26th January selfie contest

નિર્મલા સીતારમણ એમ શા માટે બોલ્યા-ડેટોલથી મોઢું સાફ કરી લો ભાઈ, કોંગ્રેસવાળાઓ

PC: twitter.com/nsitharaman

લોકસભામાં કોંગ્રેસ હાલના દિવસોમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણના નિશાના પર છે. તેમણે દેશની હાલની ખામીઓને લઈને કોંગ્રેસને જવાબદાર ઠેરવી છે. લોકસભામાં જ્યારે કોંગ્રેસે હાલની સરકારને ભ્રષ્ટાચાર પર ઘેરી તો નાણા મંત્રી નિર્મલા સીતારમણ ગુસ્સે ભરાઈ ગયા. તેમણે કહ્યું કે, ‘તમે ભ્રષ્ટાચાર પર બોલી રહ્યા છો, તમારે ડેટોલથી મોઢું ધોઈ લેવું જોઈએ.’ જેવું જ તેમણે આ નિવેદન આપ્યું, આખું સદન તાળીઓથી ગુંજી ઉઠ્યું. નિર્મલા સીતારમણે કોંગ્રેસ નેતાઓ પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘ભ્રષ્ટાચાર ઉપર તમે. ભ્રષ્ટાચાર પર તમે, ડેટોલથી મોઢું સાફ કરી લો ભાઈ, કોંગ્રેસવાળાઓ. ભ્રષ્ટાચાર પર તમે વાત કરી રહ્યા છો. શરમ કરો.’

નિર્મલા સીતારમણે કોંગ્રેસ પર જે પ્રકારે કટાક્ષ કર્યો, સાથે જ બીજા સાથી સાંસદ લોકસભામાં હસી પડ્યા. તેમનો આ અંદાજવાળો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ગુરૂવારનો છે. ઉલ્લેખનીય છે કે, UPA સરકારના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લાગ્યા છે. કોલ સ્કેમથી લઈને 2G સ્કેમ સુધી. કોંગ્રેસ ભ્રષ્ટાચારના આરોપોથી સતત 10 વર્ષ ઝઝૂમતી રહી છે. તેમણે જ્યારે કોંગ્રેસ પર કટાક્ષ કર્યો તો ખૂબ તાળીઓ વગાડવામાં આવી.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે પણ કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો. રાજ્યસભામાં બજેટ પર થયેલી ચર્ચાનો જવાબ આપતા નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, UPA સરકારે પેટ્રોલિયમ કંપનીઓને તેલની કિંમતો ન વધારવા પર થયેલા નુકસાનના બદલે તેલ બોન્ડ જાહેર કર્યા હતા. આ બોન્ડ સબસિડી હતી, જેની ચૂકવણી ભવિષ્યની સરકારો દ્વારા કરવાની હતી. કુલ મળીને 1.71 લાખ કકરોડ રૂપિયાની ચૂકવણી કરાઇ ચૂકી છે અને 1.7 લાખ કરોડ બાકી છે, જેની અંતિમ ચૂકવણી વર્ષ 2025-26માં કરવાની છે.

નિર્મલા સીતારમણે કહ્યું કે, તેમની સરકારે બેંકોનું પૂંજીકરણ કરવું પડ્યું કેમ કેસ તેમની ખાતાવહી, જીજાજી અને અન્ય મિત્રોને તેમની સાખની જાણકારી મેળવ્યા વિના લોન આપવાના નિર્દેશોથી નબળી થઈ ગઈ હતી. આજે આપણી બેંક પોતાના દમ પર ઊભી છે, તેઓ પોતાના હિસાબથી રકમ એકત્ર કરી શકે છે. જો મને તેના માટે પાપ શબ્દનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે. અમે પ્રાયશ્ચિત કરી રહ્યા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp