શેરીના શ્વાન ટોમીનું અવસાન થયું તો આખું ગામ દુખી, તેરમું, ભંડારો અને હવન થયા

PC: uptak.in

આપણા દેશમાં કોઇના મૃત્યુ પછી મરનારની આત્માની શાંતિ માટે તેરમાંની વિધી અને બ્રહ્મભોજન કરાવવાનું સામાન્ય બાબત છે, પરંતુ ઉત્તર પ્રદેશના બાગપતથી એવા સમાચાર સામે આવ્યા છે કે એક શ્વાનના મોતને કારણે આખું ગામ દુખી થઇ ગયું છે અને શ્વાનના આત્માની શાંતિ માટે તેરમાની વિધી, ભંડારો અને હવન રાખવામાં આવ્યા. શ્વાનનું નામ ટોમી હતું અને તે આખા ગામનો પ્યારો હતો.

શ્વાન પ્રેમનો આ અનોખો કિસ્સો બાગપતના બિજરોલ ગામથી સામે આવ્યો છે. આ ગામની શેરીમાં એક સ્ટ્રીટ ડોગ રહેતો હતો, જેનું નામ ગામના લોકોએ ટોમી રાખ્યું હતું, ઘણા લોકો એ શ્વાનને મુન્નો કહીને પણ બોલાવતા હતા.ટોમીના આખા ગામના લોકો પ્રેમ કરતા અને બધા તેને વ્હાલથી રમાડતા હતા. ગામના લોકોનું કહેવું છે કે ટોમીનો જન્મ થયો ત્યારથી તે અનાથ થઇ ગયો હતો.એટલે ગામના લોકોએ ભેગા થઇને તેને પાળ્યો હતો.

ટોમી ઉર્ફે મુન્ના આખી શેરીનો પ્રિય હતો અને તે આખા વિસ્તારની સુરક્ષા કરતો હતો.ગત 6 ઓગસ્ટે,12 વર્ષની વયે ટોમીનું અવસાન થયું હતું. ગામના લોકો માટે આ વસમો આઘાત હતો, કારણ કે આ નિદોર્ષ શ્વાન બધા સાથે આત્મીયતાથી ભળી ગયો હતો.ટોમીના મૃત્યુ પછી, ગ્રામજનોએ તેના આત્માની શાંતિ માટે અંતિમ સંસ્કારની તમામ વિધી કરી હતી.આ ક્રમમાં તેરમાની વિધીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત હવન અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આખા ગામના લોકો જોડાયા હતા. ગામના લોકોએ કહ્યું કે ટોમી એટલો વફાદાર અને સારો શ્વાન હતો કે આખું ગામ હજુ તેને યાદ કરીને દુખી છે.

બધા પ્રાણીઓમાં શ્વાન સૌથી વફાદાર માનવામાં આવે છે. જે ઘરમાં શ્વાનને પાળવામાં આવ્યો હોય અથવા જે શેરીમાં શ્વાન ફરતો હોય ત્યાં તેની પુરી વફાદારી જોવા મળતી હોય છે. ઘણા ફેમીલી એવા જોયા છે કે શ્વાનને એક બાળક તરીકે ઉછેર કરે છે અને પરિવારના સભ્યની જેમ ગણવામાં આવે છે. શ્વાનના મોત પછી જાણે કોઇ પરિવારનું સભ્ય ગયું હોય તેમ લોકો દુખી થતા હોય છે.

શ્વાનનો નિર્સ્વાર્થ પ્રેમ એવો હોય છે કે જો તમે એક વાર બિસ્કીટ કે બીજું કઇ ખાવાનું આપો તો તમને બીજી વખત તરત ઓળખી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp