બાળકની તોતડાપણાની સારવાર કરવાની જગ્યાએ ડૉક્ટરે કરી નાખ્યા ખતના, તપાસના આદેશ

PC: vox.com

ઉત્તર પ્રદેશના બરેલીથી એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે, જેમાં એક ખાનગી હૉસ્પિટલમાં તોતળાપણાની સારવાર પહોંચેલા અઢી વર્ષના બાળકનું ડૉક્ટરે ખતના (સુન્નત) કરી દીધું. આ ઘટનાને સરકારે ગંભીરતાથી લીધી છે અને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે તપાસના આદેશ આપી દીધા છે અને કાર્યવાહી માટે કહ્યું છે. નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે કહ્યું કે, બરેલી જિલ્લાની એમ. ખાન હૉસ્પિટલમાં બાળકની જીભના ઓપરેશનની જગ્યાએ ખતના કરવા સંબંધિત પ્રકરણને ગંભીરતાથી ધ્યાનમાં લેતા મેં અપર મુખ્ય ચિકિત્સા અધિકારી સાથે સ્વાસ્થ્ય વિભાગની એક ટીમ મોકલીને તપાસ કરાવવાના નિર્દેશ આપ્યા છે.

બ્રજેશ પાઠકે કહ્યું કે, ‘ફરિયાદ સાચી સાબિત થવા પર દોષી ડૉક્ટર વિરુદ્ધ કેસ નોંધીને એ હૉસ્પિટલનું રજીસ્ટ્રેશન તત્કાલીન પ્રભાવથી સસ્પેન્ડ કરવા સહિતની કાર્યવાહીનો આખો રિપોર્ટ 24 કલાકની અંદર ઉપલબ્ધ કરાવવાના આદેશ બરેલીના મુખ્ય ચિકિત્સા અધિકારીને આપવામાં આવ્યા છે. બરેલીના જિલ્લા અધિકારી શિવાકાંત દ્વિવેદીએ કહ્યું કે, ‘મુખ્ય ચિકિત્સા અધિકારી દ્વારા બનાવવામાં આવેલી 3 સભ્યોની ઇનવેસ્ટિગેશન ટીમનો રિપોર્ટ આવ્યા બાદ જ હૉસ્પિટલ મેનેજમેન્ટ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, ઘટનાના દિવસે જ 3 સભ્યોની ઇન્વેસ્ટિગેશન ટીમની બનાવી દેવામાં આવી હતી. મુખ્ય ચિકિત્સા અધિકારી ડૉક્ટર બલવીર સિંહે જણાવ્યું કે, એક પરિવાર દ્વારા પોતાના બાળકના તોતળાપણાની સારવાર કરાવવા માટે તેને એમ. ખાન હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બાળકના પરિવારનો આરોપ છે કે, ડૉક્ટરોએ તેની સારવાર કરવાની જગ્યાએ ખતના કરી દીધું. આ ઘટનામાં શહેરના હિન્દુ સંગઠનોના સભ્યોએ સખત પ્રતિક્રિયા આપતા વિરોધ પ્રદર્શન કર્યું અને હૉસ્પિટલ વિરુદ્ધ નારેબાજી પણ કરી હતી. એક રિપોર્ટ મુજબ હવે એ હૉસ્પિટલનું લાઇસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.

શું હોય છે ખતના?

ખતના કે સુન્નત યહૂદીઓ અને મુસ્લિમોમાં એક ધાર્મિક સંસ્કાર હોય છે. તેમાં છોકરાનો જન્મ થયાના થોડા સમય બાદ તેના લિંગ આગળની ચામડી કાઢી દેવામાં આવે છે. આમ તો તેનો સંબંધ કોઈ ખાસ ધર્મ, જાતીય ગ્રુપ કે જનજાતિ સાથે હોય શકે છે, પરંતુ કેટલીક વખત માતા-પિતા પોતાના બાળકોનું ખતના, સાફ-સફાઇ કે સ્વાસ્થયના કારણોથી પણ કરાવે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ખતના કરેલા પુરુષોમાં સંક્રમણનું જોખમ ઓછું હોય છે કેમ કે લિંગની આગળની વિના ચામડી કિટાણુઓને ફેલાવા માટે ભેજનું વાતાવરણ મળતું નથી, પરંતુ ઘણા લોકોનું માનવું છે કે તે એક હિંસક કૃત્ય છે અને શરીર માટે નુકસાનકારક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp