રીંછે ચાલાકીથી માછલીનો શિકાર કર્યો, આનંદ મહિન્દ્રાએ કહ્યું- આ જ છે સફળતાનો મંત્ર

PC: ndtv.in

દેશના જાણીતા ઉદ્યોગપતિ અને ઓટોમોબાઇલ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના ચેરમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખાસ્સા એક્ટીવ રહે છે અને અનેક વખત લોકોની કામગીરીની સરાહના કરતા રહે છે. તાજેતરમાં તેમણે ટ્વીટર પર એક વીડિયો શેર કરીને સુંદર લાઇન લખી છે. આ વીડિયોમાં એક રીંછ માછલીનો શિકાર કરે છે, એ જોઇને આનંદ મહિન્દ્રા પ્રભાવિત થયા છે.

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક મહાકાય રીંછ નદીમાં ડૂબકી લગાવીને માછલીનો શિકાર કરતું જોવા મળે છે. જેના કારણે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા ખૂબ જ પ્રભાવિત થયા છે અને તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે આ જ છે સફળતાનો મંત્ર છે. આ વીડિયોમાં રીંછની એકાગ્રતાના તમે પણ વખાણ કરશો.

દુનિયાભરના મોટાભાગના લોકો વન્યજીવનની શોધખોળ કરવા માંગે છે. આ સાથે તેઓ વન્યજીવ પ્રાણીઓની જીવનશૈલી જાણવા માટે પણ ખૂબ જ ઉત્સાહિત હોય છે. આવી સ્થિતિમાં, લોકો જંગલ સફારીમાં જતા જોવા મળે છે, જેઓ કેટલાક પ્રાણીઓની શ્રેષ્ઠ ક્ષણોને કેમેરામાં કેદ કરે છે અને તેને સોશિયલ મીડિયા પર શેર કરે છે. જેને જોઈને યુઝર્સ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે.

તાજેતરમાં આવોજ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક કદાવર રીંછ શિકાર કરતો જોવા મળી રહ્યો છે. આ રીંછ એક નદીના વહેતા પાણીમાં માછલીને શોધી રહ્યો છે.સામાન્ય રીતે માછલીને પકડવી સહેલી હોતી નથી. ઘણી વખત અથાગ પ્રયાસો પછી પણ ઘણી વખત માછલી હાથમાં આવતી નથી. જેના માટે એકાગ્રતા જોઇએ અને અનેક પ્રયાસો પછી સફળતા મળી શકે. આ વીડિયોમાં માછલી પકડવા માટે રીંછની એકાગ્રતા જોઇને ઓટોમોબાઇલ જાયન્ટ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કપનીના ચેરમેન આનંદ મહિન્દ્રા ખુબ પ્રભાવિત થયા છે.

આ વીડિયોમાં એક કદાવર રીંછ નદી કિનારે શાંતિથી બેઠેલો નજરે પડે છે, એનું ધ્યાન પાણી તરફ છે. પાણીમાં તરતી માછલીઓને આ રીંછ જોઇ રહ્યો છે. લાંબા સમયની વોચ પછી રીંછ એકાએક પાણીમાં હુમલો કરી દે છે અને તેના મોંઢામાં એક મોટી માછલી જોવા મળી રહી છે.

આનંદ મહિન્દ્રાએ તેમના ટ્વીટર હેન્ડલ પર વીડિયો શેર કરીને લખ્યું છે કે, Meditation. Concentration. Leads to successful action. મતલબ કે ધ્યાન અને એકાગ્રતા તમને સફળતા તરફ દોરી જાય છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 28 લાખ વ્યૂ મળી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp