- National
- Video: પંચાગના હિસાબે પોલીસકર્મીઓની તૈનાતી થશે, UPના DGPનું અજીબ નિવેદન
Video: પંચાગના હિસાબે પોલીસકર્મીઓની તૈનાતી થશે, UPના DGPનું અજીબ નિવેદન
ઉત્તર પ્રદેશના ડીજીપી વિજય કુમારે એક અજીબ અને હાંસી આવે એવું નિવેદન આપ્યું છે. જેમાં ડીજીપીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં હવે પોલીસકર્મીઓની તૈનાતી હિંદુ પંચાગના આધારે થશે. ડીજીપી વિજય કુમારે પોલીસ અધિકારીઓને આદેશ આપ્યો છે કે, તેઓ હિંદુ કેલેન્ડર કે પંચાગનો ઉપયોગ કરી એવા સમયની શોધ કરો જે દરમિયાન ગુના વધવાની સંભાવના હોય અને તેના અનુસાર કામ કરે.
DGP વિજયકુમારે આવું શા કારણે કહ્યું તેની પાછળનું આખુ ગણિત તેમણે વીડિયો દ્વારા સમજાવ્યું છે.
તેમણે જણાવ્યું કે, અમાસ 16 ઓગસ્ટ, 14 સપ્ટેમ્બર અને 14 ઓક્ટોબરના રોજ થવાની છે અને અધિકારીઓએ તેના એક અઠવાડિયા પહેલા અને પછીમાં વધારે એલર્ટ રહેવાની જરૂર છે. અમાસની તારીખના એક અઠવાડિયા પહેલા અને એક અઠવાડિયા પછી ગુનાનું માનચિત્રણ કરવામાં આવવું જોઇએ. કારણ કે આ દરમિયાન ગુનાની ઘટનાઓ વધી જાય છે. આને લીધે વિજયકુમારે એક નોટિફિકેશન પણ બહાર પાડી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ દરમિયાન રાતના સમયે નાઇટ પેટ્રોલિંગ વધારે એલર્ટ રહી કરવી જોઇએ. આ નોટિફિકેશનમાં DGPએ અધિકારીઓને ગુનાયુક્ત જગ્યાઓની ઓળખ કરવા અને ગુનાની કોઈ પણ ઘટનાનું મેપિંગ કરવા પણ કહ્યું છે.

ગુનાઓ પર અંકુશ લાવવા કરો પંચાગનો ઉપયોગ
ઉત્તર પ્રદેશ પોલીસે 14 ઓગસ્ટના રોજ જે નોટિફિકેશન બહાર પાડી છે. તેમાં ડીજીપી વિજયકુમારે કહ્યું કે, રેકોર્ડના વિશ્લેષણથી ખબર પડી છે કે અમાસના એક અઠવાડિયા પહેલા અને પછી રાતે ગુનાની ઘટનાઓ વધી જાય છે. તેમણે કહ્યું કે હેડક્વોટર સ્તરે રાજ્યના દરેક જિલ્લાઓમાં થયેલી ઘટનાઓનું વિશ્લેષણ કરવા પર જાણવા મળ્યું કે પંચાગની અમાસની તારીખના એક અઠવાડિયા પહેલા અને પછીની રાતમાં વધારે ઘટનાઓ બને છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ વિશ્લેષણ દર મહિને વરિષ્ઠ પોલીસ અધિકારીઓના સ્તરે કરવામાં આવવું જોઇએ અને તેને લઇ એલર્ટ રહેવું જોઇએ. આને સમજવા માટે આ નોટિફિકેશનમાં હિંદુ પંચાગની એક PDF ફાઇલ પણ અટેચ કરવામાં આવી છે.
पुलिस महानिदेशक उत्तर प्रदेश, श्री विजय कुमार की वीडियो बाइट। pic.twitter.com/ApU28HMbbB
— UP POLICE (@Uppolice) August 21, 2023
હાલમાં DGPએ ‘CCTNS ડાયલ 112’ને એક્ટિવ રહેવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત તેમણે ક્રાઈમ મેપિંગ અનુસાર વરિષ્ઠ પોલીસ અધિકારીને એક એક્શન પ્લાન બનાવવા કહ્યું છે. સાથે જ રાજ્યના દરેક જિલ્લાઓમાં નાઇટ પેટ્રોલિંગની સંખ્યા વધારવા અને પેટ્રોલિંગ વહાનો લગાવવાનો પણ આદેશ આપ્યો છે.

