સરહદ પાર કરી ભારત આવી ગઈ વધુ એક સીમા પરંતુ, બેવફા નીકળ્યો પ્રેમી

સીમા હૈદર અને સચિનની પ્રેમ કહાનીથી સૌ કોઈ પરીચિત છે. હાલ, દેશભરમાં તેમની લવ સ્ટોરીની ચર્ચાઓ છે. પાડોશી દેશ પાકિસ્તાનથી ભાગીને ભારતના ગ્રેટર નોયડા આવેલી સીમાની સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. હવે એવી જ એક પ્રેમ કહાની પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં સામે આવી છે. પરંતુ, તફાવત માત્ર એક છે, સીમા પોતાના પતિ સાથે ખુશહાલ જીવન જીવી રહી છે પરંતુ, બાંગ્લાદેશથી સિલીગુડી આવેલી આ યુવતી જાળમાં ફસાઈ ગઈ. મહિલા સપલા અખ્તર (21 વર્ષ) પ્રેમ માટે પોતાનો જીવ જોખમમાં મુકીને બાંગ્લાદેશથી ભારતના સિલીગુડી આવી હતી. પરંતુ, ભારત આવ્યા બાદ જ્યારે મહિલાને પોતાના પ્રેમીનો અસલી ઈરાદો ખબર પડી તો તે ત્યાંથી ભાગી ગઈ.
મીડિયા રિપોર્ટ અનુસાર, તે પોતાના ભારતીય પ્રેમી માટે આશરે અઢી મહિના પહેલા બાંગ્લાદેશથી ગેરકાયદેસરરૂપે ભારતમાં દાખલ થઈ હતી. આ યુવતી પાડોશી દેશ બાંગ્લાદેશના મયમનસિંહ જિલ્લા અંતર્ગત ફુલપુર પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી છે. તે ત્યાંથી પોતાના પ્રેમી સાથે રહેવા સિલીગુડી આવી ગઈ હતી. ત્યારબાદ, તે સિલીગુડીમાં પોતાના પ્રેમી સાથે ખુશી-ખુશી જીવન પસાર કરી રહી હતી. પરંતુ, એક દિવસ અચાનક યુવતીને જાણકારી મળી કે તેનો પ્રેમી તેને નેપાળમાં વેચવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેની જાણ થતા જ યુવતી પોતાના પ્રેમીથી બચવા માટે ત્યાંથી ભાગી નીકળી. જણાવવામાં આવ્યું કે, યુવતી બચતા-બચતા સિલીગુડી રેલવે જંક્શન પર ટ્રેન પકડવા માટે પહોંચી હતી, ત્યારે જ એક સ્વયંસેવી સંસ્થાએ તેને સંદિગ્ધ હાલતમાં ફરતા જોઈ લીધી.
સાપલા અખ્તર ગત બુધવારની રાત્રે સિલીગુડી જંક્શનમાં ભટકી રહી હતી. તેના પર વિસ્તારની ટાઇની હૈંડ નામની સ્વયંસેવી સંસ્થાના એક કર્મચારીની નજર પડી. તેની સાથે એક યુવક પણ હતો. તે કર્મચારીએ યુવતીની પૂછપરછ શરૂ કરી. પૂછતાછના ક્રમમાં યુવતી સાથે આવેલો યુવક તક જોઇને ત્યાંથી ફરાર થઈ ગયો. સંસ્થાએ યુવતીને પોલીસને સોંપી દીધી. પોલીસે પૂછપરછ બાદ બાંગ્લાદેશી યુવતીને ગેરકાયદેસરરીતે ભારતમાં ઘૂસવાના આરોપમાં ધરપકડ કરી લીધી અને ગુરુવારે સિલીગુડી કોર્ટમાં હાજર કરી. જ્યાંથી આરોપી યુવતીને જેલ મોકલી દેવામાં આવી. સિલીગુડી પોલીસ આરોપી યુવતીના પ્રેમીને પણ શોધી રહી છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, માનવ તસ્કર ગેંગનો આ મામલામાં હાથ છે. કથિત પ્રેમીની ધરપકડ બાદ તે સ્પષ્ટ થઈ જશે.
2020માં પાકિસ્તાનના કરાચીમાં રહેતી સીમા હૈદરની ફ્રેન્ડશિપ પબજી ગેમ દ્વારા ગ્રેટર નોયડાના સચિન સાથે થઈ. પછી બંને વચ્ચે અફેર શરૂ થયુ અને 10 માર્ચે બંને નેપાળની હોટેલમાં મળ્યા. સીમાએ દાવો કર્યો કે, તે દરમિયાન બંનેએ મંદિરમાં લગ્ન પણ કર્યા પછી, બંને પોતપોતાના દેશ પાછા આવી ગયા. સીમા સચિન સાથે રહેવા માંગતી હતી પરંતુ, સીમાના પહેલાથી 4 બાળકો હતા. સચિન સીમાના બાળકોને અપનાવવા માટે તૈયાર થઈ ગયો. પછી સીમાએ ભારત આવવાનો નિર્ણય કર્યો. તે 10 મેના રોજ પોતાના ચારેય બાળકો સાથે પાકિસ્તાનના કરાચીથી શારજાહ પહોંચી. પછી ત્યાંથી ફ્લાઇટમાં કાઠમાંડુ પહોંચી ત્યાંથી પોખરા એક પ્રાઇવેટ ગાડીમાં પહોંચી.
ત્યારબાદ, પોખરાથી દિલ્હીની બસમાં બેઠી. રસ્તામાં જ નોયડામાં સચિન તેની રાહ જોઈ રહ્યો હતો. પછી સચિન તેને રબૂપુરા લઈ ગયો. ત્યાં બંને ભાડાના મકાનમાં રહેવા માંડ્યા. પરંતુ, તેની જાણકારી પોલીસને મળી અને 4 જુલાઈએ સચિન અને સીમાની ધરપકડ કરી લેવામાં આવી. જોકે, બંને કોર્ટમાંથી જામીન પર હાલ બહાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp