વીડિયો બનાવીને બ્લેકમેઇલ કરતો હતો જીજો, પરેશાન સાળીએ કરી આત્મહત્યા

PC: jantaserishta.com

જીજા-સાળીના સંબંધો સામાન્ય રીતે મજાકિયા હોય છે, પરંતુ બિહારમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે જ્યાં જીજાના બ્લેકમેઇલ કરવાના કારણે સાળીએ ઘરમાં પંખા પર લટકીને પોતાનો જીવ આપીને આત્મહત્યા કરી લીધી હતી.

બિહારના નાલંદા જિલ્લામાં એક યુવતીએ પોતાના જીજાથી પરેશાન થઈને આત્મહત્યા કરી લીધી હતી. ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં યુવતીની લાશ મળી આવતા આસપાસના વિસ્તારોમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ કરાવવા માટે મોકલી આપ્યું હતું, ત્યારબાદ મૃતદેહ સંબંધીઓને સોંપવામાં આવ્યો હતો. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. પોલીસ આ મામલે આગળની તપાસ કરી રહી છે.

સંબંધીઓના જણાવ્યા મુજબ, મોટી પુત્રીએ ગામના જ એક યુવક લીલામણી કુમાર (રાજ બલમ પ્રસાદના પુત્ર) સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તેના સાસરે અવાર-નવાર આવતાં જતાં, જીજા લીલામણી કુમારે તેની સાળી અંશુ કુમારીને પ્રેમ જાળમાં ફસાવી અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું અને તેનો વીડિયો પણ બનાવી લીધો હતો.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ મામલો નાલંદા જિલ્લાના કરયાપરશુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામનો છે. અહીં 21 વર્ષની યુવતીની લાશ ઘરમાં લટકતી હાલતમાં મળી આવી હતી. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, મૃતકની મોટી બહેનના લગ્ન ગામના જ એક યુવક સાથે થયા હતા. આ પછી યુવકે સાળીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ કર્યું અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો.

આરોપ છે કે, વીડિયો બનાવ્યા બાદ પીડિતાના જીજા તેને બ્લેકમેલ કરીને તેનું યૌન શોષણ કરી રહ્યો હતો. જીજાની આવી હરકતોથી યુવતી માનસિક રીતે પરેશાન થઈ ગઈ હતી. દરમિયાન ગુરુવારે સવારે તેણે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

કરાઈપરશુરાઈ પોલીસ સ્ટેશનના દીપક કુમારે જણાવ્યું કે, યુવતીના મૃતદેહ પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં તેણે તેના મૃત્યુ માટે તેના જીજાને જવાબદાર ગણાવ્યો છે. હાલ પોલીસ આરોપી જીજાને શોધી રહી છે. હજુ સુધી પોલીસ સ્ટેશનમાં FIR માટેની અરજી આપવામાં આવી નથી.

સાથે જ મૃતદેહને પોસ્ટમોર્ટમ કર્યા બાદ સ્વજનોને સોંપી દેવામાં આવ્યો છે. મૃતકે સુસાઈડ નોટમાં લખ્યું છે કે, તેના મૃત્યુ માટે તેની બહેનનો પતિ જવાબદાર છે, જેના કારણે તેના પરિવારના સભ્યો તેને માર મારતા હતા. એટલા માટે હું આત્મહત્યા કરી રહી છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp