પબ્જી લવર્સ માટે ખુશખબરઃ ઈન્ડિયના PUBG ગણાતા BGMI પરનો બેન 10 મહિના પછી હટ્યો

PC: businesstoday.in

ક્રાફ્ટનની પોપ્યુલર બેટલ રોયલ ગેમ બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ભારતમાં પાછી આવી રહી છે. લગભગ 10 મહિના પહેલા આ ગેમને બેન કરવામાં આવી હતી. સરકારના નિર્ણય પછી ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી પણ આ ગેમને રિમૂવ કરી દેવામાં આવી હતી.

જોકે, હવે આ ગેમ વાપસી કરી રહી છે. પાછલા થોડા દિવસોથી તેનાથી સંબંધિત રિપોર્ટ્સ આવી રહ્યા હતા, પણ હવે ક્રાફ્ટને ઓફિશિયલી રૂપે ગેમની વાપસીની પુષ્ટી કરી દીધી છે. BGMI કંઇ બીજું નહીં પણ PUBG મોબાઇલ ઇન્ડિયાનું રિબ્રાન્ડેડ વર્ઝન છે, જેને ક્રાફ્ટને થોડા ફેરફાર કરીને લોન્ચ કરી હતી.

ક્રાફ્ટન ઇન્ડિયાના CEO Sean Hyunil Sohnએ વાપસીની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, અમે ભારતીય ઓથોરિટીઝના ઘણા આભારી છીએ, કારણ કે તેમણે બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયાના ઓપરેશન્સને ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. પાછલા થોડા મહિનાઓમાં સપોર્ટ અને ધૈર્ય રાખવા માટે અમે ભારતીય ગેમિંગ કોમ્યુનિટીનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ.

તેમણે કહ્યું કે, આ એપ જલ્દીથી ઉપલબ્ધ હશે. થોડા વર્ષો પહેલા ભારત સરકારે 300થી વધારે એપ્સને બેન કરી છે, જેમાં BGMI એક માત્ર એવી એપ છે, જે પાવસી કરી રહી છે. ભારત સરકારના આ પગલાથી સાઉથ કોરિયન ગેમિંગ કંપનીને મોટી રાહત મળશે. ક્રાફ્ટને ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં 10 કરોડ ડોલરનું રોકાણ કર્યું છે.

તેનાથી ભારતમાં ઝડપથી ગ્રો કરી રહેલી ઇ સ્પોર્ટ ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ મળશે. આ એપને સરકારે ગયા વર્ષે બેન કરી હતી. ક્રાફ્ટને આ પહેલા દાવો કર્યો હતો કે, જુલઇ, 2022માં BGMIએ 10 કરોડ રજિસ્ટર્ડ યુઝર્સનો આંકડો પાર કરી લીધો છે. બેન થયા સુધીમાં ભારતીય બજારમાં એન્ડ્રોઇડ પર હાજ સૌથી વઘારે રેવન્યુ કમાનારી એન્ડ્રોઇડ એપમાંની એક હતી. આ ગેમ લોન્ચ થયા બાદથી જ તેના પર સવાલ ઉભા થઇ રહ્યા હતા.

આ ગેમ PUBG મોબાઇલનું જ રીબ્રાન્ડેડ વર્ઝન હતું  અને  કોઇ ફેરફાર નહોતા કરવામાં આવ્યા. એ જ કારણ હતું કે, તેને બેન કરવાની માગ કરી રહ્યા હતા. ત્યાં સુધી કે, ક્રાફ્ટન પર આરોપ લાગ્યા હતા કે, કંપનીએ એ જ ચીની અધિકારીઓને હાયર કર્યા છે, જે PUBG માટે કામ કરી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp