ધીરેન્દ્ર શાસ્ત્રી બોલ્યા- ન હું સંત છું, ન કોઇ સમસ્યા દૂર કરવાનો દાવો કરું છું

બાગેશ્વર ધામ સરકારના નામથી જાણીતા કથાવાંચક આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના ઉપર લાગી રહેલા આરોપો પર સફાઇ આપી છે. તેમણે કહ્યું કે, અમે અંધવિશ્વાસ ફેલાવી રહ્યા નથી, અમે એ વાતનો દાવો કરતા નથી કે અમે કોઇ સમસ્યા દૂર કરી રહ્યા છીએ. મેં ક્યારેય કહ્યું નથી કે હું ભગવાન છું. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, અનુચ્છેદ-25 હેઠળ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે અને એ હેઠળ તેઓ ધર્મ પ્રસાર કરે છે. ત્યારબાદ કથાવાંચક ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગુસ્સે થતા કહ્યું કે હું સંવિધાનને માનનારો વ્યક્તિ છું.

જો હનુમાન ભક્તિ કરવાનું ગુનો છે તો બધા હનુમાન ભક્તો પર FIR થવી જોઇએ, પછી વિચારી લો આ લોકો તમારો ચહેરો કેવી રીતે લાલ કરે છે. ધીરેન્દ્ર શાસ્ત્રી પર આરોપ લગતા રહે છે કે તેઓ સંત થઇને અભદ્ર ભાષા બોલે છે. તેના પર તેમણે કહ્યું કે, તેઓ સંત નથી તો પછી અભદ્રતા કેવી? અમારું ડિક્લેમર છે કે અમે કોઇ સંત નથી. ઉલ્લેખનીય છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી મધ્ય પ્રદેશના છતરપુરમાં બાગેશ્વર ધામમાં કથા વાંચન કરે છે. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં તેમનો પ્રભાવ છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીની નાગપુરમાં શ્રીરામ ચરિત્ર-ચર્ચાનું આયોજન થયું હતું. અંધશ્રદ્ધા ઉન્મૂલન સમિતિએ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર જાદુ-ટોણાં અને અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. સમિતિના અધ્યક્ષ શ્યામ માનવે કહ્યું હતું કે, ‘દિવ્ય દરબાદ’ અને ‘પ્રેત દરબાર’ની આડમાં જાદુ-ટોણાંને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દેવ ધર્મના નામ પર સામાન્ય લોકોને લૂંટવા, છેતરપિંડી અને શોષણ પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ દાવો કર્યો કે, અંધ શ્રદ્ધા ઉન્મૂલન સમિતિના કારણે 2 દિવસ અગાઉ જ એટલે કે 11 જાન્યુઆરીના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા સંપન્ન થઇ ગઇ.

કહેવામાં આવ્યું કે જ્યારે સમિતિએ પોલીસને ફરિયાદ કરી તો શાસ્ત્રી ભાગી નીકળ્યા. સમિતિએ કહ્યું કે, બાબાના સમર્થકોને એ વાતની જાણકારી મળી ગઇ કે મહારાષ્ટ્રમાં જે અંધશ્રદ્ધા વિરોધી કાયદો છે તેમાં ધરપકડ થઇ તો જામીન નહીં મળે, એટલે બાબાએ પહેલા જ પેકઅપ કરી લીધું. લગભગ એક અઠવાડિયા સુધી મૌન સાધી રાખ્યા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેના પર કહ્યું કે, હજુ નાગપુરથી ભાગ્યો નથી. તે એકદમ ખોટી વાત છે. અમે પહેલા જ કહી દીધું હતું કે 7 દિવસનો જ કાર્યક્રમ હશે. ત્યારબાદ તેમણે કહ્યું કે, મેં દિવ્ય દરબાર લગાવ્યો હતો, ત્યારે ફરિયાદ લઇને કેમ ના આવ્યા? આ નાની માનસિકતાના લોકો છે, હિન્દુ સનાતન વિરોધી છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.