મકાન માલિકે અચાનક ઘરનું ભાડુ 10 હજાર વધારી દીધું, કારણ જાણી ચોંકી જશો

PC: indiatoday.com

બેંગલોર એક એવું શહેર છે, જ્યાં ખરાબ ટ્રાફિક અને મકાન માલિક-ભાડુત વચ્ચેના ડરામણા સંબંધોએ તેની વ્યવસાયિક અને રાજકીય ગતિવિધિઓની તુલનામાં વધારે ધ્યાન ખેંચ્યું છે. સોશિયલ મીડિયા પર ઘણાં યૂઝર્સ મકાન માલિકો દ્વારા વધારે ભાડુ માગવાના અનુભવો શેર કરતા રહે છે. વધુ એક પોસ્ટ વાયરલ થઇ છે. જેમાં કહેવામાં આવ્યું કે, કઇ રીતે એક મકાન માલિકે ઈંદિરાનગરમાં 2BHK ફ્લેટનું ભાડુ થોડા જ કલાકોમાં 10 હજાર વધારી દીધું. અચાનક વધેલું ભાડુ ઈન્ટરનેટ પર વાયરલ થયું.

નિતિન કાલરા નામના વ્યક્તિએ ટ્વીટર પર @Bharath_MG દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો. પોસ્ટ ટૂંક સમયમાં વાયરલ થઇ ગઇ. જેમાં મકાન માલિકે ઘરનું ભાડુ 45000થી વધારીને 55000 કરવાનો નિર્ણય કર્યો.

પોસ્ટને 2 લાખથી વધારે વાર જોવામાં આવી છે અને ઘણી કમેન્ટ્સ મળી રહી છે કે કઇ રીતે બેંગલોરમાં મકાન ભાડે લેવું અપ્રભાવી થઇ જાય છે. આ એક આધુનિક દુનિયામાં અવસરવાદિતા અને નૈતિકતા ન હોવાનું કહી જાય છે. જેને ડિમાન્ડ અને સપ્લાઇ તરીકે એક બિઝનેસ સેન્સમાં જોવામાં આવે છે અને લોકો તેને સેલિબ્રેટ પણ કરે છે. ભરત એમજી નામના યૂઝરે ભાડુ 45 હજારથી 55 હજાર એ કારણે કરી દીધું કારણ કે, તેણે પહેલા કરેલી પોસ્ટને લોકોનો ધાર્યા કરતા વધારે રિસ્પોન્સ મળ્યો હતો. ડિમાન્ડ વધારે મળતા તેણે ફ્લેટનું ભાડુ 10 હજાર રૂપિયા વધારી દીધું.

એક યૂઝરે લખ્યું કે, માત્ર વાઇબ્સના આધારે તે ફ્લેટની કિંમત વધારે હોવી જોઇએ. કલ્પના કરો કે ઈંફ્લુએંસર્સનું એક ગ્રુપ આને પોતાના કન્ટેંટ માટે વાપરી રહ્યા છે. આ એક ચોરીનો સોદો હતો. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ વાયરલ થયા પછી લોકો ઘણાં મીમ્સ પણ બનાવી રહ્યા છે. જુઓ લોકોના રિએક્શન...

તો વધુ એક યૂઝરે લખ્યું કે, હવે મને સમજાયું કે મિત્રો અને સગા સંબંધીઓ બેંગલોરમાં ફ્લેટ ખરીદવાનું કેમ પસંદ કરે છે. અમે ભુવનેશ્વરમાં જે 1414 વર્ગફૂટનો 3બીએચકે ફ્લેટ ખરીદ્યો હતો તેનું ભાડુ EMI કરતા વધારે છે. તેઓ પાછા ફરવા પર તેને વેચવાના હેતુથી બેંગલોરમાં ફ્લેટ ખરીદવાનું પસંદ કરે છે. તો એક વ્યક્તિએ લખ્યું કે, થોડા વર્ષોમાં બેંગલોર રહેવા લાયક રહેશે નહી. સરકારે હસ્તક્ષેપ કરવો જોઇએ અને ભાડા પર નિયંત્રણ લાવવો જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp