ભોલેનાથના ભક્તે નમાઝ વાંચવાનું શરૂ કર્યુ; ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા આ બધુ કર્યુ

બિહારના સિવાનમાં પ્રેમની અનોખી વાર્તા સામે આવી છે. એક છોકરાને તેની ગર્લફ્રેન્ડ સાથે પ્રેમમાં એટલો ઊંડો ડૂબી ગયો હતો કે, તેણે મુસ્લિમ ધર્મની આયત અને કલમાનો પાઠ કરવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, હવે તેણે પાંચ વખત નમાઝ વાંચવાનું પણ શરૂ કરી દીધું છે. ભગવાન મહાદેવની ભક્તિમાં ડૂબેલા રહેતા સરવણ કુમારે પોતાનો ધર્મ બદલીને સાહિલ અહેમદ નામ ધારણ કરી લીધું. આ બધું માત્ર એક છોકરી માટે કર્યું હતું. સરવન કુમારે ન માત્ર પોતાનો ધર્મ બદલ્યો પણ માથે ટોપી પહેરવાનું પણ શરૂ કર્યું અને દાઢી પણ વધારી. હવે દરેક જગ્યાએ સરવન કુમારની જ ચર્ચા થતી હોય છે. તેના સંબંધીઓ વહીવટીતંત્ર પાસે મદદની વિનંતી કરી રહ્યા છે.

ઘટના મૈરવા પોલીસ સ્ટેશન વિસ્તારના મિસકરહી ગામની છે. આ ગામમાં સરવન તેના માતા-પિતા સાથે એક ભાડાના મકાનમાં રહેતો હતો. તે ગત 25 ડિસેમ્બર 2022થી ગુમ છે. સરવનની માતાનો આરોપ છે કે, બાજુમાં રહેતી પડોશી રોઝી ખાતૂને તેને પ્રેમની જાળમાં ફસાવીને તેનું અપહરણ કર્યું હતું. અને, તેને મદરેસામાં રાખ્યો છે. તે છેલ્લા 6 મહિનાથી તેના પુત્રને શોધી રહી હતી. ત્યારે અચાનક 15 દિવસ પહેલા તેણે વધેલી દાઢી અને માથે ટોપી પહેરેલા તેના પુત્રની તસવીર જોઈ. આ પછી તેણે પોલીસને જાણ કરી અને સરવનને પાછો લાવવા માટે વિનંતી કરી.

મૈરવા પોલીસ સ્ટેશન વિસ્તારના મિસકરહી ગામમાં ભાડેથી રહેતી સરવન કુમારની માતા નૈના દેવીએ જણાવ્યું કે, 31 જુલાઈના રોજ પડોશી રોઝી ખાતૂનના મોબાઈલ પરથી મારા મોબાઈલ પર એક વીડિયો આવ્યો. આમાં મારા પુત્રએ માથે ટોપી પહેરી છે અને, તેની દાઢી વધી ગઈ છે. તેણે આરોપ લગાવ્યો હતો કે, રોઝી ખાતૂન અને તેની માતાએ બળજબરીથી તેનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. મારો પુત્ર શંકર ભગવાનને જળ ચઢાવતો હતો. પૂજામાં મગ્ન રહેતો હતો. સરવનની માતા નૈના દેવીએ આ આરોપ પાડોશમાં રહેતી રોઝી ખાતૂન પર લગાવ્યો છે, જેની સાથે તે અપહરણનો આરોપ પણ લગાવી રહી છે.

અહીં તમને જણાવી દઈએ કે, આરોપી રોઝી ખાતૂનની માતા રેહાના ખાતૂને સરવન કુમાર વિશે કહ્યું હતું કે, મારી પુત્રીએ આવું કંઈ કર્યું નથી, પુત્રીએ કહ્યું હતું કે, તે હિન્દુ સાથે નહીં પણ મુસ્લિમ સાથે લગ્ન કરશે. છોકરાની માતા ખોટા આરોપો લગાવી રહી છે. પહેલાં બંને એકબીજા સાથે વાતચીત કરતા રહેતા હતા, પણ પછી શું થયું તેની અમને ખબર નથી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સમગ્ર મામલો મેરવા નગરના મિસકરહી વિસ્તારનો છે. યુવક 25 ડિસેમ્બર 2022થી ગુમ છે. પડોશમાં રહેતી યુવતી રોઝી ખાતૂન પર તેનું અપહરણ કરવાનો આરોપ છે. છોકરાની માતા સાત મહિનાથી તેના પુત્રને શોધી રહી હતી. ત્યાં, લગભગ 20 દિવસ પહેલા, તેણે તેના પુત્રનો ફોટો જોયો, જેમાં તેણે દાઢી વધારી છે અને ઇસ્લામિક ટોપી પહેરી છે. આ મામલે 13મી જુલાઈના રોજ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી છે.

આ બાજુ, અહીં સોમવારે (31 જુલાઈ) યુવકે એક વીડિયો પણ બહાર પાડ્યો છે. વીડિયોમાં તે કહી રહ્યો છે કે, મેં મારી મરજીથી ઈસ્લામ કબૂલ કર્યો છે. ન તો મારા પર કોઈ દબાણ છે કે, ન તો આવી કોઈ વાત છે. મને ન તો મારા પરિવારની ચિંતા છે, કે ન તો કોઈ છોકરી સાથે મતલબ. મેં મારી સ્વતંત્ર ઇચ્છાથી ઇસ્લામ સ્વીકાર્યો છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.