26th January selfie contest

ફરી એરવાર મથુરા વિવાદ છેડાયો, દેવકી નંદન અને બાગેશ્વર બાબાએ આંદોલનની જાહેરાત કરી

PC: naidunia.com

ફરી એકવાર મથુરા વિવાદનો મધપુડો છંછેડાયો છે અને બે બાબાઓએ કથાના મંચ પરથી આંદોલન કરવાની જાહેરાત કરી છે. કથાકાર અને આધ્યાત્મિક ગુરુ દેવકી નંદન ઠાકુરની કથા ભોપાલમાં કથા ચાલી રહી છે અને સમાપનના દિવસે દેવકી નંદને જાહેરાત કરી કે કૃષ્ણ જન્મ જમીન મૂક્તિ માટે એક આંદોલન કરવામાં આવશે. કથા સમાપનના દિવસે મંચ પર હાજર રહેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ પણ દેવકી નંદનની વાતને સમર્થન આપ્યું અને સાથે સાથે આંદોલનમાં જોડાવવા લોકોને આહવાન પણ કર્યું.

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં દેવકી નંદન ઠાકુરની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને કથાના સમાપનના દિવસે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, પ્રદેશ અધ્યક્ષ બી ડી શર્મા અને RSSના નેતાઓ મંચ પર હાજર રહ્યા હતા. આ દરમિયાન દેવકી નંદને મંચ પરથી મથુરામાં કૃષ્ણ જન્મ ભૂમિની મૂક્તિ માટે આંદોલનનની જાહેરાત કરી. તેમણે કહ્યું કે જો 100 કરોડ હિંદુઓ એક સાથે ભેગા થઇ જાય તો અત્યારે જે રીતે રામ મંદિર બની રહ્યું છે એ રીતે કાશી પણ બનશે અને મથુરા પણ મૂક્ત થશે.

દેવકીનંદન ઠાકુર પછી બાબા બાગેશ્વર સ્ટેજ પર આવ્યા અને કથામાં હાજર હજારો ભક્તોને કહ્યું, મારા મોટા ભાઈ દેવકીનંદને સંકેત આપ્યો છે અને કહ્યું છે કે અયોધ્યા માત્ર એક ઝાંખી હતી, મથુરા-કાશી હજુ બાકી છે. ભાઇએ આજે સંકલ્પ કર્યો છે કે તેઓ ટુંક સમયમાં મથુરામાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ માટે જાગૃતિ યાત્રા કાઢશે. હું એ જ પ્રાથર્ના કરુ છુ કે જેટલા પણ ભારત વર્ષના ઠાકુરના અનુયાયી છે, તેમને મારે કહેવું છે કે, આ કામ માત્ર દેવકી નંદનનું જ નથી, આ આખી દુનિયામાં વસેલા કૃષ્ણ ઉપાસકોનું પણ છે. હું દેશ વિદેશમાં વસતા ભક્તોને અપીલ કરુ છુ કે દેવકી નંદનની જાગૃતિ યાત્રાને સાથ આપજો.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ આગળ કહ્યુ કે, હું પોતે તો તન મન અને ધનથી તેમની સાથે જોડાયેલા જ છું. પરંતુ જે સાથ નહીં આપશે તેની ઠાઠડી બંધાશે. તેમણે કહ્યુ કે, જે રામ ભગવાનના છે, જે કૃષ્ણ ભગવાનના છે, એ લોકો દેવકી નંદનની સાથે રહેશે, જેમનામાં બનાવટ હશે તે દેવકી નંદનની સાથે નહીં હોય. જેમનામાં પહેલે જ વારસાગત મુશ્કેલી હોય તો અમે તો તેમને બદલી શકીએ નહી, હું તો એમ કહુ છુ કે જેના લોહીમાં બનાવટ છે તેમની ઠાઠડી બંધાશે.

બાગેશ્વર બાબાએ આગળ કહ્યુ કે કોઇ મોંઢુ ચલાવશે તો ઠાઠડી કોણ બાંધશે, જે વિરોધ કરશે તો ઠાઠડી કોણ બાંધશે, જે સંતોનો વિરોધ કરશે તો ઠાઠડી કોણ બાંધશે, જે વારંવાર નીચા જોવાપણાનું કામ કરે છે તો ઠાઠડી કોણ બાંધશે.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કથામાં ઉપસ્થિત શ્રોતોઓને કહ્યું કે, આજે એક વચન આપો કે હિંદુ રાષ્ટ્રની સાથે સાથે એક માળા મથુરામાં ભગવાન કૃષ્ણના મંદિર બનાવવા માટે પણ કરશો.

રાજસ્થાનના ઉદયપુરમાં દેવકીનંદનની હાજરીમાં બાબા બાગેશ્વરે કુંભલગઢના કિલ્લામાં ભગવા ધ્વજને લઈને આપેલા નિવેદનને કારણે બંને વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. જે બાદ પહેલીવાર એવું બન્યું કે દેવકીનંદન ઠાકુર અને બાબા બાગેશ્વર મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક જ મંચ પર હાજર રહ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp