આ મંદિરમાં JCBની મદદથી તૈયાર થઇ રહ્યો છે 3.50 લાખ કિલો ચૂરમા પ્રસાદ, જુઓ તસવીરો

PC: patrika.com

રાજસ્થાનના જયપુર જિલ્લાના કોટપૂતલી વિસ્તાપના કુહાડા ગામમાં આવેલા ભૈરુબાબા મંદિરમાં 30 જાન્યુઆરીએ એટલે કે આવતી કાલે લક્ખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક આયોજનની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. આ મંદિરમાં અંદાજે 350 ક્વિન્ટલ એટલે કે 3.50 લાખ કિલો રાજસ્થાની ચૂરમા બનાવવમાં આવી રહ્યો છે. 2 લાખ લોકો દર્શન કરવા માટે આવશે.

ખાસ વાત એ છે કે 350 ક્વિન્ટલ ચુરમા બનાવવા માટે 100 થી વધુ લોકોની ટીમ લાગેલી છે. થ્રેસર વડે  દાલબાટીઓનો ચૂરો બનાવવામાં આવી રહ્યો છે. JCBની મદદથી તેમાં ઘી અને ખાંડ મિક્સ કરવામાં આવી રહ્યા છે. આ મેળામાં પૂર્વ ડેપ્યુટી CM સચિન પાયલટ સહિત અનેક જનપ્રતિનિધિઓ ભાગ લેશે. અહીં આયોજિત લક્ખી મેળો પોતાનામાં એક મિશાલ છે.

કોટપૂતલીથી 15 કિ.મી. દુર પહાડી પર આવેલા છાપલા વાળા ભૈરુબાબાના મંદિરમાં આયોજિત આ મેળા માટે એક મહિના પહેલાંથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. આ મેળો માણવા માટે રાજસ્થાન, હરિયાણા, મધ્ય પ્રદેશ જેવા અનેક રાજ્યોમાંથી શ્રધ્ધાળુઓ અહીં આવે છે.

મેળાના સફળ આયોજન માટે 20 શાળાઓનો લગભગ 4,000 સ્વંય સેવક, 2500 પુરષ કાર્યકરો, 400 મહિલાઓ અને ડઝનબંધી સ્વંયસેવી સંસ્થાઓ પોતાની સેવા આપે છે.

ભૈરુબાબા મંદિરની પૌરાણિક માન્યતા એવી છે કે સોનગિરી પોષવાલ નામના એક શ્રધ્ધાળુ ભૈરુબાબાની પ્રતિમા અહીં સ્થાપિત કરવા માંગતો હતો. ભૈરુબાબાની મૂર્તિ લેવા તે કાશી ચાલ્યો ગયો હતો. ભૈરવ બાબાએ તેને સપનામાં આવીને તેના પુત્રની બલિ માંગી હતી. શ્રધ્ધાળુએ પોતાના પુત્રની બલિ ચઢાવી દીધી હતી. આ વાતથી ભૈરુબાબા પ્રસન્ન થયા હતા અને શ્રધ્ધાળુના પુત્રને ફરી જીવિત કરી દીધો હતો.

એ પછી સોનગિરી પોષવાલે અહીં ભૈરુબાબાની પ્રતિમા પંચપીરોની સાથે ગામમાં સ્થાપિત કરી દીધી હતી. આજે પણ પ્રાચીન પંચદેવ ખેજડી વૃક્ષની પુજા કરવામાં આવે છે.

અહીં બનનારા 350 ક્વિન્ટલ મહાપ્રસાદીના ચૂરમા માટે 125 ક્વિન્ટલ લોટ, 45 ક્વિન્ટલ સુજી, 26 ક્વિન્ટલ દેશી ઘી, 85 ક્વિન્ટલ બુરા (દળેલી ખાંડ)નો ઉપયોગ કરવામાં આવે છે. આ સાથે 12 ક્વિન્ટલ માવો, 2.5 ક્વિન્ટલ કાજુ, 2.5 ક્વિન્ટલ બદામ, 2.5 ક્વિન્ટલ કિસમિસ, 6 ક્વિન્ટલ કટીંગ સુગર કેન્ડી, 3 ક્વિન્ટલ નારીયેળ, 51 ક્વિન્ટલ દૂધ મિક્સ કરવામાં આવશે.

મહાપ્રસાદી માટે માત્ર ચૂરમા અને દાળ જ બનાવવામાં આવે છે.ચૂરમા ઉપરાંત દાળ બનાવવા માટે 25 ક્વિન્ટલ દાલ, 30 પીપ સરસો તેલ, 9 ક્વિન્ટલ લીલા શાકભાજી, 1.50 ક્વિન્ટલ મસાલા અને 70 ક્વિન્ટલ દહીંનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ મેળામાં દેશભરમાંથી 2 લાખ લોકો આવવાની સંભાવના છે. કાર્યક્રમમાં ભજન થાય છે અને નેહડો થાય છે. નેહડામાં ભૈરુબાબાના વખાણ કરવામાં આવે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp