આ પૂર્વ મુખ્યમંત્રીની દીકરી કરાવશે સેક્સ ચેન્જ, જાણો કેવી રીતે થાય છે ઓપરેશન

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યની દીકરી સુચેતા ભટ્ટાચાર્ય હવે ‘સુચેતન’ બનવા જઈ રહી છે. સુચેતાએ સેક્સ ચેન્જ ઓપરેશન દ્વારા પોતાનું લૈંગિક પરિવર્તન કરાવવાનો નિર્ણય લીધો છે. તે તે માટે કાયદાકીય સલાહ લઈ રહી છે. તેનું કહેવું છે કે તે પોતાને એક પુરુષ તરીકે ઓળખે છે અને હવે તેના માટે જરૂરી શારીરિક બદલાવ કરવા પણ તૈયાર છે. તેણે સાયકિયાટ્રિસ્ટ સાથે સંપર્ક કર્યો છે અને સેક્સ ચેન્જ ઓપરેશન કરાવવા માટે આવશ્યક દસ્તાવેજ ભેગા કરવાની શરૂઆત કરી દીધી છે.
મીડિયા સાથે કરેલી વાતચીતમાં સુચેતાએ પોતાનું સેક્સ ચેન્જ કરાવવાની પ્રક્રિયાને LGBTQ સમર્થક આંદોલનનો હિસ્સો બતાવી. તેણે કહ્યું કે, તેનું મારા પારિવારિક કે પૈતૃક ઓળખ સાથે કોઈ લેવું-દેવું નથી. હાલમાં જ ઘણા LGBTQ વર્કશોપમાં હિસ્સો લઈ ચૂકેલી સુચેતાએ કહ્યું કે હું એક ટ્રાન્સ મેન તરીકે રોજ થનારા સામાજિક શોષણને રોકવા માગું છું. હું પુખ્ત વયની છું, 41 વર્ષની છું. આ હિસાબે હું પોતાની જિંદગી સાથે જોડાયેલા બધા નિર્ણય પોતે લઈ શકું છું. મેં એટલે આ નિર્ણય લીધો છે. કૃપયા તેમાં મારા માતા-પિતાને ન ઘૂસાડો, જે પોતાને માનસિક રૂપે પુરુષ માનતું હોય, તે પણ પુરુષ છે, જેમ હું પોતાને માનસિક રૂપે પુરુષ માનું છું. હું હવે શારીરિક રૂપે પણ અનુભવ કરવા માગું છું.
સુચેતાને આશા છે કે તેના પિતા આ નિર્ણયનું સમર્થન કરશે કેમ કે તેઓ બાળપણથી જ તેની સ્થિતિને જાણે છે. તેણે કહ્યું કે, મેં નિર્ણય લીધો છે. હું તેના માટે લડીશ. મારી અંડર સાહસ છે. કોઈ શું કહે છે તેની મને કોઈ ચિંતા નથી. હું બધાના સવાલોના જવાબ આપવા તૈયાર છું.
શું હોય ચે સેક્સ ચેન્જ ઓપરેશન?
સેક્સ ચેન્જ ઓપરેશનથી કોઈ પણ વ્યક્તિ પોતાનું લિંગ બદલાવી શકે છે. તેને જેન્ડર ચેન્જ ઓપરેશન પણ કહેવામાં આવે છે. તેના માટે એક ખાસ ઓપરેશન હોય છે જેને સેક્સ રીઅસાઈન્મેન્ટ સર્જરી (SRS) કહેવામાં આવે છે. તેમાં એક બાદ એક ઘણી સર્જરી કરવામાં આવે છે, જેમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિની શારીરિક બનાવટને તેના મનપસંદ લિંગના હિસાબે બદલી શકાય છે. જો કે, આ ઓપરેશન માટે ભારતમાં ઓછામાં ઓછા 20 વર્ષની ઉંમર હોવી જરૂરી છે. જો તેનાથી ઓછી ઉંમરમાં આ ઓપરેશન કરાવવું હોય તો માતા-પિતાની લેખિત સહમતી રજૂ કરવાની હોય છે.
ત્યારબાદ સાઇકિયાટ્રિસ્ટ સાથે સંપર્ક કરીને આ વાતનું સર્ટિફિકેટ લેવાનું હોય છે, જે લિંગને મેળવવાની ઈચ્છા કરવામાં આવી રહી છે, સંબંધિત વ્યક્તિની એ લિંગના હિસાબે માનસિક રૂપે સ્થિતિ છે કે નહીં. સેક્સ ચેન્જ માટે પહેલા ઘણા દિવસો અને ઘણી વખત મહિનાઓ સુધી ‘હાર્મોનલ થેરેપી’ હેઠળ ખાવાની દવાઓ આપવામાં આવે છે. ત્યારબાદ SRS હેઠળ 5-6 કલાકની સર્જરી થાય છે. સર્જરી બાદ લગભગ 1 વર્ષ સુધી હોર્મોનલ થેરેપી ચાલુ રહે છે. ઘણા મામલે આખી જિંદગી આ થેરેપી લેવી પડે છે. આ પ્રક્રિયામાં લગભગ 10-20 લાખ રૂપિયા સુધી ખર્ચ આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp