પગ લપસી જતા તળાવમાં ડૂબતી ભાભીને બચાવવા નણંદ કૂદી, બંનેના મોત

રાજસ્થાનના જયપુરના સુલ્તાનિયા ગામેથી એક દુખદ ઘટના સામે આવી. અહીં ગામમાં તળાવે પાણી લેવા ગયેલી મહિલાનો પગ લપસી જવાથી તે ડૂબી ગઇ. તેને બચાવવા માટે મહિલાની નણંદ પણ તળાવમાં કૂદી ગઇ. આ ઘટનામાં બંને મહિલાના તળાવમાં ડૂબી જવાથી મોત થયા છે. સુલ્તાનિયા ગામમાં શોકનો માહોલ છે. સાથે જ પરિવાર પણ શોકમાં છે.

કાર્યવાહક પોલીસ અધિકારી દયાચંદ મીણાએ જણાવ્યું કે, રાજેશ ગુર્જર નામના વ્યક્તિએ રિપોર્ટ નોંધાવી કે તેની ભાભી પિંકી ઉંમર 28 વર્ષ અને 22 વર્ષીય બહેન ગુડ્ડી ખેતરમાં ચારો લેવા ગઇ હતી. ગામના તળાવમાંથી પિંકી પાણી લેવા ગઇ હતી. જ્યાં તેનો પગ લપસી જતા તે ઊંડા પાણીમાં ડૂબવા લાગી. ભાભીને ડૂબતી જોઇ તેને બચાવવા માટે ગુડ્ડી પણ તળાવમાં કૂદી પડી. તળાવમાં જળકુંભીના લીધે નણંદ અને ભાભી તેમાં ફસાઈ ગયા અને બહાર આવી શક્યા નહીં. ડૂબવાને લીધે બંનેએ દમ તોડી દીધો.

આખા ગામમાં માતમ

ગામના એક જ ઘરમાંથી બે મહિલાઓના મોત પછી જ્યાં આખુ પરિવાર ગમમાં છે તો ગામમાં પણ માતમ છવાયો છે. સૌ કોઈ પીડિત પરિવારને સાંત્વના આપવામાં લાગ્યા છે. મૃતક પિંકીની દોઢ વર્ષની દીકરી અને 3 વર્ષનો દીકરો છે. અબોધ બાળકોના માથેથી માતાનું આંચલ છીનવાઇ જતા તેમના ઉછેર કરવાની જવાબદારી મજૂરી કરનારા પિતાના ખભે આવી ગઇ છે. પિંકીનું સુલ્તાનિયા ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું. જ્યારે મૃતક ગુડ્ડીનું અંતિમ સંસ્કાર તેના સાસરે પાલૂકલામાં કરવામાં આવ્યું.

ગામમાં નણંદ અને ભાભીના ડૂબવાની વાત સામે આવતા ગામના લોકો તેમને બચાવવા તળાવમાં દોડી પડ્યા. ગ્રામીણો દોરડું બાંધીને તેમના શવ શોધવાનું શરૂ કર્યું. પહેલા પિંકીને બહાર કાઢીને તેના શરીરમાંથી પાણી કાઢવાનો પ્રયાસ કર્યો પણ ત્યા સુધીમાં તેનું મોત થઇ ચૂક્યું હતું. તો ગુડ્ડીનું શવ ઊંડા પાણીમાં જવાને લીધે થોડા સમય પછી કાઢવામાં આવ્યું. છતાં તેને પણ બચાવી શકાય નહીં.

મોર્ચરીનો અભાવ, ગંદા રૂમમાં પોસ્ટમોર્ટમ

કહેવામાં આવે તો ફાગીમાં ઉપજિલ્લા હોસ્પિટલ છે. પણ અહીં સુવિધાઓનો અભાવ છે. હોસ્પિટલ કોરિડોરમાં પહેલા બનવવામાં આવેલી મોર્ચરીની ચારેય બાજુ બબૂલના વૃક્ષો છે. રસ્તા કીચડવાળા હોવાના કારણે ડૉક્ટરો શવનું પોસ્ટમોર્ટમ કરવા માટે હોસ્પિટલના કોરિડોરના વીરાન જગ્યા જોઇ પોસ્ટમોર્ટમ કરી પોતાના કર્તવ્યથી પલ્લુ ઝાડી રહ્યા છે. નણંદ અને ભાભીના શવને પણ ડૉક્ટરોએ પ્યાઉની પાસે પદડાથી ભરેલા ગંદા રૂમમાં ઉતાવળમાં પોસ્ટમોર્ટમ કરી પરિજનોને સોંપી દીધા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.