બાગેશ્વર ધામ આવેલી 10 વર્ષની છોકરીનું મોત, પરિવારે કહ્યું- ખેંચની બીમારી હતી...

PC: aajtak.in

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે આવેલી 10 વર્ષની છોકરીનું રવિવારે મોત થઈ ગયું છે. રાજસ્થાનના બાડમેરનો પરિવાર ખેંચની બીમારીની સારવાર કરાવવા માટે છોકરીને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પાસે લાવ્યો હતો. પરિવારના જણાવ્યા મુજબ, ધીરેન્દ્ર શાસ્ત્રીએ છોકરીને ભભૂતિ આપી દીધી, પરંતુ તેનો જીવ બચાવી શક્યા નહીં. ત્યારબાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે તેઓ છોકરીને લઇને જતા રહે. આ અંગે એક અખબારના રિપોર્ટરે ધીરેન્દ્ર શાસ્ત્રીના નજીકના વ્યક્તિ નિતેન્દ્ર ચૌબે સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમણે ફોન ન ઉપાડ્યો.

રિપોર્ટ્સ 10 વર્ષની છોકરીનું નામ વિષ્ણુકુમારી હતી. તે તેની માતા ધમ્મુદેવી અને મામી ગુડ્ડી સાથે બાડમેરથી બાગેશ્વર ધામ પોહોંચી હતી. પરિવારે જણાવ્યું કે, તેને ખેંચ આવવીની બીમારી હતી. અમે અહીંના ચમત્કાર વિશે સાંભળ્યું ત્યારે દીકરીને અહીં લઇને આવ્યા હતા, પરંતુ અહીં આવવાથી તેનું મોત થઈ ગયું. બાગેશ્વર ધામમાં અઠવાડિયા પહેલાં કિડનીની બીમારીની સારવાર કરાવવા આવેલી મહિલાનું પણ મોત થઈ ગયું હતું. પરિવારના લોકોએ કહ્યું- શનિવારે આખી રાત છોકરી જાગતી રહી.

તે દરમિયાન પણ તેને ખેંચ આવી હતી. રવિવારે બપોરે તેણે આંખ બંધ કરી ત્યારે અમને લાગ્યું કે તેને ઊંઘ આવી ગઈ, પરંતુ શરીરમાં કોઈ હલનચલન ન થયું, તો અમને શંકા ગઈ. તે પછી અમે તેને હૉસ્પિટલ લઇને પહોંચ્યા ત્યારે ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કરી દીધી. છોકરીની મામી ગુડ્ડીના જણાવ્યા પ્રમાણે, 17 ફેબ્રુઆરી એટલે શનિવારે છોકરીની તબિયત વધારે ખરાબ થઈ ત્યારે તેને બાબા પાસે લઇને આવ્યાં હતા.

બાબાએ તેને ભભૂતિ આપી, પરંતુ તે બચી ન શકી. અમને એવું કહેવામાં આવ્યું કે, છોકરી શાંત થઈ ગઈ છે, હવે તમે તેને અહીંથી લઇને જાવ. છોકરીના મોત બાદ પરિવારના લોકોને હૉસ્પિટલમાંથી સરકારી એમ્બ્યુલન્સ પણ ન મળી, ત્યારે તેમણે સાડા 11 હજાર રૂપિયા આપીને પ્રાઇવેટ એમ્બ્યુલન્સ હાયર કરી અને શબને બાડમેર લઇ ગયા. પ્રાઇવેટ એમ્બ્યુલન્સ સુધી શબ લઇ જવા માટે સ્ટ્રેચર પણ મળ્યું નહીં.

તે પછી છોકરીની મામીએ તેનું શબ ઉપાડ્યું અને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યું. થોડા દિવસ અગાઉ બિહારના દરભંગા જિલ્લાથી બાગેશ્વર ધામના દર્શન કરવા માટે નીકળેલા એક વ્યક્તિ ગુમ થઈ ગયો હતો. તેનું નામ લલન કુમાર છે જે વ્યવસાયે એક સરકારી શિક્ષક છે. પરિવારજનોને અત્યાર સુધી તેની બાબતે કોઈ પુરાવા મળ્યા નથી. દરભંગા પોલીસ અને MP પોલીસ શિક્ષકની શોધખોળ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp