જેમની પોતાની ગેરંટી નથી, એવા લોકોથી સાવધ રહેજો, PM મોદીનું વિપક્ષ પર નિશાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે મધ્ય પ્રદેશના શહડોલ પહોંચીને એક જાહેર સભાને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે વિપક્ષ પર નિશાન સાધી દીધુ હતું. તેમણે કહ્યું કે, નકલી ગેરંટીવાળા લોકોથી સાવધાન રહેજો. વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, જેમની પોતાની ગેરંટી નથી એવા લોકો મફતની ગેરંટી આપીને જાય છે અને પછી સુવિધાઓ મોંઘી કરી નાંખે છે. નકલી ગેરંટી આપવાવાળાઓનું હમેંશા આદિવાસીઓ વિરુદ્ધનું વલણ રહ્યું છે, આ દરમિયાન વડાપ્રધાન મોદીએ વિપક્ષની એકતા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે આ તમામ ભ્રષ્ટાચારી અને પરિવાર વાદી લોકો હવે એકસાથે આવી ગયા છે. હવે તમે આ તમામ લોકોને એક મંચ પર એકસાથે જોઈ શકશો જેઓ જામીન પર છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે મધ્ય પ્રદેશના શહડોલમાં એક જાહેરસભાને સંબોધતા કહ્યું કે, અમારા માટે આદિવાસી એ માત્ર મતદાતા નથી.તેમણે કહ્યું કે હું રાણી દુર્ગાવતીના ચરણોમાં મારી શ્રધ્ધાંજલિ અર્પિત કરુ છુ અને તેમની પ્રેરણાથી આજે સિકલ સેલ એનીમિયા મૂક્ત મિશન અભિયાનની શરૂઆત થઇ રહી છે.PM મોદીએ કહ્યું કે મધ્ય પ્રદેશમાં 1 કરોડ લોકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવી રહ્યા છે.
પ્રધાનમંત્રી મોદીએ સિકલ સેલ મૂક્તિ અભિયાનની શરૂઆત કરતા કહ્યું કે, આજે દેશ એક મોટો સંકલ્પ લઇ રહ્યો છે. આ આદિવાસી ભાઇ બહેનોના જીવન સુરક્ષિત કરવાનો સંકલ્પ છે. PM મોદીએ કહ્યું કે હું આદિવાસી લોકો વચ્ચે રહ્યો છુ. આ સિકલ સેલ એનીમિયાથી બચાવવાનો સંકલ્પ છે. દર વર્ષે સિકલ સેલ એનીમિયાની ચપટમાં ફસાતા 2.5 લાખ બાળકો અને તેમના પરિવારજનોના જીવન બચાવવાનો સંકલ્પ છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે સિકલ સેલ એનીમીયાએ કષ્ટદાયી બિમારી છે અને તે આખા પરિવારના માળાને વિખેરી નાંખે છે. આ બિમારી ન તો પાણીથી, ન તો હવાથી કે ન તો ભોજનથી ફેલાઇ છે.આ બિમારી આનુવંશિક છે, એટલે કે આ રોગ માતાપિતા તરફથી જ બાળકમાં આવે છે. આખી દુનિયામાં સિકલ સેલ એનિમિયાના અડધા કેસ એકલા આપણા દેશમાં છે. પરંતુ કમનસીબી છે કે છેલ્લા 70 વર્ષમાં તેની ક્યારેય ચિંતા નહોતી. તેના નિરાકરણ માટે કોઈ નક્કર આયોજન કરવામાં આવ્યું ન હતું. પરંતુ અમારી સરકારે હવે આદિવાસી સમાજના આ સૌથી મોટા પડકારને ઉકેલવાનું કામ હાથમાં લીધું છે. આપણા માટે આદિવાસી સમાજ માત્ર એક સરકારી આંકડા નથી,તે આપણા માટે સંવેદનશીલતાનો વિષય છે, ભાવનાત્મક બાબત છે.
તેમણે કહ્યું કે, જ્યારે હું ગુજરાતનો પહેલીવાર મુખ્યમંત્રી બન્યો તે પહેલાથી આ દિશામાં પ્રયાસ શરૂ કરી દીધા હતા અને એની સાથે જોડાયેલા અનેક અભિયાનો ચલાવ્યા હતા. અમારી સરકારનો પ્રયાસ છે કે બિમારી ઘટે અને સાથે બિમારી પર થતો ખર્ચ પણ ઘટે. અમે એક અલગ આદિવાસી મંત્રાલય બનાવીને તેને પ્રાથમિકતા આપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp