નેતાના 28 સ્થળોએ ITના દરોડા, નોટોનો પહાડ મળ્યો, 15 કરોડ રોકડા કબ્જે

PC: aajtak.in

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જિની પાર્ટી TMCના નેતાના ઘરે આવકવેરા વિભાગે દરોડા પાડીને 11 કરોડ રૂપિયાની મસમોટી રકમ કબ્જે કરી છે. આવકવેરા અધિકારીઓ જ્યારે દરોડા પાડ્યા ત્યારે  TMCના  ઘરે નોટોનો પહાડ જોઇને ચોંકી ગયા હતા. આવકવેરા વિભાગે બુધવારે રાતથી દરોડા પાડ્યા છે અને  TMC નેતાના સાગમટે 28 સ્થળોએ ઇન્કમટેક્સ અધિકારીઓની ટીમ પહોંચી ગઇ છે. અધિકારીઓ TMC નેતા સાથે સવાલ- જવાબ કરી રહ્યા છે.

પશ્ચિમ બંગાળના રાજકારણમાં ફરી એકવાર નોટોનો પહાડનો મુદ્દો ગાજ્યો છે. દેશભરમાં ગાજેલા પાર્થ ચેટર્જી અને તેની સાથે જોડાયેલા શિક્ષણ કૌભાંડ બાદ TMC ફરી એકવાર વિવાદમાં છે. મુર્શિદાબાદનાTMC ધારાસભ્ય ઝાકિર હુસેનના ઘરેથી રૂ. 10.90 કરોડ રોકડા મળી આવ્યા છે. આવકવેરા વિભાગે બુધવારે મોડી રાત્રે ઝાકિર હુસૈનના ઘર અને તેની અનેક ફેક્ટરીઓ પર દરોડા પાડ્યા હતા. તે દરોડા દરમિયાન જ આટલી રોકડ મળી આવી છે. ધારાસભ્ય ઝાકિર હુસેને દાવો કર્યો છે કે તેની પાસે રોકડ સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો મોજુદ છે, આમ છતા સરકારી એજન્સીએ તપાસ શરૂ કરી દીધી છે.

ઇન્કમટેક્સ વિભાગે કુલ 28 જગ્યાએ દરોડા પાડ્યા છે. આ તમામ સ્થળોએ પાડેલા દરોડામાં આવકવેરા વિભાગને કુલ 15 કરોડ રોકડા મળ્યા છે, જેમાંથી એકલા મુર્શિદાબાદમાંથી જ 11 કરોડ રોકડા મળ્યા હતા જ્યાથી ઝાકિર ધારાસભ્ય છે.

જાણવા મળેલી માહિતી મુજબ TMCના ધારાસભ્ય ઝાકિરનો બીડીનો મોટો બિઝનેસ છે અને તેની અનેક ફેકટરીઓ છે. આવકવેરા અધિકારીઓ બધી ફેકટરી પર પહોંચી ગયા હતા. ઉપરાંત ઝાકિર પાસે એક ચોખાની મીલ પણ છે, ત્યાં પણ આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. ઝાકિરનો એક નજીકનો મિત્ર પણ ITના સાણસામાં આવી ગયો છે. મિત્રના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે.

આવકવેરા વિભાગે જે દરોડા પાડ્યા છે તેની તસ્વીર સામે આવી છે, જેમાં નોટોનો પહાડ દેખાઇ રહ્યો છે. ઝાકિર હુસેને કહ્યું કે, તેઓ તપાસમાં આવકવેરા અધિકારીઓને પુરો સહયોગ કરી રહ્યા છે, કારણકે તેમને કોઇ જર નથી, રોકડ સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો તેમની પાસે છે એમ ધારાસભ્યએ કહ્યું હતું.

TMC નેતા કુણાણ ઘોષે કહ્યુ કે, ઝાકિર હુસેન TMCમાં સામેલ થયા તે પહેલાંથી બીડીનો બિઝનેસ કરે છે. આ એવા પ્રકારનો બિઝનેસ છ, જેમાં મજૂરોને પેમેન્ટ ચૂકવવા માટે રોકડની જરૂરિયાત રહેતી હોય છે. જો કોઇ ગરબડ હોય તો ઇન્કમટેક્સ પગલાં લે, પરંતુ એ પહેલાં જ બ્લેક મની છે એવી જાહેરાત કરી દેવી ખોટું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp