26th January selfie contest

ધીરેન્દ્ર શાસ્ત્રી બોલ્યા- સામે આવો તો એટલું જ પૂછજો જેટલું સાંભળી શકો, પછી..

PC: siasat.com

મધ્ય પ્રદેશના સાગરમાં દિવ્ય દરબારથી બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના વિરોધીઓને પડકાર આપી દીધો છે. તેમણે કહ્યું અમે પોતાના ગુરુજીના પ્રતાપ અને બાલાજી સરકારના બળ પર પ્રણ લઈને કહીએ છીએ કે કોઈ પણ ધર્મ કે પંથનો વ્યક્તિ આવીને અમારો સામનો કરી લે. અમે લલકારીને તેમને બોલાવી રહ્યા છીએ. ચમત્કાર દેખાડનારા લોકોને અમે પકડીશું પણ નહીં અને ભીના કરી દઇશું. એટલે અમારી પ્રાર્થના છે કે, અમારી સામે આવો તો એટલું જ પૂછજો જેટલું સાંભળી શકો, પછી ન કહેતા કે ગુરૂજીએ અમારી પોલ ખોલી દીધી.

સાગરના જૈસીનગરમાં બાગેશ્વર ધામના પિઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી હનુમાન કથા કરી રહ્યા છે. બીજા દિવસે કથા શરૂ થવા અગાઉ દિવ્ય દરબાર લગાવવામાં આવ્યો હતો. અહી મંચ પરથી અરજીઓ સ્વીકાર કરવા અગાઉ તેમણે કહ્યું હતું કે વિધર્મી તાકતો રોજબરોજ વધી રહી છે. વ્યક્તિ થોડો ભણી લે છે તો તેને લાગે છે કે ભગવાન નથી. તે મહાત્માને પાખંડી માને છે. વિચારે છે કે ધર્મમાં ધંધો થાય છે. અમારી પાસે તો કોઈ તાકત નથી, પરંતુ જે ગુરુનો પ્રતાપ અને પ્રસાદ મળ્યો છે તેનું પ્રણ લઈને કહીએ છીએ કે સવાતતા ધર્મના સંતોને છોડીને કોઈ પણ ધર્મના વ્યક્તિ આમારો સામનો કરી લે.

તેમણે કહ્યું કે, અમે લલકારીને તેમને સામે બોલાવીએ છીએ. અમે એક પણ વ્યક્તિને પકડીએ નહીં, તો 25ને કરંટ લાગી જશે. મોઢું દેખાડવા લાયક નહીં છોડીએ. અમને પોતાના બાલાજી પર અને સંન્યાસી બાબા પર ભરોસો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈને ઘણા લોકો અને સંસ્થાઓ પ્રહાર કરી ચૂકી છે. હાલમાં જ સુરતના એક હીરાના વેપારીએ ધીરેન્દ્ર શાસ્ત્રીએને પેકેટમાં રાખેલા હીરાની સંખ્યા બતાવવાનો પડકાર આપ્યો હતો. જો કે ત્યારબાદ તેણે એક ચિઠ્ઠી જાહેર કરીને મામલાને સમાપ્ત કરવાની વાત કહી.

સુરતના હીરાના વેપારી જનક બાવરિયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો હતો. તેમાં તેણે કહ્યું હતું કે, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત આવી રહ્યા છે. તેમનો પહેલો કાર્યક્રમ સુરતના લિંબાયત વિસ્તારમાં છે જ્યાં તેઓ તેમને મળવા માગે છે. જો તેઓ દિવ્ય દરબારમાં બધા સામે બતાવી દેશે કે તેમના હાથમાં રાખેલા પેકેટમાં કેટલા હીરા છે તો તેઓ તેમની દિવ્ય શક્તિ સ્વીકારી લેશે. સાથે જ તેમના ચરણોમાં 2 કરોડના હીરા અર્પિત કરી દઇશ.

આ ચેલેન્જ બાદ જનક ચર્ચામાં આવી ગયો હતો. તે સતત મીડિયા સાથે વાત કરીને પોતાના ચેલેન્જને ડબલ કરી રહ્યો હતો. જો કે, હવે હીરાના વેપારીએ એક ચિઠ્ઠી બહાર પાડી છે. તેણે અંદર લખ્યું કે, તેણે ધીરેન્દ્ર શાસ્ત્રીને જે ચેલેન્જ આપ્યું હતું તેને લઈને ખૂબ વિવાદ થઈ ગયો હતો. ગુજરાતમાં શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બાબતે લોકો વચ્ચે વિવાદ શરૂ થયો. તેને લઈને તે માનસિક અત્યાચાર સહી રહ્યો હતો. એવામાં હવે તે આ મામલાને થાળે પાડવા માગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp