અધિકારીની પુત્રીના બૂટ ટ્રેનમાંથી ચોરાયા, પોલીસે 1 મહિનો મહેનત કરી શોધી કાઢ્યા

PC: streetstylestalk.com

ઓડિશાના સંબલપુરના DRM વિનીત સિંહની પુત્રી માનવી સિંહના કિંમતી બૂટ લખનૌ મેલ એક્સપ્રેસમાંથી ચોરી થઈ ગયા હતા. ઘણા દિવસો સુધી ચાલેલી લાંબી તપાસ બાદ આખરે બરેલી GRP પોલીસે DRMની પુત્રીના કિંમતી બૂટ શોધી કાઢ્યા છે. જે મહિલા પાસેથી બૂટ મળી આવ્યા છે તે મહિલા પોતે ડોક્ટર છે.

ઘણા દિવસો સુધી ચાલેલી લાંબી તપાસ બાદ આખરે બરેલી GRP પોલીસે DRMની પુત્રીના કિંમતી બૂટ શોધી કાઢ્યા છે. ઓડિશાના સંબલપુરના DRM વિનીત સિંહની પુત્રી માનવી સિંહના કિંમતી બૂટ લખનૌ મેલ એક્સપ્રેસમાંથી ચોરી થઈ ગયા હતા.

આ કેસમાં 5 જાન્યુઆરીના રોજ FIR નોંધાવવામાં આવી અને બૂટ શોધવા માટે પોલીસ વિભાગને તપાસમાં લગાવી દેવામાં આવ્યો. આખરે, સખત મહેનત પછી, બરેલીની GRP પોલીસે કિંમતી બૂટને શોધી કાઢ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે જે બૂટની ચોરી થઈ હતી, તે 10,000 રૂપિયાના હતા. ખરેખર, જે લખનૌ મેલ એક્સપ્રેસમાં DRMની પુત્રી માનવી બેઠી હતી, તે જ બર્થની પાસે એક મહિલા મુસાફર બેઠી હતી. માનવીને શંકા હતી કે તે જ મહિલા મુસાફરે તેના કિંમતી બૂટ ચોરી કર્યા છે, તેથી પોલીસ અધિકારીઓએ તે મહિલાને શોધી કાઢી.

આ મામલે ડેપ્યુટી SP (બરેલી GRP) દેવી દયાલે કહ્યું કે અમે બરેલી સ્ટેશનના એન્ટ્રી અને એક્ઝિટ ગેટના 4 જાન્યુઆરીના CCTV ફૂટેજની તપાસ કરી. જો કે મહિલાનો કોઈ પત્તો નહીં લાગ્યો, પછી અમે IRCTC અધિકારીઓ પાસેથી AC ફર્સ્ટ ક્લાસ મુસાફરોની જાણકારી આપવા માટે મદદ માંગી.

પોલીસ અધિકારીઓએ આ ટિકિટના આધારે મહિલાની શોધ શરૂ કરી અને ઘણા દિવસો સુધી શોધખોળ બાદ મહિલાને શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી. પૂછપરછ દરમિયાન મહિલાએ એ વાતની કબૂલાત કરી અને ભૂલથી બૂટ પહેરીને આવી હોવાની વાત કહી. પોલીસે બૂટને કબજે પણ કરી લીધા.

GRP પોલીસે મહિલાની જ્યારે પૂછપરછ કરી તો બૂટ મળી આવ્યા. મહિલા હાલમાં વ્યવસાયે ડૉક્ટર છે અને બરેલીમાં જ તબીબી સેવાઓ આપી રહી છે. તે મૂળ ઓડિશાની રહેવાસી છે. જણાવવામાં આવી રહ્યું છે કે જે સીટ પર રેલ્વે અધિકારીની પુત્રીની ટિકિટ રજીસ્ટર્ડ હતી, તે જ સીટની બાજુમાં મહિલા ડોક્ટરની ટિકિટ પણ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp