કાર પર હવે ગ્લોબલ નહિ,પણ થશે દેશી સેફ્ટી રેટિંગ! લોન્ચ થશે Bharat NCAP પ્રોગ્રામ

PC: globalncap.org

ભારત ન્યૂ કાર સેગમેન્ટ પ્રોગ્રામ (Bharat NCAP)ને લઈને અંતે મોટા સમાચાર સામે આવ્યા છે. કારોમાં મુસાફરોની સેફ્ટીને ધ્યાનમાં લઈને લાવવામાં આવનાર આ ક્રેશ ટેસ્ટ પ્રોગ્રામ કાલે એટલે કે 22 ઑગસ્ટના રોજ લાગૂ કરવામાં આવશે. આ પ્રોગ્રામ હેઠળ ભારતમાં મેન્યૂફેક્ચરિંગ કરવામાં આવનારી અને વેચાનારી કારોને તેના ક્રેશ રિપોર્ટના આધાર પર સેફ્ટી રેટિંગ આપવામાં આવશે. લાંબા સમયથી ભારત NCAPની રાહ જોવામાં આવી રહી હતી અને હવે આ પ્રોગ્રામને કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી દ્વારા કાલે લોન્ચ કરવામાં આવશે.

આ નવા પ્રોગ્રામ હેઠળ 3.5 ટન સુધી વજનવાળા વાહનોનું ક્રેશ ટેસ્ટ કરવામાં આવશે. ભારત NCAP ક્રેશ ટેસ્ટ ઍસેસમેન્ટ પ્રોગ્રામ હેઠળ વાહન નિર્માતા સ્વેચ્છાએ ઑટોમોટિવ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ (AIS) 197 હેઠળ પોતાના વાહનોની ટેસ્ટિંગ માટે રજૂ કરી શકે છે. આ ટેસ્ટિંગમાં વાહનના પ્રદર્શનના આધાર પર વયસ્ક યાત્રીઓ (AOP) અને બાળકો એટલે કે ચાઇલ્ડ ઓક્યૂપેન્ટ (COP) માટે સ્ટાર રેટિંગ આપવામાં આવશે. અત્યાર સુધી ભારતમાં જે વાહન વેચવામાં આવતા રહ્યા, તેમને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટના આધાર પર સેફ્ટી રેટિંગ આપવામાં આવતી હતી.

એ સિવાય એજન્સીને શૉરૂમથી પણ વાહન લેવાની પણ આઝાદી હશે. ભારત NCAP એક ક્રેશ ટેસ્ટ મૂલ્યાંકન પ્રોગ્રામ છે, જે વાહનોના ક્રેશ ટેસ્ટિંગ બાદ તેના પરફોર્મન્સના આધાર પર 0-5 સ્ટાર રેટિંગ આપશે. જેમ કે તમે અત્યાર સુધી ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં જોતા આવ્યા છો. રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ દેશમાં કારોના ક્રેશ ટેસ્ટ કરવા અને તેમને સેફ્ટી રેટિંગ આપવાના માટે પેરામીટર નક્કી કર્યા છે. જ્યારે આ પ્રોગ્રામ લાગૂ થઈ જશે, વાહન નિર્માતા પોતાના વાહનોને પરીક્ષણના આધાર પર સેફ્ટી રેટિંગ આપશે, જેથી કાર ખરીદદારોને વાહન પસંદ કરવામાં સરળતા રહેશે.

સરકારે ભારત NCAP પરીક્ષણ પ્રોટોકોલને વૈશ્વિક ક્રેશ ટેસ્ટ પ્રોટોકોલ સાથે જોડી દીધી છે અને નવા માનાંકોમાં તેની વેબસાઇટ પર 1-5 સ્ટાર સુધી સ્ટાર રેટિંગની સુવિધા આપવામાં આવશે. આ દેશમાં નિર્મિત અને આયાતીત 3.5 ટનથી ઓછા વજનવાળા M1 શ્રેણીના અનુમોદિત મોટર વાહનો પર લાગૂ થશે. M1 શ્રેણીના મોટર વાહનોનો ઉપયોગ યાત્રીઓના આવાગમન માટે કરવામાં આવે છે, જેમાં મહત્તમ ચાલકની સીટ સિવાય 8 સીટો હોય છે.

કોણ કરશે ટેસ્ટિંગ:

ઑટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ARAI), ભારત NCAP માટે પરીક્ષણ એજન્સીનું કામ કરી રહી છે. ARAIએ પણ બધા પેરામીટર્સ અનુસાર વાહનોના ક્રેશ ટેસ્ટ માટે કમર કસી લીધી છે. પૂણે અને ચાકનમાં પૂરી રીતે અત્યાધુની ટેક્નિકથી લેસ લેબ્સ છે, જેમણે 800 કરતા વધુ Pre-NCAP ક્રેશ પરીક્ષણ કર્યા છે. આ એજન્સી ઇન્ટરનેશનલ સ્તરના પરીક્ષણોને કરવા માટે પૂરી રીતે તૈયાર છે. ભારત NCAPની ખાસ વાત એ છે કે તેમાં અન્ય ક્રેશ ટેસ્ટ એજન્સીઓની જેમ એડલ્ટ અને ચાઇલ્ડ સેફ્ટી માટે અલગ-અલગ રેટિંગ નહીં મળે, સંભવ છે કે આ બંને બાબતે એક જ યુનિફાઇડ રેટિંગ આપવામાં આવશે.

ભારત NCAPના પેરામીટર્સ:

અત્યાર સુધી સરકારે ભારત NCAPના પેરમીટર્સને જે અંતિમ રૂપ આપ્યું છે તેના આધાર પર.

કારના પગપાળા યાત્રી અનુકૂળ ડિઝાઇનનું આંકલન

કારના સ્ટ્રક્ચરની સેફટીકારમાં આપવામાં આવનાર સેફ્ટી ટેક્નોલોજી.

વાહનમાં વયસ્ક અને બાળકોની સેફ્ટી.

વાહનોને 0-5 વચ્ચે રેટિંગ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp