ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની ઉપસ્થિતિમાં લગભગ 95 લોકોની ઘર વાપસી, પહેલા હતા ઈસાઈ

PC: navbharattimes.indiatimes.com

બાગેશ્વર ધમના પિઠાધિશ્વસ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મોટા ભાગે પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. આ વખત તેઓ એટલે ચર્ચામાં છે કેમ કે સાગરમાં તેમની ભાગવત કથા દરમિયાન લગભગ 95 લોકોએ ધર્મ પરિવર્તન કર્યું. આ લોકોએ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પાસેથી આશીર્વાદ લઈને ઘર વાપસી કરી છે અને તેમનું કહેવું છે કે, તેમણે લાલચના કારણે ઈસાઈ ધર્મ અપનાવી લીધો હતો અને હવે ભાગવત કથા સાંભળીને ફરીથી સનાતન ધર્મમાં આવી ગયા છે.

ઈસાઈ ધર્મમાંથી વાપસી કરનારા લોકો પર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે, સનાતન ધર્મથી વિમુખ થયેલા લોકોની ઘર વાપસીનું અભિયાન ચાલુ રહેશે. જ્યાં સુધી જીવું છું, અભિયાન ચાલતું રહેશે. ઉલ્લેખનીય છે કે વરસાદ બાદ પણ સાગરના બહેરિયામાં ચાલી રહેલી ભાગવત કથાના છેલ્લા દિવસે હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા.

હાલમાં જ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એ સમયે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમને હૈહય વંશી ક્ષત્રિય સમાજના આરાધ્ય દેવ રાજરાજેશ્વર સહસ્ત્રબાહુ મહારાજ પર ટિપ્પણી કરી હતી. તેને લઈને હૈહય વંશી સમાજ મધ્ય પ્રદેશથી લઈને છત્તીસગઢ સુધી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી રહ્યો હતો. પરશુરામ જયંતીના અવસર પર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પોતાના ભક્તો સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાયા હતા અને તમામ પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ભગવાન પરશુરામ બાબતે બતાવવાનું શરૂ કર્યું અને કહ્યું કે, આ ક્ષત્રિય આચરણથી પ્રગટ ક્યાંથી થઈ જાય છે તેના પર થોડીક ચર્ચા કરીએ.

સહસ્ત્રબાહૂ જે વંશથી હતા, એ વંશનું નામ હૈહય વંશ છે. હૈહય વંશના વિનાશ માટે ભગવાન પરશુરામે ફરસો પોતાના હાથમાં ઉઠાવ્યો હતો. હૈહય વંશનો રાજા ખૂબ જ કુકર્મી, સાધુઓ પર અત્યાચાર કરનારો હતો. બાબા બાગેશ્વરનું આ જ નિવેદન આખા દેશમાં હૈહય વંશ સમાજને પસંદ ન આવ્યો. મધ્ય પ્રદેશના સિકેરમાં હૈહય વંશ સમાજે કોતવાલી પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી અને ચેતવણી આપી કે જો ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી માફી નહીં માગે તો આખા દેશમાં FIR કરાવવામાં આવશે. આ અગાઉ તેઓ શિરડી સાંઈ બાબાને લઈને પણ વિવાદિત નિવેદન આપી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે સાંઈ બાબા સંત હોય શકે છે, ફકીર હોય શકે છે, પરંતુ ભગવાન નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp