બેંગ્લોરના વ્યક્તિએ 20 કરોડ રૂપિયામાં આ એક કૂતરું ખરીદ્યું, જાણો કેમ છે ખાસ

PC: jansatta.com

અત્યાર સુધી તમે ઘણા પ્રકારના પાળતુ પશુઓને જોયા હશે. કેટલાક લોકો શ્વાન લવર તો પાળતુ પશુઓને એક સારો લક્ઝરી ઉપચાર આપવાનો પ્રયત્ન કરે છે, પરંતુ બેંગ્લોરમાં એક વ્યક્તિ પાસે શ્વાનની એક એવી પ્રજાતિ છે, જેની કિંમત તમને હેરાન કરી દેશે, મીડિયા રિપોર્ટ્સ મુજબ, બેંગ્લોરના એક ડોગ લવરે કોકેશિયન શેફર્ડ પ્રજાતિનો દુર્લભ શ્વાન ખરીદ્યો છે. જેની કિંમત લગભગ 20 કરોડ રૂપિયાની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

બેંગલોરના એક વ્યક્તિ પાસે એક એવો શ્વાન છે જે હાલના દિવસોમાં મીડિયામાં છવાયેલો છે. આ શ્વાનને ખરીદવા માટે બેંગ્લોરના એક બિલ્ડરે તેના માલિકને 20 કરોડ રૂપિયા ઓફર કર્યા છે. આ ડોંગના ઓનરનું નામ છે સતીશ એસ. સતીશ બંગ્લોરનો જાણીતો ડોગ બ્રીડર છે. તે ઇન્ડિયન ડોગ બ્રીડર્સ એસોસિએશનનો અધ્યક્ષ પણ છે. સતીશે પોતાના આ કોકેશિયન શેફર્ડનું નામ ‘Cardaboms Hayder’ રાખ્યું છે. દોઢ વર્ષના આ શ્વાનનું વજન 100 કિલોની આસપાસ છે.

આ શ્વાનનું માથું 38 ઇંચ અને ખભા 34 ઈંચના છે. આ શ્વાનના પગ 2 લીટરની કોલ્ડ ડ્રિંક બરાબર છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, બેંગ્લોરના જ એક બિલ્ડરે આ શ્વાન માટે સતીશને 20 કરોડ રૂપિયાની ઓફર આપી. જો કે, સતીશે તેને વેચવાની ના પાડી દીધી. પોતાની લક્ઝરી લાઇફ માટે ચર્ચામાં રહેનારા કેટલાક એક્ટર્સ એટલા મોંઘા ઘરમાં રહેતા નહીં હોય, જેટલી આ શ્વાનની કિંમત લાગી રહી છે.

કહેવામાં આવે છે કે સતીશ મોંઘા અને દુર્લભ પ્રજાતિના શ્વાન ખરીદવા માટે જાણીતો છે. વર્ષ 2016માં તે કેરેબિયન મસ્ટિફનું પ્રજનન કરાવનારો ભારતનો પહેલો વ્યક્તિ બન્યો હતો. આ શ્વાનોની કિંમત એક કરોડ રૂપિયા બતાવવામાં આવે છે. કોકેશિયન શેફર્ડને ગાર્ડ ડોંગના રૂપમાં ઓળખવામાં આવે છે. આ શ્વાન સ્વભાવે નીડર હોય છે. આ શ્વાન પોતાના મિલનસાર સ્વભાવ માટે પણ જાણીતા છે.

આ પ્રજાતિ ખાસ કરીને જોર્જિયા, આર્મેનિયા, અજરબેજાન, ઓસેટિયા, દાગેસ્તાન અને રશિયાના કેટલાક હિસ્સામાં જોવા મળે છે. વિદેશોમાં આ પ્રજાતિના શ્વાનોનો ઉપયોગ શિયાળામાં ઘરોની સુરક્ષા માટે કરવામાં આવે છે. શ્વાન પશુઓને વરુઓ અને કોયોટ્સ જેવા શિકારીઓથી બચાવે છે. એક પૂર્ણ વિકસિત કોકેશિયન શેફર્ડનું વજન 70 કિલોગ્રામથી વધુ હોય છે. તેની ઊંચાઇ લગભગ 30 ઇંચ હોય શકે છે. આ પ્રજાતિનું જીવન કાળ 10-12 વર્ષનો હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp