બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ જાણો કોની માગી માફી

બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ સંત તુકારામ પર આપેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને માફી માંગી લીધી છે. તેમણે કહ્યું કે, તેમના નિવેદનથી જો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી છે તો તેઓ માફી માંગે છે. તેમની માફીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ એક નિવેદનમાં કહ્યું હતું કે સંત તુકારામની પત્ની દરરોજ તેમને લાકડીથી મારતી હતી.

31 જાન્યુઆરીના વીડિયોમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને એ કહેતા સાંભળી શકાય છે કે, 'સંત તુકારામ એક મહાન સંત હતા અને તેઓ અમારા આદર્શ છે. મેં એક દિવસ કથા સંભળાવતી વખતે તેમની પત્નીને લઈને ભાવ પ્રગટ કર્યા હતા કે તેઓ વિચિત્ર સ્વભાવના હતા.'

તેમણે કહ્યું હતું કે, 'શેરડી વાળી વાત મેં વાંચી હતી. મેં એક પુસ્તકમાં સંત તુકારામ વિશે વાંચ્યું હતું કે, તેમની પત્ની તેમને શેરડી લેવા માટે મોકલતી હતી અને શેરડી લાવ્યા પછી એ જ શેરડીથી તેમને મારતી હતી. આ વાતને મેં મારા ભાવથી સમજાવી હતી. જો મારા શબ્દોથી કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું તેમની પાસે હાથ જોડીને માફી માંગુ છું. સાથે જ સંત તુકારામ માટે કહેવામાં આવેલા મારા શબ્દો પણ પાછા લઉં છું.

સંત તુકારામને લઈને શું બોલ્યા હતા ધીરેન્દ્ર શાસ્ત્રી?

બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ છવાઈ જાય છે. લાખોની સંખ્યામાં તેમના વીડિયોને વ્યુઝ મળે છે. તેમનો આવો જ એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો, જેમાં તેઓ સંત તુકારામને લઈને વિવાદાસ્પદ વાત કહેતા જોવા મળ્યા હતા. 17મી સદીના સંત તુકારામ પર નિવેદન આપતા તેમણે કહ્યું હતું કે તેમની પત્ની તેમને રોજ લાકડીથી મારતી હતી. તેમની આ વાત પર જ વિવાદ થઈ ગયો, જે બાદ તેમણે માફી માંગવી પડી.

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ગઢા ગામમાં આવેલા બાગેશ્વર ધામના પ્રમુખ છે. હાલમાં જ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સામે અંધવિશ્વાસુ પ્રવૃતિઓને વધારો આપવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો હતો, જે બાદ પોલીસે તપાસ કરીને શાસ્ત્રીને 'ક્લીન ચિટ' આપી દીધી હતી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.