પશ્ચિમ બંગાળમાં 679 બૂથો પર આજે ફરી વોટિંગ, હિંસા બાદ ચૂંટણી પંચનો નિર્ણય

PC: timesofindia.indiatimes.com

બંગાળ પંચાયત ચૂંટણીમાં થયેલી હિસા બાદ રવિવારે ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો છે. એ મુજબ બંગાળના 697 બૂથો પર ફરીથી મતદાન થશે એટલે કે આજે વોટ નાખવામાં આવી રહ્યા. શનિવારે 74 હજાર પંચાયતો માટે મતદાન થયું હતું. આ દરમિયાન હિંસા અને પોલિંગ બૂથો પર મારામારી, બૂથો લૂંટવા અને હિંસા કરવાની ઘટનાઓ સામે આવી. સોમવારે 19 જિલ્લાઓમાં બૂથો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. દરેક બૂથો પર રાજ્ય પોલીસ સિવાય કેન્દ્રીય બળના જવાન ઉપસ્થિત છે.

મુર્શીદાબાદ, કુચબિહાર, ઉત્તર અને દક્ષિણ 24 પરાગના હિંસાના કેન્દ્ર બિંદુ હતા. કુચબિહારમાં TMC વર્કર્સે બેલેટ બોક્સ તોડયા, તેમાં પાણી નાખ્યું અને આગ લગાવી દીધી. ઉત્તર દિનાજપુરમાં ઘણી જગ્યાઓ પર બેલેટ પેપર અને ચૂંટણી સાથે જોડાયેલી સામગ્રી સળગાવી. દક્ષિણ દિનાજપુરમાં બેલેટ બોક્સમાં પાણી નાખી દેવામાં આવ્યું. હિંસામાં ઘણા લોકોના મોત પણ થયા અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા. ભાજપે રાજ્ય ચૂંટણી પંચને પત્ર લખીને બંગાળમાં પંચાયત ચૂંટણી ફરી કરાવવાની માગ કરી હતી. હવે ચૂંટણી પંચે ઘણા બૂથોને ચિહ્નિત કરતા સોમવારે ફરી વોટિંગ કરાવવાનો નિર્ણય લીધો છે. તેના માટે પૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ ચૂંટણી કેન્દ્રીય સુરક્ષાબળોની દેખરેખમાં કરાવવામાં આવશે.

આ 697 બૂથો પર ફરી મતદાન:

પુરુલિયામાં 4 બૂથો, નદિયામાં 89, મુર્શિદાબાદમાં 175, પશ્ચિમ મેદિનીપુરમાં 10, બિરભૂમમાં 14, જલપાઈગુડીમાં 14, દક્ષિણ પરગણામાં 46, અલીપુરદ્વારમાં 1, હાવડામાં 8, ઉત્તર 24 પરગણામાં 36, પુર્વ મેદિનીપુરમાં 31, કુચબિહારમાં 53, ઉત્તર દિનાજપુરમાં 42, દક્ષિણ દિનાજપુરમાં 18, માલ્દામાં 110, પૂર્વ વર્ધમાનમાં 3, પશ્ચિમ વર્ધમાનમાં 6, બંકુરામાં 8, હુંગલીમાં 29 બૂથો પર મતદાન થશે.

દક્ષિણ 24 પરગણમાં આ બૂથો પર ફરી મતદાન:

ડાયમંડ હાર્બરના 10 બૂથો, વિષ્ણુપુરમાં 1, બસંતીમાં 4, ગોસાબામાં અને જોયનગરમાં 5-5, કુલતાલી, જોયનગર દ્વિતીયમાં 3-3, બરુઈપૂર, મથુરાપુર, મગરાહતમાં 1-1, મંદિર બાજારમાં 2 બૂથો પર થશે મતદાન.

બિરભૂમમાં આ બૂથો પર ફરી થશે મતદાન:

ખોયરયાસોલ, દુબરાજપુરમાં 3-3, સિઉરીમાં-1, માયુરેશ્વર એકમાં 2, અને માયુરેશ્વર બેમાં 4 બૂથો પર ફરી મતદાન થશે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, બંગાળમાં પંચાયત ચૂંટણીને લઈને અત્યાર સુધી રાજ્યમાં 37 લોકોના મોત થઈ ચૂક્યા છે. માત્ર શનિવારે જ TMCના 11 કાર્યકર્તાઓની હત્યા થઈ છે. એ સિવાય ભાજપના 3, કોંગ્રેસના 3, CPIMના 2 કાર્યકર્તાઓના મોત થયા. હિંસાની આ ઘટના મુર્શીદાબાદ, કુચબિહાર, પૂર્વી બર્દવાન, માલ્દા, નદિયા, ઉત્તર અને દક્ષિણ 24 પરગણામાં થઈ છે. બંગાળના રાજ્યપાલ ચૂંટણી હિંસા પર ગૃહ મંત્રાલયને રિપોર્ટ સોંપવા માટે દિલ્હી પહોંચ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોસ રવિવારે નવી દિલ્હી જવા રવાના થયા હતા, જ્યાં તેમના કેન્દ્રીય મંત્રી અમિત શાહને મળવા અને રાજ્યમાં પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસા પર એક રિપોર્ટ સોંપવાની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp