બદ્રી-કેદાર જવાના હો તો એલર્ટ રહેજો, જુઓ Video

PC: twitter.com

ભારતમાં પહાડીય વિસ્તારોમાં ભારે વરસાદની વચ્ચે ઉત્તરાખંડમાં લેન્ડસ્લાઈડનું સિતમ હજુ પણ ચાલુ જ છે. ખરાબ વાતાવરણને લીધે ઘણી જગ્યાઓ પર સતત લેન્ડસ્લાઈડ જોવા મળી રહી છે. જાણકારી અનુસાર, 25 જુલાઈના રોજ બદ્રીનાથ નેશનલ હાઈવે પર લેન્ડસ્લાઈડની ઘટના સામે આવી છે. રસ્તા પર કાટમાળને પગલે હાઈવે બંધ કરવામાં આવ્યો છે.

ચમોલી પોલીસ અનુસાર, બદ્રીનાથ હાઈવે પર નંદપ્રયાગ અને પુરસારીની પાસે રસ્તાના કાટમાળને કારણે તેને બંધ કરવામાં આવ્યો છે. ચમોલી પોલીસે આ વિસ્તારનો એક વીડિયો પણ શેર કર્યો છે. જણાવીએ કે વરસાદને લીધે ઘણી જગ્યાઓ પર લેન્ડસ્લાઇડ જોવા મળી રહી છે. ચીડના લાંબા વૃક્ષો પહાડોની સાથે રસ્તાઓ પર ધસી આવ્યા છે. તેની સાથે જ લેન્ડસ્લાઇડનું કાટમાળ નીચે વહી રહેલી નદીમાં ધસી રહ્યું છે. તેને લીધે રસ્તો જ નહીં પણ નદીની ધારા પણ મુશ્કેલી આવી રહી છે.

યમનોત્રી નેશનલ હાઈવે બંધ

યમનોત્રી નેશનલ હાઈવે પહાડો પરથી પડેલા કાટમાળને લીધે પાછલા 4 દિવસોથી બંધ છે. જે હજુ સુધી ખોલી શકાય એમ નથી. સતત પડી રહેલા વરસાદને કારણે ઉત્તરાખંડમાં 300થી વધારે રસ્તાઓ બંધ છે. જેને ખોલવા માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં PMGSYને તૈનાત કરવામાં આવ્યા છે. રસ્તાઓ ખોલવામાં તો આવી રહ્યા છે પણ વરસાદને લીધે ફરીથી બંધ કરવામાં આવી રહ્યા છે. જેને કારણે મુસાફરોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

તીર્થ યાત્રાઓ પર પણ અસર

આ પહેલા ડાબરકોટના પહાડોથી પડેલા પથ્થરોની તસવીરો સામે આવી હતી. પહાડો પરથી પડી રહેલા આ પથ્થરોની અસર તીર્થ યાત્રીઓ પર પણ પડી રહી છે. તીર્થ યાત્રીઓના વાહનોને સુરક્ષિત સ્થાનો પર રોકવામાં આવી રહ્યા છે. પાછલા દિવસોમાં આ પથ્થરો પડવાને કારણે એક પોલીસ કર્મીનું મોત થયું હતું.

હવામાન વિભાગે ફરી એકવાર વરસાદ પડવાની આગાહી આપી છે. ઉત્તરાખંડના મોટા ભાગના વિસ્તારોમાં આવનારા 5 દિવસો સુધી ભારે વરસાદનું એલર્ટ છે. ઉત્તરાખંડના બધા વિસ્તારોમાં 30 જુલાઈ સુધી વરસાદનું ગ્રહણ રહેશે.

દેહરાદૂનના બધા વિસ્તારોમાં 28 જુલાઈ સુધી સામાન્ય વરસાદ પડી શકે છે. આ દરમિયાન મહત્તમ તાપમાન 30 થી 34ની વચ્ચે રહેશે તો ન્યૂનતમ તાપમાન 23 થી 24ની વચ્ચે રહી શકે છે. ચમોલીમાં આ તાપમાન 20 થી 21 ડિગ્રીની વચ્ચે નોંધવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp