જો તમે આ માછલી ખાતા હોવ તો થઈ જજો સાવધાન, નહીં તો ગુમાવવો પડી શકે છે જીવ

PC: pinimg.com

માછલી ઘણા બધા લોકોનો મનપસંદ માંસાહારી ખોરાક છે, અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ તેને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ કેટલાક લોકોએ આ ફાયદાને વ્યવસાય બનાવી લીધો છે અને તેઓ થોડાં પૈસા કમાવાની લાલચમાં લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે. જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર સરકારે લોકોને વિદેશી માંગુર માછલી ખાવાથી સાવધાન કર્યા છે કારણ કે તેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પડી રહ્યો છે.

મહારાષ્ટ્રમાં મત્સ્ય વિભાગે આફ્રિકી અને વિદેશી માંગુર (થાઈ માંગુર) માછલીને લઈને લોકોમાં જાગ્રુતતા લાવવા માટે ફીસ માર્કેટમાં પોસ્ટર લગાવ્યા છે. પોસ્ટમાં લોકોને આ માછલીઓ ન ખાવાની અપીલ કરવા સાથે તેનાથી થતી બીમારીઓ વિશે જણાવવામાં આવ્યું છે.

મહારાષ્ટ્ર સરકારે અત્યારસુધીમાં 28 ટન વિદેશી માંગુર માછલીને જપ્ત કરી છે અને તેને દફનાવી દીધી છે. સાથે જ મુંબઈના ભિવંડી બજારમાંથી માત્ર 15 ટન માંગુર માછલી પકડીને તેને મારી નાંખવામાં આવી છે. ઈંદાપુર અને ભંડારામાં પણ 8 ટન અને 7 ટન આ પ્રજાતિની માછલીઓને જપ્ત કરીને તેને મારી નાંખી છે. પોલીસે આ મામલામાં 5 લોકો વિરુદ્ધ FIR પણ નોંધી છે.

મહારાષ્ટ્ર સરકારે આવનારા 10 દિવસોમાં આખા રાજ્યમાંથી આ માછલીના ભંડારને નષ્ટ કરવાનું લક્ષ્ય રાખ્યું છે અને એ સ્પષ્ટ કરી દીધુ છે કે, જે પણ આ માછલીનું પાલન કરતા કે વેચતા પકડાશે તો તેની વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

જણાવી દઈએ કે, વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર આ માછલી પ્રકૃતિની સાથે જ માણસો માટે પણ નુકસાનકારક છે. આ માછલીને ખાવાથી કેન્સર, ડાયાબિટીસ જેવી ઘાતક બીમારીઓ થઈ શકે છે. દેશી માંગુર પાલન, વેચવા અને ખાવા પર કોઈ પ્રતિબંધ મહારાષ્ટ્ર અથવા દેશના કોઈપણ રાજ્યમાં નથી. કેરળ સરકારે પહેલીવાર 1998માં આફ્રિકન માંગુર પર પ્રતિબંધ લગાવ્યો હતો.

NGTએ સરકારને આ માછલી પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ વર્ષ 2000માં ભારત સરકારે NGTના આદેશ પર અમલ કરતા તેના પાલન અને વેચાણ પર પૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp