જાણો નવી સંસદ બનાવવા કયો માલ-સમાન વપરાયો?, PM મોદીએ કર્યું ઉદ્ઘાટન

PC: twitter.com/narendramodi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવા સંસદ ભવનનું ઉદ્દઘાટન કરી દીધું છે. આ ઉદ્દઘાટન કાર્યક્રમમાં ઘણી વિપક્ષી પાર્ટીઓએ વિરોધ કર્યો અને આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો. તામિલનાડુના અધીનમ સંતોએ આખા વિધિ-વિધાન સાથે અનુષ્ઠાન કરાવ્યું. પૂજામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા બેઠા હતા. ધાર્મિક અનુષ્ઠાન બાદ અધીનમ સંતોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સેંગોલ (રાજદંડ) સોંપ્યો, જેને નવા સંસદ ભવનમાં સ્થાપિત કરી દેવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 7:30 વાગ્યે નવા સંસદ ભવન પહોંચ્યા. તેઓ પારંપરિક પરિધાન ધોતી-કુર્તો અને અંગવસ્ત્ર ધારણ કરીને હતા. ગેટ નંબર-1થી સંસદ પરિસરની અંદર આવ્યા અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તેમનું સ્વાગત કર્યું. ત્યારબાદ તરત જ તેઓ અને લોકસભાના અધ્યક્ષ પૂજામાં બેસી ગયા. વડાપ્રધાન અને લોકસભાના અધ્યક્ષે નવા સંસદ ભવનના ઉદ્દઘાટન સમારોહના અવસર પર ભગવાનના આશીર્વાદ લેવા કર્ણાટકના શૃંગેરી માઠના પૂજારીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચારણ વચ્ચે ગણપતિ હોમાં અનુષ્ઠાન કર્યું.

વડાપ્રધાને સેંગોલને દંડવત પ્રણામ કર્યા અને હાથમાં પવિત્ર રાજદંડ લઈને તામિલનાડુના વિભિન્ન અધીનમોના પૂજારીઓના આશીર્વાદ લીધા. ત્યારબાદ નાદસ્વરમની ધૂનો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેંગોલને નવા સંસદ ભવન લઈને ગયા અને લોકસભાના રૂમમાં અધ્યક્ષના આસનની જમણી તરફ વિશેષ જગ્યાએ સ્થાપિત કર્યો. આ અવસર પર કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, અમિત શાહ, એસ. જયશંકર અને જિતેન્દ્ર સિંહ, ઘણા રાજ્યોના મુખ્યમંત્રી અને ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા ઉપસ્થિત રહ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા કેટલાક કર્મચારીઓને સન્માનિત પણ કયા. ત્યારબાદ ઘણા ધર્મના પ્રતિનિધિઓ દ્વારા સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું. આ સર્વધર્મ સભામાં હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી, સિખ, ઈસાઈ, મુસ્લિમ સહિત ઘણા ધર્મના પ્રતિનિધિઓએ પોત-પોતાની પાર્થનાઓ કરી. જૂનું સંસદ ભવન વર્ષ 1927માં બનીને તૈયાર થયું હતું અને હવે તે 96 વર્ષ જૂનું છે.

વર્ષોથી તે વર્તમાન સમયની આવશ્યકતા માટે અપર્યાપ્ત હોવાનું જાણવા મળ્યું હતું. કોંગ્રેસ નીત સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન સરકાર દરમિયાન પણ તાત્કાલિક લોકસભાના અધ્યક્ષ મીરા કુમારે નવા સંસદ ભવનની આવશ્યકતાઓ પર બળ આપ્યું હતું અને ત્યારની સરકારને આ દિશામાં પગલું ઉઠાવવાનો અનુરોધ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બર 2020ના રોજ નવા સંસદ ભવનની આધારશિલા રાખી હતી, નવા સંસદ ભવનમાં લોકસભાની રૂમમાં 888 સભ્ય અને રાજ્યસભા રૂમમાં 300 સભ્ય આરામથી બેસી શકે છે. બંને સદનોની સંયુક્ત બેઠક માટે લોકસભાની રૂમમાં 1280 સાંસદોને બેસાડી શકાય છે.

નવા સંસદ ભવનમાં ઉપયોગ કરાયેલી સામગ્રી આખા દેશમાંથી મંગાવવામાં આવી છે. સાગોના લાકડાં મહારાષ્ટ્રના નાગપુરથી મંગાવવામાં આવ્યા. જ્યારે લાલ અને સફેદ બલુઆ પથ્થર રાજસ્થાનના સરમથુરાથી લાવવામાં આવ્યા. કાલીન ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર અને ભદોહીથી આવ્યા છે .ત્રિપુરાના વાંસથી નવા સંસદ ભવનમાં લોકસભા અને રાજ્યસભાની રૂમમાં ફર્શ બન્યા છે અને રાજસ્થાનના પથ્થર નકશી સાથે, નવા સંસદ ભવન ભારતની વિવિધ સંસ્કૃતિને દર્શાવે છે. કેન્દ્ર સરકારે ઐતિહાસિક ઘટનાને ચિહ્નિત કરવા માટે 75 રૂપિયાના સ્મારક સિક્કાની જાહેરાત કરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp