શું મહિલા પહેલવાનોનું દુષ્કર્મ સામેનું આંદોલન પડી ભાંગવાને આરે?, જાણો શું થયું

PC: espn.in

કુશ્તી સંઘના અધ્યક્ષ અને ભાજપના સાંસદ વૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ સતત પ્રદર્શન કરી રહેલા પહેલવાન બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક રેલવેમાં પોતાની જોબ પર પરત ફરી ગયા છે. જો કે, સાક્ષી મલિકે પહેલવાનોના આંદોલનથી પાછળ હટવાની ના પાડી દીધી છે. સાક્ષી માલિકનું કહેવું છે કે, સત્યાગ્રહ સાથે સાથે રેલવેમાં પોતાની જવાબદારી નિભાવી રહી છું.

એવા સમાચારો વહેતા થયા હતા કે સાક્ષી મલિક પહેલવાનોના આંદોલનથી પાછળ હટી ગઈ છે. જો કે, સાક્ષી મલિકે આ સમાચારોને ખોટા ગણાવ્યા છે. તેણે કહ્યું કે, ન્યાયની લડાઈમાં અમારમાંથી ન કોઈ પાછળ હટ્યું છે અને ન હટશે. ન્યાય મળવા સુધી અમારી લડાઈ ચાલુ રહેશે. આ અગાઉ સાક્ષી માલિકના પતિ સત્યવ્રત કદિયાને પણ આંદોલનથી પાછળ હટાવાના સમાચારોને ખોટા ગણાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાના નેતૃત્વમાં તમામ પહેલવાનોએ કુશ્તી સંઘના અધ્યક્ષ અને ભાજપ સાંસદ વૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ આંદોલન છેડી રાખ્યું છે.

આ પહેલવાન 23 એપ્રિલથી જંતર-મંતર પર ધરણાં પ્રદર્શન કરી રહ્યા હતા. પહેલવાનોએ વૃજભૂષણ શરણ સિંહ પર યૌન ઉત્પીડનના આરોપ લગાવ્યા હતા. આ અગાઉ જાન્યુઆરીમાં પણ પહેલવાનોએ વૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ધરણાં પ્રદર્શન કર્યા હતા. જો કે, ત્યારે રમત-ગમત મંત્રાલયના દખલઅંદાજી બાદ પહેલવાન પાછા જતા રહ્યા હતા. 7 મહિલા પહેલવાનોએ વૃજભૂષણ વિરુદ્ધ 21 એપ્રિલના રોજ કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં વૃજભૂષણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદોના આધાર પર 28 એપ્રિલના રોજ દિલ્હી પોલીસે વૃજભૂષણ વિરુદ્ધ યૌન ઉત્પીડનના 2 કેસ નોંધ્યા છે. પહેલી FIR  સગીર દ્વારા લગાવવામાં આવેલા આરોપોના આધાર પર છે.

તેમાં POCSO એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, તો બીજી FIR અન્ય પહેલવાનો દ્વારા લગાવવામાં આવેલા યૌન ઉત્પીડનના આરોપો સાથે સંબંધિત છે. આ કેસોમાં પોલીસની તપાસ ચાલી રહી છે. આ અગાઉ શનિવારે જ પહેલવાનોએ ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. રેસલર સાક્ષી મલિકના પતિ સત્યવ્રત કાદિયાને આ બેઠકની પુષ્ટિ કરી હતી. તેઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત હતા. જો કે, તેમણે કહ્યું હતું કે બેઠકમાં પહેલવાનોએ વૃજભૂષણની ધરપકડની માગ ઉઠાવી હતી, પરંતુ આ બેઠકમાં કોઈ પરિણામ ન આવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp