ભીલવાડામાં ગેંગરેપ બાદ સગીરાને કોલસાની ભઠ્ઠીમાં સળગાવી દેવાઈ, હાડકા મળ્યા

PC: indiatoday.com

રાજસ્થાનના ભીલવાડામાં બકરી ચરાવવા ગયેલી એક કિશોરીને કોલસાની ભઠ્ઠીમાં સળગાવી દેવાનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે કિશોરી સાખે પહેલા ગેંગરેપ કરવામાં આવ્યું અને પછી સળગાવી હત્યા કરી દેવામાં આવી. કોલસાની ભઠ્ઠીમાંથી સગીરાના બળેલા અવશેષ અને એક ચાંદીનું કડુ મળી આવ્યું છે. પોલીસે પરિવારની ફરિયાદ પછી 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

આ ઘટના સામે આવ્યા પછી પૂર્વ મંત્રી અને ભાજપા નેતા કાલૂ ગુર્જર, જિલ્લા પ્રમુખ અને અન્ય લોકો ઘટનાસ્થળે પહોંચ્યા. તેમની માગ છે કે સગીરાના પરિજનોને 50 લાખનું વળતર આપવામાં આવે. હત્યા કરનારાઓને ફાંસીની સજા મળે અને આખા પોલીસ સ્ટેશનને સસ્પેન્ડ કરવામાં આવે. પૂર્વ મંત્રીએ આરોપ લગાવ્યો છે કે, મોડી રાતે જ્યારે સગીરા ન મળી તો પરિવારના લોકો પોલીસ સ્ટેશન રિપોર્ટ લખાવવા ગયા હતા પણ તેમને ટાળી દેવામાં આવ્યા.

ડીએસપી શ્યામ સુંદર બિશ્નોઈ અને પોલીસ અધિકારી ખીવરાજ ગુર્જર અનુસાર, સગીરા રોજની જેમ બુધવારે સવારે 8-9 વાગ્યે ઘરેથી બકરીઓ ચરાવવા જંગલમાં ગઇ હતી અને રોજ 2.30 વાગ્યા સુધીમાં બકરીઓને લઇ ઘરે આવી જતી હતી. પણ બુધવારે બપોરે બકરીઓ તો ઘરે આવી ગઇ પણ સગીરા નહોતી. જેને લઇ પરિવાર સગીરાને શોધવા નીકળ્યા પણ તેની ભાળ મળી નહીં. ત્યાર પછી પરિવાર તેની શોધમાં નૃસિંગપુરાના જંગલ તરફ ગયા. જ્યાં 4-5 કોલસાની ભઠ્ઠી હતી. જેમાંથી એક સળગી રહી હતી.

પરિવારના સભ્યોને એક જ ભઠ્ઠી સળગતી અને દુર્ગંધ આવવા પર શંકા ગઇ. સળગતી ભઠ્ઠીની રાખને ફંફોસી તો તેમાંથી ચાંદીનું કડુ મળી આવ્યું. જેનાથી સગીરાની ઓળખ થઇ ગઇ. ભઠ્ઠીમાંથી સગીરાના શવના બળી ગયેલા અવશેષ મળ્યા છે. મોડી રાતે ગામના લોકો ભેગા થયા અને પછી સૂચના મળવા પર પોલીસ ત્યાં પહોંચી. પોલીસે આગ પર કાબૂ મેળવી આસપાસના સ્થાનને સુરક્ષિત કરતા તેમના ઉપરી અધિકારીઓને જાણ કરી. ત્યાર પછી એએસપી કિશોરી લાલ, ડીએસપી શ્યામસુંદર બિશ્નોઈ ઘટના સ્થળે પહોંચ્યા.

ભીલવાડાના એસપી આદર્શ સિંધુએ કહ્યું કે, પોલીસને સગીરાનું કડુ અને જૂતા મળી આવ્યા છે. કેસને ગંભીરતાથી જોતા ફોરેંસીક ટીમને પણ તપાસમાં સામેલ કરવામાં આવ્યા છે. હાડકાના સેમ્પલ લેવામાં આવ્યા છે અને ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવશે. આ મામલામાં 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

રાતના સમયે કાલબેલિયોના ડેરામાં કોલસાની ભઠ્ઠી સળગી રહી હતી. જેને લઇ ગ્રામીણોને શંકા ગઇ. કારણ કે વરસાદમાં ભઠ્ઠી બંધ રહેતી હોય છે. ગામના લોકોએ રાતે જ અમુક કાલબેલિયા લોકોને પકડી લીધા હતા. જ્યારે પકડવામાં આવેલા 3 નરાધમોએ ગેંગરેપ અને સળગાવી દેવાની વાત કહી તો પોલીસને આની સૂચના આપવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp