યાત્રીઓથી ખીચોખીચ ભરેલી બસ પલટી, 1નું મોત, 45 ઘાયલ, જુઓ વીડિયો

PC: twitter.com

પશ્ચિમ બંગાળના પૂર્વ બર્ધમાન જિલ્લામાં રવિવારે યાત્રીઓથી ખીચોખીચ ભરેલી બસ અચાનક પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને 45 લોકો ઘાયલ થયા છે. જેમાંથી કેટલાંકને ગંભીર ઈજાઓ પણ થઈ છે. બસ પલટવાની આખી ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ છે. તેમાં જોઈ શકાય છે કે ઘણી સ્પીડથી આવી રહેલી બસ રસ્તા પરથી પસાર થાય છે ત્યારે અચાનક પલટી ખાઈ જાય છે અને ઘણા બધા મુસાફરો તેની નીચે દબાઈ જાય છે. ઘણો મુસાફરો બસની ઉપર બેઠેલા દેખાય છે તેઓ બસના પલટતા જ તેની નીચે દબાઈ જતા દેખાય છે.

સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે રસ્તા પર ફૂલ સ્પીડે બસ આવી રહી છે. તેના આવવાના થોડી સેકન્ડ પહેલા જ એક એમ્બ્યુલન્સ ત્યાંથી પસાર થાય છે. રસ્તા પર કેટલાંક લોકો સાયકલથી જતા જોવા મળે છે. આ દરમિયાન બસ રોડના કિનારા તરફ ઘસડાય છે અને એકદમ પલટી ખાઈ જાય છે. તેની નીચે ઘણા યાત્રીઓ દબાઈ જાય છે અને કેટલાંક તેનાથી બચીને ભાગતા જોવા મળે છે. જ્યારે ઘટનાસ્થળે હાજર લોકો દોડીને મદદ માટે આગળ આવતા દેખાય છે. તેઓ બસની નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કોશિશમાં લાગી જાય છે. રિપોર્ટ પ્રમાણે, આ દુર્ઘટના રવિવારે સવારે કટવા-બીરભૂમ સ્ટેટ હાઈવે પર થઈ હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે બસ દુર્ઘટનામાં 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમની કટવા સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ દુર્ઘટનામાં ઘણા લોકોને સામાન્ય ઈજા થઈ છે. જેમને પ્રાથમિક સારવાર પ્યા પછી ઘરે મોકલી દેવામાં આવ્યા છે. મૃતકની ઓળખ કરવા માટે તેની લાશને પોસ્ટમોર્ટમ કરવા મોકલી આપવામાં આવી છે.પૂર્વીય બર્ધમાન જિલ્લાના અતિરિક્ત પોલીસ અધિકક્ષ ધ્રુબો દાસે પણ આ ઘટનાને લઈને મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે મીડિયા સાથેની વાતીચતમાં કહ્યું હતું કે, આ દુર્ઘટનામાં આશરે 45 લોકોને ઈજા પહોંચી છે અને એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. તેમણે કહ્યું હતું કે, બસના ડ્રાઈવરની ધરપકડ કરી લેવામાં આવી છે. બસને જપ્ત કરી લેવામાં આવી છે અને આ મામલે અનિચ્છનીય હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. અમારા તરફથી એ પણ તપાસ કરવામાં આવશે કે આ બસ ચલાવવાને લાયક પણ હતી કે નહીં. જેના પછી આગળ એક્શન લેવામાં આવશે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp