ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઇએ મોંઢામા સિગરેટ, હાથમાં બંદૂક સાથે લગ્નમાં કર્યો હંગામો

PC: dnaindia.com

છેલ્લાં કેટલાંક સમયથી ચમત્કાર અને હિંદુ તરફી વાતો કરીને ચર્ચાં રહેતા મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના નાના ભાઇના કરતૂત સામે આવ્યા છે. આખા ગામને ધાર્મિક કથા કહીને શિખામણ આપતા ધીરેન્દ્ર શાસ્ત્રીનો નાનો ભાઇ મોંઢામાં સિગારેટ અને હાથમાં બંદૂક સાથેની તસ્વીર સામે આવી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઇએ એક લગ્ન સમારંભમાં હંગામો મચાવ્યો હતો.

બાગેશ્વરધામના આચાર્ય પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના નાના ભાઇનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં બાગેશ્વર ધામ સરકારના નાના ભાઇના હાથમાં બંદૂક અને મોંઢામાં સિગારેટ સાથે દલિતો સાથે મારપીટ કરી રહ્યો છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, વાયરલ વીડિયો છતરપુર જિલ્લાના ગારહા ગામનો છે. અહીં દલિતોના લગ્ન સમારોહમાં પહોંચેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ભાઈઓએ ગાળો બોલતાં મારપીટ શરૂ કરી દીધી હતી. તેણે દલિત પરિવારના સભ્યને બંદૂક વડે ધમકી આપી રહ્યા છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો નાના ભાઈ હંમેશા બાગેશ્વર ધામ સરકારના કથા પ્રવચન દરમિયાન દેખાતો હોય છે. આ વીડિયો 11 ફેબ્રુઆરી દિવસનો ગઢા ગામનો છે. અહીં આહિરવાર સમાજના એક પરિવારમાં લગ્ન હતા. આ દરમિયાન પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના નાના ભાઈ સૌરવ ગર્ગ ઉર્ફે શાલિગ્રામ ગર્ગ લગ્નમાં પહોંચ્યો હતો.આ દરમિયાન તેણે અહીં ભારે હંગામો મચાવ્યો હતો.

સિગારેટ પીને શાલીગ્રામ ગર્ગ ગાળો આપે છે અને એક યુવકને મારપીટ કરતો પણ નજરે પડે છે.  એક યુવક બચાવવાની કોશિ કરે છે તો ધીરેન્દ્ર શાસ્ત્રીનો ભાઇ બંદૂક કાઢીને જાનથી મારી નાંખવાની ધમકી આપે છે. લગ્નમાં હાજર લોકો તમાશો જોતા રહે છે. રામ અસરે અહિરવારે શનિવારે ફેસબુક પર બાગેશ્વર સરકાર ધામના ભાઈનો વીડિયો અને ફોટો પોસ્ટ કર્યો છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીનો ભાઇ એટલા માટે નારાજ થયો હતો કારણકે, અહીરવાર પરિવારે બાગેશ્વર ધામમાં આયોજિત સમૂલ લગ્નમાં લગ્ન કરવાનો ઇન્કાર કર્યો હતો. બાગેશ્વર ધામમાં મહાશિવરાત્રીના દિવસે 121 ગરીબ કન્યાઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષી વી ડી શર્મા હાજર રહ્યા હતા. લગ્નનો તમામ ખર્ચ બાગેશ્વર ધામે ઉઠાવ્યો હતો.

નો ડાઉટ, બાગેશ્વર ધામની આ કામગીરી સરાહનીય છે કે 121 ગરીબ કન્યાના લગ્નનો ખર્ચ ઉઠાવ્યો છે, પરંતું તેનો મતલબ એ નથી કે કોઇ ઇન્કાર કરે તો દાદાગીરી અને ગુંડાગર્દી પર ઉતરી આવવાનું. ધીરેન્દ્ર શાસ્ત્રી ડાહી ડાહી વાતો કરે છે અને તેનો ભાઇ ગુંડાગર્દી કરે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp