હનુમાન જયંતિ પહેલા બજરંગબલીની પ્રતિમામાંથી આંસુ નીકળ્યા! ACPએ કરી તપાસ
હનુમાન જન્મોત્સવ પહેલા ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. બુધવારે સવારે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. જેમાં મંદિરની અંદર સ્થાપિત બજરંગબલીની મૂર્તિની આંખોમાંથી આંસુ નીકળતા જોવા મળે છે.
હનુમાનજીની આંખોમાંથી આંસુ નીકળવાના સમાચાર ફેલાતા જ મંદિરમાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી હતી. માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. વાયરલ વીડિયો ચકેરી વિસ્તારના કોયલા નગર વિસ્તારમાં સ્થિત બજરંગબલી મંદિરનો છે.
અહીં તમને જણાવી દઈએ કે, હનુમાન જન્મોત્સવ 6 એપ્રિલ 2023ના રોજ ઉજવવામાં આવશે. આ પહેલા આ ઘટના અને વીડિયો વાયરલ થતા મંદિરમાં ભક્તોની ભીડ એકઠી થવા લાગી હતી. વીડિયોની નોંધ લેતા ચકેરી વિસ્તારના મદદનીશ પોલીસ કમિશનર અમરનાથ યાદવ તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
તેણે મંદિરની અંદર જઈને હનુમાનજીના ચરણ સ્પર્શ કર્યા અને નિરીક્ષણ કર્યું. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે, વાયરલ વીડિયોમાં દાવા પ્રમાણે કંઈ મળ્યું નથી. આ મામલે ACPએ કહ્યું કે, તેમણે સ્થળ પર હનુમાનજીના દર્શન કર્યા. તપાસમાં વીડિયોમાં કરાયેલા દાવાની સાબિતી મળી નથી.
ACPએ કહ્યું કે, બજરંગબલી પોતે મુશ્કેલીનિવારક છે. હવે તપાસ કરવામાં આવશે કે અફવા ફેલાવવા માટે આ વીડિયો કોણે વાયરલ કર્યો હતો. તેમજ તે કયા હેતુથી બનાવવામાં આવ્યો હતો અને વિડિયો ક્યાંથી એડિટ કરવામાં આવ્યો હતો. આ સિવાય જ્યાંથી આ વીડિયો સર્ક્યુલેટ કરવામાં આવ્યો છે. આ અંગે પણ તપાસ કરવામાં આવશે.
અહીં તમને જણાવી દઈએ કે, હનુમાન જન્મોત્સવ 6 એપ્રિલ 2023 ના રોજ ઉજવવામાં આવશે. શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીને જ્ઞાન, બુદ્ધિ, વિદ્યા અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. સાચા હૃદયથી તેમની પૂજા કરવાથી ભક્તના જીવનના તમામ દુ:ખ અને પીડા દૂર થઈ જાય છે. આને લઈને દરેક સ્થળેથી શોભાયાત્રા નીકાળવામાં આવે છે.
બિહાર અને બંગાળમાં રામનવમીના અવસર પર હિંસાની ઘટનાઓને જોતા ઉત્તર પ્રદેશમાં પોલીસ સુરક્ષાની અનેક વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરોમાં ભારે ભીડ જોવા મળશે. આવી સ્થિતિમાં, સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારના ભ્રામક વીડિયો અથવા ફોટો વાયરલ કરનારાઓ પર પણ પોલીસ કડક નજર રાખી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp