પીઠ નહીં બતાવીએ, છાતીમાં ખાઈશું તમારી ગોળી, Ex IPS ઓફિસરને બજરંગ પુનિયાનો જવાબ

PC: aajtak.in

દિગ્ગજ પહેલવાન બજરંગ પુનિયા અને કેરળના પૂર્વ પોલીસ મહાનિદેશક (DGP) એનસી અસ્થાનાની વચ્ચે સોશિયલ મીડિયા પર તીખી બહેસ જોવા મળી. અસ્થાનાએ પુનિયાને ચેતવણી આપી કે, જો જરૂર પડી તો પોલીસ પ્રદર્શનકારી પહેલવાનો પર ગોળીઓ ચલાવશે. અસ્થાનાના ટ્વિટનો જવાબ આપતા પુનિયાએ કહ્યું કે, તે પોતાની છાતીમાં ગોળી ખાવા માટે તૈયાર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રવિવારે ઉદ્ઘાટન કરવામાં આવેલા નવા સંસદ ભવનથી માત્ર ત્રણ કિલોમીટર દૂર જંતર-મંતર પર પોલીસ અને પહેલવાનો વચ્ચે થયેલી ઝડપ બાદ બજરંગ પુનિયા અને અસ્થાનાની વચ્ચે તીખી બહેસ છેડાઈ ગઈ. જંતર મંતર પર ધરણા કરી રહેલા પહેલવાન નવા સંસદ ભવન તરફ કૂચ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પોલીસે ઘણા પહેલવાનોને કસ્ટડીમાં લીધા.

ઘણા પહેલવાનો અને પ્રદર્શનકારીઓને બસોમાં લઇ જઈને અલગ-અલગ સ્થળો પર લઈ ગયા બાદ પોલીસકર્મીઓએ ખાટલા, ગોડદા, કૂલર, પંખા અને ટેન્ટ હટાવીને વિરોધ સ્થળને સાફ કરવાનું શરૂ કરી દીધુ. રવિવારની રાત્રે એનસી અસ્થાનાએ એક ન્યૂઝ રિપોર્ટને રીટ્વિટ કરતા લખ્યું, જરૂર પડી તો ગોળી પણ ચલાવી દઇશ. પરંતુ, તમારા કહેવાના કારણે નહીં. હાલ તેમને ઘસડીને કચરાંના ઢગલાંની જેમ ફેંકી દેવામાં આવ્યા છે. અનુચ્છેદ 129 પોલીસને ગોળી મારવાનો અધિકાર આપે છે. અનુકૂળ પરિસ્થિતિમાં તે ઈચ્છા પણ પૂરી થશે પરંતુ, તે જાણવા માટે શિક્ષિત હોવુ જરૂરી છે. પોસ્ટમોર્ટમ ટેબલ પર પછી મળીએ છીએ.

એક અન્ય ટ્વિટમાં પૂર્વ ડીજીપીએ કહ્યું, કેટલાક મૂર્ખ લોકો પોલીસના ગોળી મારવાના અધિકાર પર શંકા કરે છે. જો તમે અંગ્રેજી વાંચી શકતા હો તો અખિલેશ પ્રસાદના મામલામાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને વાંચો. આ અભણ લોકો જે વાંચી નથી શકતા, તેમના માટે આ અધિકારની પરીક્ષા ન લેવામાં જ ભલાઈ છે. પત્નીઓ વિધવા થશે અને બાળકો અકારણ અનાથ. સ્વસ્થ રહો.

પૂર્વ IPS અધિકારીના ટ્વિટ પર બજરંગ પુનિયાએ પ્રતિક્રિયા આપી છે. જણાવી દઈએ કે, બજરંગ પુનિયા એ પહેલવાનો પૈકી એક છે જે ભારતીય કુશ્તી મહાસંઘના પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરી રહ્યા છે. બૃજભૂષણ શરણ સિંહ પર આરોપ છે કે, તેમણે મહિલા પહેલવાનોનું યૌન ઉત્પીડન કર્યું. અસ્થાનાના ટ્વિટ પર બજરંગ પુનિયાએ લખ્યું, આ IPS ઓફિસર અમને ગોળી મારવાની વાત કરી રહ્યા છે. ભાઈ સામે ઊભા છીએ, જણાવો ક્યાં આવવાનું છે ગોળી ખાવા... કમસથી પીઠ નહીં બતાવીશું, છાતી પર ગોળી ખાઈશું. આ જ બાકી રહી ગયુ છે હવે અમારી સાથે કરવાનું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp