નાના ભાઇ પર કેસ નોંધાયા પછી ધીરેન્દ્ર શાસ્ત્રીએ મૌન તોડ્યું, કહ્યું- જે કરે તે..

PC: thelallantop.com

જાણીતા કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રીના નાના ભાઇ શાલીગ્રામ ગર્ગનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ભીડની વચ્ચે તે પિસ્તોલથી એવી રીતે બેફામ ફાયરીંગ કરે છે, જાણે કાયદા કે પોલીસને તેનો કોઇ ડર નહીં હોય, સદનસીબે કોઇ જાનહાની થઇ નથી. હજુ થોડા દિવસ પહેલાં જ એક દલિતના લગ્નમાં પિસ્તોલ સાથે પહોંચેલા શાલીગ્રામે પરિવારને ધમકી આપી હતી અને તોડફોડ કરી હતી. તે સિગારેટ પી રહ્યો હોવોનો પણ વીડિયો વાયરલ થયો હતો. આ કેસમાં પોલીસે  શાલીગ્રામ સામે ગુનો દાખલ કર્યો છે. સોશિયલ મીડિયા પર શાલીગ્રામની ચર્ચા વધી જતા મોટાભાઇ ધીરેન્દ્ર શાસ્ત્રીએ હવે મૌન તોડ્યું છે.

પોલીસે મધ્યપ્રદેશના છતરપુરમાં બાગેશ્વર ધામના મહારાજ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના સગા નાના ભાઈ શાલીગ્રામ ગર્ગ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. વાયરલ વીડિયોના આધારે બમિથા પોલીસ સ્ટેશન દ્વારા આ કેસ નોંધવામાં આવ્યો છે. કહેવાય છે કે 11 ફેબ્રુઆરીના રોજ બાગેશ્વર ધામ ગઢામાં લગ્ન સમારંભ દરમિયાન એક યુવકે મારામારી કરતા હોબાળો મચાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોવામાં આવ્યું હતું કે એ યુવાન શાલિગ્રામ ગર્ગ છે, જે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો ભાઈ છે, જેના હાથમાં પિસ્તોલ છે અને તે લોકોને ધમકાવતો જોવા મળે છે. વિડિયોની સત્યતાની તપાસ કરવામાં આવી હતી, જે બાદ પોલીસે ફરિયાદી દ્વારા નોંધાયેલી ફરિયાદની નોંધ લીધી હતી. આ પછી મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ શાલિગ્રામ ગર્ગ સામે IPCની કલમ 294, 323, 506, 427 અને SC-ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. હવે પોલીસ આ કેસની તપાસ  કરી રહી છે.

પોતાના નાના ભાઇનો વીડિયો વાયરલ થયા પછી ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે હમણાં સોશિયલ મીડિયાના માધ્યમથી શાલીગ્રામનો વિષય અમારા ધ્યાન પર આવ્યો છે. તેમણે કહ્યુ કે અમે ખોટાની સાથે નથી. કાનૂન નિષ્પક્ષતા અને પારદર્શિતા સાથે એની તપાસ કરે.ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે બધા વિષયોને અમારી સાથે જોડી દેવા યોગ્ય નથી. તેમણે કહ્યું કે અમે સનાતન, હિંદુત્વ અને બાલાજી સેવામાં વ્યસ્ત છીએ. એટલે મહેરબાની કરીને બધા વિષયને અમારી સાથે ન જોડી દો. આ દેશમાં બંધારણ છે. જે જેવું કરશે તેવું ભરશે.

મહાશિવરાત્રીના દિવસે ધીરેન્દ્ર શાસ્ત્રીએ બાગેશ્વરધામમાં 121 યુગલોના લગ્ન કરાવ્યા હતા. સમૂહ લગ્નના આ કાર્યક્રમમાં સાધુ-સંતો અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિતના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp