રસ્તા પર ભીખ માગનારા નિઃસહાય જોડાના કરાવ્યા લગ્ન, હોસ્પિટલની સામે લીધા સાત ફેરા

PC: aajtak.in

બિહારના સુપૌલમાં એક વૃદ્ધ દિવ્યાંગ જોડાના અનોખા લગ્ન કરાવવામાં આવ્યા. સુપૌલના નિર્મલી અનુમંડલીય હોસ્પિટલના મેઇન ગેટ પાસે સ્થાનિક લોકોએ એક વૃદ્ધ દિવ્યાંગ વ્યક્તિના વૃદ્ધ મહિલા સાથે લગ્ન કરાવ્યા. સ્થાનિક નાગરિક આ વૃદ્ધ જોડાના લગ્નના સાક્ષી બન્યા. વૃદ્ધ જોડાએ સાત ફેરા લઇને એકબીજાને માળા પહેરાવી. બંને ભીખ માંગીને ગુજરાન ચલાવે છે. 54 વર્ષીય દિવ્યાંગ નથુની યાદવ મધુબની જિલ્લાના રાજબલીગઢ ગામમાં રહે છે. તે નથુનીના નિર્મલી શહેરમાં ભીખ માંગીને ગુજરાન કરી રહ્યો હતો. તેમજ, 50 વર્ષીય ગંગિયા દેવી ઔરંગાબાદ જિલ્લાની નિવાસી છે, તે પણ નિર્મલી શહેરમાં ભીખ માંગીને ગુજરાન કરતી હતી. સ્થાનિક નિવાસી મધુબાલા દેવીએ જણાવ્યું કે, દિવ્યાંગ નથુની યાદવ નિર્મલી બજારમાં ભીખ માંગીને ગુજરાન કરે છે. નથુનીના અત્યારસુધી લગ્ન થયા ન હતા.

જ્યારે 50 વર્ષીય ગંગિયા દેવીના પતિનું નિધન થઈ ગયુ હતું. તેના લગ્ન થયાના 2 વર્ષ બાદ જ તેના પતિનું મોત થઈ ગયુ હતું. ગંગિયા દેવી નિઃસહાય હતી અને નિર્મલીમાં ભીખ માંગીને ગુજરાન કરે છે. જ્યારે આ બંનેને એકબીજા વિશે જાણકારી મળી તો સ્થાનિક લોકોએ લગ્ન કરાવવાનો વિચાર કર્યો. બંનેના લગ્ન અંગે ચર્ચા કરી અને બંનેના અભિપ્રાય લેવામાં આવ્યા. તેના પર બંને વૃદ્ધ તૈયાર થઈ ગયા. ત્યારબાદ બુધવારે મોડી રાત્રે બંનેના લગ્નની તૈયારી સમાજના લોકોએ કરી.

સ્થાનિક લોકોએ વૃદ્ધ દુલ્હા-દુલ્હનને નવા કપડાં પહેરાવીને તૈયાર કર્યા. ત્યારબાદ હોસ્પિટલના મેન ગેટ પર જ કાર્ટનમાં આગ લગાવીને તેને હવનની જેમ માનીને દુલ્હા-દુલ્હને સાત ફેરા લીધા. દુલ્હો નથુની યાદવ અને દુલ્હન ગંગિયા દેવીએ એકબીજાને વરમાળા પહેરાવીને લગ્નની રસ્મો પૂરી કરી. નિર્મલી અનુમંડલીય હોસ્પિટલના ગેટ પાસે અગ્નિના સાત ફેરા લગાવીને એકબીજાનો સહારો બનાવી દીધા. આ અનોખા લગ્નને જોવા માટે આશરે એક કલાક હોસ્પિટલના ગેટ પાસે લોકોની ભીડ લાગી રહી. લગ્નને લઇને બંનેના ચહેરા પર ખુશી જોવા મળી.

વૃદ્ધ દુલ્હન ગંગિયા દેવીએ કહ્યું- લગ્ન બાદ પતિનું મોત થઈ ગયુ હતુ. બાદમાં નિર્મલી શહેરમાં ભીખ માંગીને હોસ્પિટલ પરિસરની આસપાસ ગુજરાન કરી રહી છે. લગ્ન થયા બાદ સહારો મળવાની ખુશી છે. તેમજ, વૃદ્ધ દિવ્યાંગ વરરાજા પણ લગ્નથી ખુશ છે. વરરાજાએ કહ્યું કે, એકબીજાનો સહારો બનીને ખૂબ જ ખુશી છે. આ દરમિયાન સ્થાનિક યુવક અને ગ્રામીણ મોબાઇલથી વીડિયો બનાવતા દેખાયા. નિર્મલી અનુમંડલ હોસ્પિટલમાં કાર્યરત એએનએમ અને જીએનએમ સહિત ઘણા સ્ટાફ લગ્નમાં સામેલ થયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp