જે પુરુષોને થયો હતો કોરોના તેમના માટે આવ્યા ખરાબ સમાચાર!

PC: aajtak.in

ચીનમાં કોરોનાના ઝડપથી વધી રહેલા કેસ વચ્ચે ભારતમાં પણ તેના ફેલાવાની આશંકા છે. આ દરમિયાન, પટના, દિલ્હી અને આંધ્રના મંગલાગરીના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના અભ્યાસમાં, એવું સૂચવવામાં આવ્યું છે કે, કોવિડ-19 પુરુષોમાં શુક્રાણુઓની ગુણવત્તાને અસર કરે છે. આ અભ્યાસ વીર્ય પૃથ્થકરણ અને સ્પર્મ કાઉન્ટ ટેસ્ટ પર આધારિત હતો. આ અભ્યાસ ઓક્ટોબર 2020 થી એપ્રિલ 2021 દરમિયાન પટના AIIMSમાં કોરોનાની સારવાર લઈ રહેલા 19 થી 43 વર્ષની વય જૂથના લગભગ 30 પુરુષો પર કરવામાં આવ્યો હતો.

પ્રથમ ટેસ્ટ કોરોના સંક્રમણ પછી તરત જ કરવામાં આવ્યો હતો અને બીજો ટેસ્ટ ચેપના બે થી ત્રણ મહિના પછી કરવામાં આવ્યો હતો, જેમાં તમામ દર્દીઓના વીર્ય એકત્ર કરવામાં આવ્યું હતું. પ્રથમ નમૂનામાં, આ તમામ દર્દીઓના વીર્યની ગુણવત્તા ખૂબ જ નબળી હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે બીજા નમૂનાનું પરિણામ એનાથી પણ વધુ ખરાબ હતું.

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, 10 અઠવાડિયા પછી પણ 30 થી 40 ટકા પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઓછી હતી. જ્યારે, 40 ટકા પુરુષોમાંથી 10 ટકા પુરુષોમાં 10 અઠવાડિયા પછી પણ આ સમસ્યા જોવા મળી હતી. પટનાની AIIMS હોસ્પિટલમાં દાખલ કરાયેલા 33 ટકા દર્દીઓમાં, પ્રથમ સેમ્પલિંગ દરમિયાન, વીર્યનું પ્રમાણ સામાન્ય કરતા ઓછું જોવા મળ્યું હતું.

વીર્ય વિશ્લેષણમાં શુક્રાણુના ત્રણ મુખ્ય પરિબળો માપવામાં આવે છે, એટલે કે શુક્રાણુઓની સંખ્યા, શુક્રાણુનો આકાર અને શુક્રાણુની ગતિશીલતા.

ક્યુરિયસ જર્નલ ઑફ મેડિકલ સાયન્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં જણાવાયું છે કે, પ્રથમ વીર્યના નમૂના લેવામાં 30માંથી 40 ટકા (12) પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઓછી હોવાનું જણાયું હતું. જ્યારે બે થી અઢી મહિના પછી પણ ટેસ્ટમાં એ જાણવા મળ્યું કે 3 (10 ટકા) પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઓછી હતી. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, 30 માંથી 10 (33 ટકા) પુરૂષોના પ્રથમ વીર્ય નમૂનામાં વીર્યનું પ્રમાણ 1.5ml કરતા ઓછું હતું, જે સામાન્ય રીતે 1.5 થી 5ml હોવું જોઈએ.

આ સાથે, પ્રથમ વીર્ય સેમ્પલિંગમાં બહાર આવ્યું કે, અભ્યાસમાં ભાગ લેનારા 30 પુરુષોમાંથી 26ના વીર્યની જાડાઈ, 29માં વીર્યની સંખ્યા અને 22 પુરુષોના શુક્રાણુઓની હિલચાલ પર અસર જોવા મળી હતી. બીજા ટેસ્ટમાં સ્થિતિ સુધરી હતી, જોકે બીજા વીર્ય સેમ્પલિંગ દરમિયાન આ પરિમાણમાં સુધારો થયો હતો, પરંતુ સંશોધકોનું કહેવું છે કે, તે હજુ પણ સામાન્ય કરતાં ઘણું ઓછું છે.

આ અભ્યાસના વડા ડૉ. સતીશ P. દીપાંકરે સૂચવ્યું કે, સહાયિત પ્રજનન તકનીક (ART) ક્લિનિક્સ અને શુક્રાણુ બેંકોએ કોવિડ-19થી પીડિત પુરુષોના વીર્યનું મૂલ્યાંકન કરવું જોઈએ. જ્યાં સુધી વીર્યની ગુણવત્તા સામાન્ય ન થાય ત્યાં સુધી આ સંશોધન ચાલુ રાખવું જોઈએ.

સીડ્સ ઓફ ઈનોસન્સ IVF સેન્ટરના સ્થાપક ડો. ગૌરી અગ્રવાલે જણાવ્યું હતું કે, કોવિડ 19ને કારણે પુરુષોની પ્રજનન ક્ષમતામાં ઘટાડો થવા અંગે સમગ્ર વિશ્વમાં અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ સાથે આ તમામ અભ્યાસનો એક ડેટાબેઝ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ડૉ. અગ્રવાલે કહ્યું કે, તેઓ IVF પહેલાં પુરુષોના વીર્યની ગુણવત્તા તપાસવાની ભલામણ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp