું કે, જો ભારતમાં કોઈ ટેક્નિક છે, તેના પર આપણે બધાને ગર્વ હોવો જોઈએ. આગામી સમયમાં અન્ય દેશ પણ તેનો લાભ મેળવશે. અત્યારે માત્ર અમેરિકા અને યૂરોપમાં એવી ટેક્નિક છે, SER સંબંધિત વિભાગો દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં અપ સિગ્નલિંગ સિસ્ટમની એક મોટી ખામી નીકળીને સામે આવી છે. 

પ્રાથમિક તપાસ પરિણામો મુજબ, મુખ્ય UP લાઇનનું સિગ્નલ ગ્રીન થવાનું હતું અને ત્યાંથી કોરોમંડળ એક્સપ્રેસે સીધું પસાર થવાનું હતું, પરંતુ એમ ન થયું. RRI (રુટ, રિલે ઇન્ટરલોકિંગ સિસ્ટમ)ની પૂરી રીતે નિષ્ફળતાના કારણે 128 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી આવી રહેલી કોરોમંડળ એક્સપ્રેસે પોઈન્ટ નંબર 17A પાસે ડાબે વાળી લીધી અને ત્યાં ઊભી માલગાડીને પાછળથી એટલી જોરદાર ટક્કર મારી દીધી કે કોરોમંડળ એક્સપ્રેસના 15 ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા. 7 પૂરી રીતે પલટી ગયા, 4 રેલલાઇનથી ઉછળીને બીજા ડબ્બાઓ પર ચડી ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp