પ્રેમલગ્ન માટે મુસ્લિમ સબીનાએ હિંદુ બની નામ રાખ્યું સોનમ

PC: hindi.news18.com

ઉત્તર પ્રદેશના જનપદ બરેલીમાં રહેતી એક યુવતીએ પોતાના પ્રેમ માટે જાતિ ધર્મની દીવાલો તોડી નાંખી છે અને અગ્નિને સાક્ષી માનતા હિંદુ રીત-રિવાજ અનુસાર સાત ફેરા લઈ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. યુવતીએ હિંદુ ધર્મ અપનાવ્યા બાદ પોતાના પ્રેમી સાથે લગ્ન કરી સાત જન્મો સુધી સાથ નિભાવવાની કસમો ખાધી છે. સોનમે જણાવ્યું કે, તે અને સોમપાલ એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે પરંતુ, બંનેનો ધર્મ અલગ હોવાના કારણે તેમના પરિવારજનો આ લગ્ન માટે તૈયાર નહોતા. જોકે, પ્રેમ લગ્ન કરનારા પ્રેમી-યુગલે પોતાનો જીવ જોખમમાં હોવાનું જણાવતા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી પોતાની સુરક્ષાની માંગ કરી છે.

ઉત્તર પ્રદેશના બિશારતગંજ ક્ષેત્રમાં રહેતી યુવતીએ પ્રેમ માટે ધર્મ બદલીને પોતાના હિંદુ પ્રેમી સાથે લગ્ન કરી લીધા. તેનું નામ પહેલા સબીના હતું, જે હિંદુ ધર્મ અપનાવ્યા બાદ હવે સોનમ બની ગઈ છે. અગસ્ત મુનિ આશ્રમના મહંત કેકે શંખધારે હિંદુ રીતિ રિવાજ અનુસાર લગ્ન સંપન્ન કરાવ્યા છે. બિશારતગંજની સબીના ઉર્ફ સોનમે અને કુંડરિયા ખુર્દ ગામમાં રહેતા પ્રેમી સોમપાલે એકબીજાને વરમાળા પહેરાવી અને પછી યે દોસ્તી તેરે નામ સે શુરૂ તેરે નામ પર ખતમ ગીત પણ ગાયુ. બંનેએ પોતે વયસ્ક હોવાના પુરાવા પણ રજૂ કર્યા છે.

સોનમે કહ્યું કે, પોલીસ-પ્રશાસન નવવિવાહિત જોડાની સુરક્ષાની વ્યવસ્થા કરાવે કારણ કે, પરિજનો દ્વારા જીવનું જોખમ સતાવી રહ્યું છે. પરંતુ, હવે પ્રેમી યુગલ સુરક્ષાને લઇને એસએસપી બરેલી પ્રભાકર ચૌધરીને મળીને સુરક્ષા માટે માંગ કરશે. હાલ નવવિવાહિત જોડાએ પોતાની સુરક્ષાને લઇને સ્થાનિક પોલીસને પણ પત્ર લખી દીધો છે.

આચાર્ય કેકે શંખધારે જણાવ્યું હતું કે, છેલ્લાં નવ વર્ષોમાં બરેલીમાં 68 યુવતીઓએ ધર્મ પરિવર્તન કર્યું છે અને મુસ્લિમમાંથી હિંદુ બનીને પોતાના હિંદુ પ્રેમી સાથે લગ્ન કર્યા છે. આચાર્યએ જણાવ્યું કે, ગંગાજળથી શુદ્ધિકરણ કરી મંત્ર ઉચ્ચારણ કરાવવામાં આવે છે અને હિંદુ રીતિ રિવાજ સાથે અગ્નિની સામે સાત ફેરા કરાવવામાં આવે છે. લગ્ન માટે શપથ પત્ર પણ જમા કરાવવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, તેમને અગાઉ પાકિસ્તાની નંબરથી સિર તન સે જુદા કરવાની ધમકી પણ મળી ચુકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp