500 રૂપિયામાં સિલિન્ડર, ખેડૂતોને 2000 યુનિટ સુધી વીજળી ફ્રી, ગેહલોતનું બજેટ

PC: indiatoday.in

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે વિધાનસભામા પોતાના કાર્યકાળનું ત્રીજુ અને અંતિમ બજેટ રજૂ કર્યું હતું. નવાઇની વાત એ હતી કે રાજસ્થાન વિધાનસભામાં 6 મિનિટ સુધી ગયા વર્ષનું બજેટ વાંચી રહ્યા હતા જેને કારણે વિધાનસભામાં હંગામો મચી ગયો હતો અને ગૃહની કાર્યવાહી અડધો કલાક સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

 એ પછી રાજસ્થાનની ગેહલોત સરકારે બજેટમાં મોટી મોટી જાહેરાતો કરી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાહેરાત કરતા કહ્યું કે ખેડુતોને 2000 યુનિટ સુધી વીજળી મફતમાં આપવામાં આવશે. રાજસ્થાનમાં ઉજ્જવલા યોજના હેઠળ જે લોકો લાભ મેળવી રહ્યા છે તેમને રિફલીંગ પર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે તેમના કાર્યકાળનું અંતિમ બજેટ રજૂ કર્યું તેમાં મહત્ત્વની જાહેરાતો કરી હતી. જેમાં ઘરેલુ ગ્રાહકોને 100 યુનિટ સુધી વીજળી મફત આપવામાં આવશે, કોરોના મહામારીમાં જે બાળકોના માતા-પિતાના મોત થયા છે તેવા બાળકોને 18 વર્ષની ઉંમર થવા પર સરકારી નોકરી આપવામાં આવશે, અસ્માત વીમાની રકમ 5 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી, રાજસ્થાનમાં 15 સ્થળોએ 20 કરોડ રૂપિયાના ખર્ચે નશા મૂક્તિ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે, પ્રતાપ ગઢ, રાજસમન્દ અને જાલોરમાં મેડિકલ હોસ્પિટલ ખોલવામાં આવશે, પેપર લીકને લઇને એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે, મહિલાઓ માટે રોડવેઝ બસોમાં ભાડામાં મળતી 30 ટકાની છૂટ વધારીને 50 ટકા કરવામાં આવી, ખાદ્ય સુરક્ષા હેઠળ આવતા પરિવારોને અન્નપૂર્ણા ફુડ મફતમાં આપવામાં આવશે, જેમાં દાળ, ખાંડ સહિતના રાશન હશે,રોગને કારણે પશુઓ ગુમાવનારા પશુપાલકોને રૂ. 50,000નું વળતર આપવામાં આવશે.

બજેટ ભાષણ દરમિયાન CM ગેહલોતે વિધાનસભામાં જૂનું બજેટ વાંચ્યું હતું. જો કે મંત્રી મહેશ જોશીએ તેમને અધવચ્ચે જ અટકાવ્યા હતા. જેના કારણે ગૃહમાં ભારે હોબાળો થયો હતો. આ પછી ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. જ્યારે CM ગેહલોત વિધાનસભામાં બજેટ વાંચી રહ્યા હતા ત્યારે વિપક્ષી નેતાઓએ હંગામો શરૂ કર્યો હતો.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વિધાનસભામાં બજેટ વાંચવાનું શરૂ કર્યું તો તેમણે અગાઉની ત્રણથી 4 યોજનાઓ ગણાવવાની શરૂ કરી હતી. જેમાં શહેરી વિકાસ યોજના જે ગયા વર્ષે લાગુ કરવામાં આવી હતી. લગભગ 5 મનિટ સુધી ગેહલોત જૂનુ બજેટ વાંચી રહ્યા હતા. તે વખતે ગેહલોત સરકારના મંત્રી મહેશ જોશીએ ગેહલોતને કાનમાં કહ્યું કે, સાહેબ, તમે જૂનુ બજેટ વાંચી રહ્યા છો. ગેહલોતે કહ્યું, SORRY.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp