58 લાખ રૂપિયાનું પેકેજ હોવા છતા જીવનથી પરેશાન છે 24 વર્ષીય છોકરો

PC: entrepreneur.com

કોઈએ સાચું જ કહ્યું છે કે, પૈસાથી બધી વસ્તુ ખરીદી શકાતી નથી. પૈસા તમને થોડી પળની ખુશી આપી શકે છે, પરંતુ શાંતિ તો લોકોના પ્રેમ અને તમારા મહત્ત્વથી જ મળે છે. આ વાતને એક 24 વર્ષીય છોકરાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સારી રીતે રજૂ કરી છે. છોકરો એક સોફ્ટવેર એન્જિનિયર છે અને તે 58 લાખના પેકેજ પર એક ટેક કંપનીમાં કામ કરે છે. છોકરાની ઉંમર હજુ કંઈ ખાસ નથી. તે માત્ર 24 વર્ષનો છે અને તે આ ઉંમરમાં જ જિંદગીથી હતાશ, નિરાશ થઈ ચૂક્યો છે.

તેને લઈને તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી છે. જે હવે વાયરલ થઈ રહી છે. છોકરાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, હું એક સોફ્ટવેર એન્જિનિયર છું અને મારી ઉંમર 24 વર્ષની છે. હું એક ખૂબ મોટી કંપનીમાં કામ કરું છું. મને કામ કરતા 2.9 વર્ષ થઈ ગયા છે. મારું વાર્ષિક પેકેજ 58 લાખ રૂપિયા છે. સારું કમાઈ રહ્યો છું, વર્ક લાઇફ પણ ખૂબ રિલેક્સ છે. એટલું બધુ હોવા છતા હું જિંદગીમાં ખૂબ એકલો અનુભવી રહ્યો છું. મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી, જેની સાથે હું પોતાની જિંદગી વિતાવી શકું. મારા બધા મિત્રોની ગર્લફ્રેન્ડ છે અને તેઓ બધા પોતાની જિંદગીમાં વ્યસ્ત છે.

તેણે આગળ લખ્યું કે, મારી વર્ક લાઇફ પણ ખૂબ બોરિંગ છે. હું શરૂઆતથી જ એક કંપનીમાં કામ કરું છું અને રોજ એક જ કામ કરું છું. એવી સ્થિતિ આવી ગઈ છે કે હું પોતાના કરિયરમાં નવા પડકારો લેવા માગતો નથી અને ન તો મને કોઈ ગ્રોથ કરવાનો કોઈ અવસર જોઈએ છે. એવામાં તમે બતાવો કે હું પોતાની જીંદગીને મજેદાર બનાવવા માટે બીજું શું કરું? એમ નહીં કહેતા જિમ જતા રહો કેમ કે હું પહેલા જ જઈ રહ્યો છું. આ પોસ્ટને @apadapajappa નામના યુઝરે પોતાના ટ્વીટર અકાઉન્ટ પરથી શેર કરી છે.

તેણે લખેલી પોસ્ટને વાંચ્યા બાદ 2 વસ્તુ સમજ આવે છે. પહેલી વ્યક્તિ કેટલા પણ પૈસા કમાઈ લે તે પૈસાથી ક્યારેય સંતુષ્ટ નહીં હોય શકે. બીજું પૈસાઓથી ખુશી ખરીદી શકાતી નથી. છોકરાની આ પોસ્ટને વાંચ્યા બાદ યુઝર્સે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ઘણા લોકોએ પણ પોતાની જિંદગીની હાલત કઈક એવી જ બતાવી તો કેટલાક લોકોએ નવું સ્ટાર્ટઅપ શરૂ કરવાની સલાહ આપી નાખી. જ્યારે કેટલાક લોકોએ કહ્યું કે, ભાઈ હવે છોકરીઓને તારી સેલેરી બાબતે ખબર પડી ગઈ છે જલદી જ કોઈ ગર્લફ્રેન્ડ બની જશે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp