‘સાહેબ હું જીવીત છું પણ તમારા લેખપાલે મને..,’હાથ જોડીને રડતા વૃદ્ધને જોઇને DM..

PC: elements.envato.com

ઉત્તર પ્રદેશના બહારાઇચમાં જિલ્લા અધિકારી કાર્યાલય સોમવારે 70 વર્ષીય વૃદ્ધ જુમ્મનની ભીની આંખોમાં છવાયેલી ખુશીનું સાક્ષી બન્યું. જિલ્લા અધિકારી દિનેશ ચંદ્ર સિંહે સરકારી દસ્તાવેજમાં 4 વર્ષ પહેલા મૃત્યુ પામી ચૂકેલા જુમ્મનને રેવેન્યુ રેકોર્ડમાં જીવિત હોવાની પુષ્ટિ કરતા ખતૌનીની કોપી સોંપી. આ દરમિયાન પીડિતના પુત્રએ રાજ્યના મુખ્યમંત્રીના વખાણ કરતા જિલ્લાના DMનો આભાર વ્યક્ત કર્યો. જિલ્લાના મહસી તાલુકા પરિસરમાં ગત 20 જાન્યુઆરીના રોજ સમાધાન દિવસ આયજીત થયો હતો.

તેની અધ્યક્ષતા જિલ્લા અધિકારી (DM) દિનેશ ચંદ્ર સિંહ કરી રહ્યા હતા. ત્યાં ઉપસ્થિત ફરિયાદીઓની એક એક કરીને સમસ્યાઓ સાંભળી રહ્યા હતા. આ દરમિયાન તાલુકાની હદમાં આવતા પડોહિયા ગામના 70 વર્ષીય જુમ્મન જિલ્લા અધિયકરી સામે પહોંચ્યા અને ભાવુક થઇને કહ્યું કે, ‘સાહેબ હું જીવિત છું, પરંતુ તમારા લેખપાલ સાહેબે મને જમીનના દસ્તાવેજોમાં મારી નાખ્યો છે. એટલું જ નહીં અમારી જમીન બીજાઓના નામે કરી દીધી છે.’

જુમ્મનની આ વાત સાંભળ્યા બાદ જિલ્લા અધિકારી દિનેશ ચંદ્ર સિંહે ત્યાં ઉપસ્થિત નાયબ મામલતદારને પ્રકરણની તપાસ કરીને 24 કલાકમાં રિપોર્ટ આપવાના આદેશ આપ્યા. આદેશ પર શરૂ થયેલી તપાસ 24 કલાકમાં પૂરી થઇ ગઇ. તેમાં જુમ્મનની વાત સાચી સાબિત થઇ. નાયબ મામલતદારના રિપોર્ટ બાદ જિલ્લા અધિકારીએ આ મામલે સખત વલણ અપનાવતા છેતરપિંડીમાં સામેલ લેખપાલ વિરુદ્ધ વિભાગીય કાર્યવાહીના નિર્દેશ આપ્યા અને ખતૌનીમાં મૃત જાહેર કરાયેલા જુમ્મનનું નામ ફરીથી નોંધવાનું આદેશ આપ્યું.

ખતૌનીમાં પિતાનું નામ પાછું આવ્યા બાદ જુમ્મનના પુત્રએ જણાવ્યું કે, ખતૌનીમાં તેના પિતાને મૃત દેખાડીને બીજાનું નામ દાખલ કરી દેવામાં આવ્યું હતું. હવે DM સાહેબ અને મુખ્યમંત્રીજીના કારણે જમીનના કાગળ તેમને પાછા મળી ગયા છે. તેના માટે તેમનો આભાર માનું છું. જિલ્લા અધિકારી દિનેશ ચંદ્ર સિંહે કહ્યું કે, મુખ્યમંત્રીની મંશા મુજબ પીડિતને દરેક હાલતમાં તાત્કાલિક ન્યાય અપાવવાની તેમની પ્રાથમિકતા છે. તાલુકાની ખાતા નંબર 00116ની ગાટા નંબર 691ની 0.3340 હેક્ટર જમીન જુમ્મનના પુત્ર ગફૂરની હતી. ભૂ-માફિયાઓએ છળથી પોતાના નામે નોંધાવી લીધી હતી. આ પ્રકરણ વિગત 4 વર્ષથી લંબિત હતું. જેને 24 કલાકમાં સોલ્વ કરી દેવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp